આ છે કેટલીક સ્કૂલોના એકદમ વિચિત્ર નિયમ, આવા નિયમો વિષે કદાચ જ તમે સાંભળ્યું હશે.

0
152

અલગ અલગ સ્કૂલોના આ વિચિત્ર નિયમો વિષે જાણશો તો તમે કહેશો “અરે બાપરે…. આ બધું શું છે?”

દરેક સ્કૂલમાં પોતાના નિયમ હોય છે અને તે નિયમો ડ્રેસ કોડ, શિસ્ત વગેરેને લઈને હોય છે. પણ આ દુનિયામાં આવેલી કેટલીક સ્કૂલોમાં એવા નિયમ છે જેના વિષે જાણીને તમારું મગજ ચકરાઈ જશે.

તમે ભારતની સ્કૂલોમાં અભ્યાસની સ્ટોરીઓ તો સાંભળી જ હશે, જોકે અહિયાં સ્કૂલોમાં કોઈ ખાસ અને અલગ પ્રકારના નિયમ નથી હોતા. પણ દુનિયાના ઘણા દેશોમાં તો સ્કૂલોને લઈને એવા નિયમ છે, કે તેના વિષે સાંભળીને તમે પણ ચકિત થઇ જશો. કેટલાક નિયમો તો તમને પણ પસંદ આવશે, પણ કેટલાક નિયમો માટે તમે પણ કહેશો કે ખરેખર આવું કેવી રીતે કરી શકાય છે? તો આવો જઈને દુનિયાભરની સ્કૂલોના વિચિત્ર નિયમ.

ચીનમાં ઊંઘ લેવાની આઝાદી – ચીનમાં બાળકોને સ્કુલ દરમિયાન થોડી વાર માટે સુવાની મંજુરી આપવામાં આવે છે. તે લગભગ અડધો કલાક સ્કુલમાં ઊંઘી શકે છે, કેમ કે માનવામાં આવે છે કે કામ વચ્ચે એક ઊંઘ લેવાથી મેમરી સુધરે છે.

ગળે લગાવવા ઉપર પ્રતિબંધ – કેલીફોર્નીયાની એક સ્કુલમાં બાળકોના હાઈ ફાઈવ આપવા અને ગળે લગાવવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

બેસ્ટ ફ્રેન્ડ નથી રાખી શકતા – સ્કુલમાં અભ્યાસ ભલે ન હોય, પણ એક બેસ્ટ ફ્રેન્ડ જરૂર હોય છે. પણ યુકેની કેટલીક સ્કુલમાં બેસ્ટ ફ્રેન્ડ બનાવવા ઉપર પ્રતિબંધ છે. સ્કૂલોનું માનવું છે કે મિત્ર બન્યા પછી જયારે મિત્રતા તૂટે છે તો તેને ઘણી તકલીફ પડે છે.

કોલરબોન નથી દેખાડી શકતા – કેન્ટુકી (Kentucky) માં સ્કૂલોમાં એવો નિયમ છે કે, છોકરીઓના ડ્રેસમાંથી કોલર બોન (શર્ટના કોલર વાળા ભાગ પાસેનું હાડકું) દેખાવો જોઈએ નહિ એવો. તેના માટે છોકરીઓએ ટાઈ વગેરે વ્યવસ્થિત રીતે પહેરવું પડે છે. સ્કુલનું કહેવું છે કે, એમ કરવાથી મેલ સ્ટુડેંટસ ડીસ્ટ્રેક્ટ થાય છે.

સ્કુલમાં પડદા – હાલમાં તાલીબાને શૈક્ષણિક સંસ્થાઓમાં છોકરા અને છોકરીઓ વચ્ચે પડદા લગાવી દીધા છે જેથી છોકરાઓ, છોકરીઓ તરફ જોઈ ન શકે.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.