24 જૂને આકાશમાં દેખાશે સ્ટ્રોબેરી મૂન, જાણો આ ખગોળીય ઘટના પાછળનું રહસ્ય.

0
138

આકાશમાં “strawberry moon” જોવા માટે તૈયાર રહેજો, ઘણું જ રમણીય હોય છે ચંદ્રનું આ રૂપ.

આ વર્ષે 24 જૂને ગ્રીષ્મ સંક્રાંતિ પછીની પહેલી પૂનમ છે, અને આ દિવસે એક ખગોળીય ઘટના દેખાશે. આકાશમાં 24 જૂને ચંદ્ર સ્ટ્રોબેરી રંગનો દેખાશે. એટલા માટે આ ઘટનાને સ્ટ્રોબેરી મુન કહેવામાં આવે છે. ચંદ્ર પોતાની કક્ષામાં પૃથ્વીની નજીક હોવાને કારણે પોતાના સામાન્ય આકારથી ઘણો મોટો દેખાશે, ત્યારે તેને સ્ટ્રોબેરી મુન કહેશે. આ પૂનમના ચંદ્રને સુપરમૂન નથી માનવામાં આવતો, જેવો મે મહિનામાં જોવા મળ્યો હતો.

હાલમાં જ દેખાઈ છે ઘણી ખગોળીય ઘટનાઓ :

હાલના દિવસોમાં ઘણી ખગોળીય ઘટનાઓ જોવા મળી છે. વીતેલા દિવસોમાં સુપરમૂન, બ્લડમૂન, ચંદ્ર ગ્રહણ અને પછી રિંગ ઓફ ફાયર સૂર્ય ગ્રહણ દેખાયું હતું. હવે 24 જૂનનો સ્ટ્રોબેરી મૂન પણ ઘણો ખાસ હશે. હિંદુ પંચાંગ અનુસાર સ્ટ્રોબેરી મૂન વસંત ઋતુની અંતિમ પૂનમ અને ગ્રીષ્મ ઋતુની પહેલી પૂનમનું પ્રતીક છે.

આ કારણે કહે છે સ્ટ્રોબેરી મૂન :

‘સ્ટ્રોબેરી મૂન’ આ નામ હકીકતમાં પ્રાચીન અમેરિકી જનજાતિઓ તરફથી મળ્યું છે, જેમણે સ્ટ્રોબેરી માટે કાપણીની ઋતુની શરૂઆત સાથે પૂનમને ચિન્હિત કરી હતી. યુરોપમાં સ્ટ્રોબેરી મૂનને રોઝ મૂન કહે છે, જે ગુલાબની કાપણીનું પ્રતીક છે. ઉત્તર ગોળાર્ધમાં તેને ગરમ ચંદ્ર પણ કહેવામાં આવે છે, કારણ કે તે ભૂમધ્ય રેખાની ઉત્તરમાં ગર્મીની ઋતુની શરૂઆત કરે છે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.