જજ બનેલી ગર્લફ્રેન્ડ બોલી હવે તું મારા લેવલનો નથી, આ વાત છોકરાને મન ઉપર લાગી આવી અને તે પણ બની ગયો જજ

0
2004

આપણને શાળામાં જ એવી શિખામણ આપવામાં આવે છે, કે ક્યારેય પણ કોઈને પોતાનાથી નાના સમજવાની ભૂલ ન કરવી જોઈએ. અને આપણે કોઈને નીચા દેખાડવાનો પ્રયત્ન કરવો જોઈએ નહિ. એવું આપણને એટલા માટે શીખવાડવામાં આવતું હતું કારણ કે, સમય વિષે એવું કહેવામાં આવે છે કે સમયને બદલાતા વાર નથી લગતી. આજે અમે તમારા એવી જ એક ઘટના લઈને આવ્યા છીએ, અને વિશ્વાસ રાખો કે તમે પણ તેને સાંભળીને દંગ રહી જશો.

થોડા સમય પહેલા જ ૧૩ ઓક્ટોમ્બરના રોજ યુપી લોક સેવા આયોગ દ્વારા લેવાયેલી સિવિલ જજ એન્ટ્રેન્સ પરીક્ષા PCS-j ૨૦૧૬ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. એ પરીક્ષામાં ગાજીપુરના ઔડીહારના રહેવાસી અમિત વર્મા નામના એક છોકરાએ ૧૫૨ મો નંબર મેળવીને દુનિયાને પોતાની એક વિશેષ ઓળખ આપી.

વેસ્ટ બંગાળના પીસીએસ (જે) વર્ષ ૨૦૧૨ માં કર્યુ હતું પાસ :

અમિત વર્માના જણાવ્યા અનુસાર તેમની માં એક સામાન્ય હાઉસ વાઈફ છે, તેમજ એમના પિતાનું વર્ષ ૨૦૧૧ માં કેન્સરને લીધે અવસાન થઇ ગયું હતું. આથી એમના ભાઈએ નાના મોટા ધંધા દ્વારા એમના ઘરની બધી જવાબદારી સંભાળી. એમના પિતાનું સપનું હતું કે એમનો દીકરો મોટો થઈને જજ બને. પણ હવે જયારે એમના દીકરાએ એમનું સપનું પૂરું કર્યુ તો એ જોવા માટે તે એમની સાથે નથી.

મળેલી જાણકારી અનુસાર અમિતે વર્ષ ૨૦૦૪ માં અલ્હાબાદ યુનીવર્સીટીમાં લો માટે એડમીશન લીધું હતું. પણ ત્યાં તેમને કંઈ ગમ્યું નહી. ત્યારબાદ તેમણે સીલીગુડી માંથી લો નો અભ્યાસ પૂરો કર્યો અને પછી બીએચયુ માંથી LLM પણ પૂરું કર્યુ. તેમણે વાતચિત દરમ્યાન જણાવ્યું હતું કે, તેમણે વેસ્ટ બંગાળમાં રહીને વર્ષ ૨૦૧૨ માં PCS-j ક્લિયર કર્યુ હતું. એમાં તેમનો ૧૮ મો નંબર આવ્યો હતો. પણ સિલેકશન ફક્ત ૧૪ નંબર વાળા સુધીના કેન્ડિડેટનું જ થયું.

હાલમાં તે અલ્હાબાદ યુનીવર્સીટી માંથી પીએચડી કરી રહ્યા છે. અમિતની એપીઓ ૨૦૧૫ નું પરિણામ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આવ્યું હતું, જેમાં તેનું સિલેકશન પણ થઇ ગયું હતું. પરંતુ તે પોતાના PCS-j ના પરિણામની રાહ જોઈ રહ્યા હતા.

જજ બનેલી ગર્લફ્રેન્ડએ કર્યુ હતું એમની સાથે બ્રેકઅપ :

અમિત સાથે એમની સફળતાની વાતો થતી હતી એ દરમ્યાન એમણે જણાવ્યું, કે ૨૦૧૨ માં વેસ્ટ બંગાળના PCS-j નું પરિણામ આવ્યું, જેમાં તેમનો ૧૮ મો નંબર આવ્યો હતો. તે સમયમાં એક છોકરી હતી જેણે અમિત સાથે ફેસબુક દ્વારા મિત્રતા કરી હતી. અને ધીમે ધીમે બન્નેની મિત્રતા વધવા લાગી અને જોત જોતામાં આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

એમની વાત લગ્ન સુધી પણ પહોંચી ગઈ હતી, પણ એ છોકરી હંમેશા અમિતની બેરોજગારીને લઈને કટાક્ષ કરતી હતી. આથી પોતાની ગર્લફ્રેન્ડને ખુશ કરવા માટે અમિતે દિલ્હીમાં પ્રાઈવેટ નોકરી પણ શરુ કરી દીધી. પણ નોકરી કરતા-કરતા તેની આંખ સામે તેના પિતાએ જોયેલું એનું જજ બનવાનું સપનું હંમેશા તેને દુ:ખી કરતું હતું. એ કારણે એક દિવસ ૨૦૧૫ માં અમિતે LLM કરવા માટે બી.એચ.યુ.માં એડમીશન લઇ લીધું.

જજ બનતા જ છોકરીએ છોડ્યો સાથ :

પણ આ વાતની જાણ એની ગર્લફ્રેન્ડને મળતા બન્ને વચ્ચે અંતર વધવા લાગ્યું, અને એક વખત ફરી બેરોજગારીને કારણે જ આ મીઠા સંબંધમાં કડવાશ આવી ગઈ. ત્યારબાદ થોડા દિવસો પછી અમિતને જાણ થઇ કે એની ગર્લફ્રેન્ડના લગ્ન થઇ ગયા છે. એના લગ્નના સમાચારે અમિતને અંદરથી ભાંગી નાખ્યો અને તે ડીપ્રેશનમાં જતો રહ્યો. જે કારણે તેનું અભ્યાસમાં પણ મન લાગતું ન હતું.

એ સમય દરમ્યાન અમિતના ઘરવાળા એના માટે લગ્નની ઘણી ઓફર લાવતા હતા, પરંતુ અમિત બધાને ના કહી દેતો હતો. કારણ કે એણે હજુ પિતાનું સપનું પૂરું કરવાનું હતું. અને આ સપનાએ જ અમિતને ધીમે ધીમે ડીપ્રેશન માંથી બહાર કાઢ્યો અને આજે પરિણામ સૌની સામે છે.

અમિતે કવિતાના અંદાજમાં પોતાનું દુઃખ વ્યકત કરતા કહ્યું હતું કે ‘મજધાર વચ્ચે છોડ્યો હતો મારો સાથ તે બેવફાએ, સમયનો ચમત્કાર કાંઈક એવો થયો કે તે ડૂબ્યા અને અમે પાર નીકળી ગયા.’

નોંધ : ખરેખર કોઈએ સાચું જ કહ્યું છે, કે પ્રયત્ન કરવા વાળાનો ક્યારેય પરાજય થતો નથી. તમને સ્ટોરી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવશો અને તેને શેર પણ કરજો.