બાથરૂમમાંથી આવી રહ્યા હતા વિચિત્ર અવાજો, વ્યક્તિએ અંદર જોયું તો દાંત કાઢીને બેઠું હતું આ ખતરનાક પ્રાણી

0
616

ગુજરાતમાં એક વ્યક્તિ તે સમયે ચકિત થઇ ગયો, જયારે તેણે પોતાના બાથરૂમમાં એક મગરને જોયો. વડોદરામાં રહેવાવાળા મહેન્દ્ર પઢીયાર ગયા અઠવાડિયે મંગળવારની રાત્રે કંઈક વિચિત્ર અવાજ સંભળાતા જાગી ગયા હતા. આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે? તે જાણવા માટે તેમણે ઘરમાં આમ તેમ જોયું, અને પછી બાથરૂમની તરફ ગયા.

ત્યાં તેમણે જેવો જ બાથરૂમનો દરવાજો ખોલ્યો, તો એ જોઈને ચકિત થઇ ગયા કે બાથરૂમના એક ખૂણામાં એક મગર બેઠો હતો, અને અણીદાર દાંતો કાઢી તેમની સામે જોઈ રહ્યો હતો. પઢીયારે તરત પશુ કલ્યાણ સંગઠનને ફોન કર્યો અને તેમને ઘરમાં મગર હોવાની સૂચના આપી. એ પછી સવારે લગભગ 2.45 વાગ્યે સંગઠનની ટિમ તેમના ઘરે આવી.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા એક સભ્યે જણાવ્યું કે, ‘અંધારુ હોવાના કારણે મગર પકડવો થોડું મુશ્કેલ હતું. તે થોડો આક્રમક હતો’. 2 કલાકની સખત મહેનત પછી ટિમના સભ્ય મનીષ બિષ્ટ અને કૃષ્ણ ગાયકવાડ મગરને પકડવામાં સફળ રહ્યા.

સંગઠનના બીજા એક અધિકારી અરવિંદ પવારે જણાવ્યું કે, મગર કદાચ વિશ્વામિત્રી નદીમાંથી આવ્યો હશે. નદીની નજીકમાં જ તેમનું ઘર હોવાના કારણે તે ઘરમાં ઘુસી ગયો હશે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે મગર કે બીજા જળચર જીવોનું ઘરમાં ઘુસવું કોઈ અનોખી વાત નથી. કારણ કે આ ઘર નદીની નજીક છે અને નદીમાં ઘણા જળચર જીવ રહે છે. જણાવી દઈએ કે, આ પહેલા ઓગસ્ટમાં વડોદરામાં પાણીથી ભરેલ રસ્તા પર એક કુતરા પર હમલો કરતા એક મગરનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વિડીયો :

આ માહિતી ખબર એનડીટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.