વૃદ્ધ હોવા છતાં આજના યુવા મોડલોને ટક્કર આપે છે આ વ્યક્તિ, 50 કિલોથી વધારે વજન ઓછું કરી લોકોને આપી પ્રેરણા.

0
194

દાદા બનવાની ઉંમરમાં આ વ્યક્તિ બન્યા મોડલ, 50 કિલોથી વધારે વજન ઓછું કરી 62 વર્ષની ઉંમરે આ રીતે આપી રહ્યા છે યુવાઓને ટક્કર. કોણ કહે છે કે ગઢપણમાં કાંઈ નથી કરી શકાતું? આ વ્યક્તિએ તો મોડલિંગ જ દાદા બનવાની ઉંમરમાં શરુ કર્યું અને સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયા. આવો જાણીએ કોણ છે આ વ્યક્તિ?

ફોટામાં દેખાતા આ વ્યક્તિનું નામ છે દિનેશ મોહન. તેમની સોશિયલ મીડિયા ઉપર એટલી ફેન ફોલોઈંગ છે કે આંકડો જોઈને તમને ઝટકો લાગી શકે છે. દિનેશની પ્રોફાઈલ ઉપર નજર કરો તો ત્યાં એકથી એક ચડીયાતી સ્ટાઈલના ફોટા જોવા મળે છે, જેને જોઈને પ્રભાવિત થયા વગર નથી રહી શકાતું, અને તે બીજાને પ્રેરિત પણ કરી રહ્યા છે.

શેયર કરી સ્ટોરી : દિનેશ મોહને તેમની સ્ટોરી શેયર કરી છે, જેને લોકોના દિલ જીતી રહી છે. તેમણે પોતાની લાઈફ સ્ટોરી શેયર કરતા જણાવ્યું કે, એક પર્સનલ લોસ પછી 44 વર્ષની ઉંમરમાં તે બેડ રીડન થઇ ગયા હતા. તેમને વારંવાર જીવન ટૂંકાવવાનો વિચાર આવતો હતો. તેમની બહેન અને બનેવી તેમને મેડીકલ સારવાર અપાવતા રહ્યા, પરંતુ દિનેશે પોતે સાજા થવાની હિંમત ન દેખાડી, જેથી બધું જ ફેઈલ થતું રહ્યું.

તમે મરી રહ્યા છો : સ્થિતિ એવી થઇ ગઈ કે સતત ખાતા રહેવા અને સુતા રહેવાને કારણે દિનેશનું વજન 130 કિલો સુધી પહોંચી ગયું. તેમણે ઉઠવા માટે પણ મદદ લેવી પડતી હતી. છેવટે એક દિવસ તેમની બહેન અને બનેવીએ કહ્યું કે, તમે જીવન જીવવાનું કારણ શોધવાનો પ્રયત્ન પણ નથી કરી રહ્યા. શું તમને ખબર છે કે તમે આ પથારીમાં પડ્યા પડ્યા મૃત્યુની નજીક પહોંચી રહ્યા છો? તે સાંભળતા જ પહેલી વખત દિનેશને અનુભવ થયો કે 8 વર્ષમાં તેમણે પોતાની કેવી હાલત કરી લીધી છે. તેમણે ડાયટ ચાર્ટ ફોલો કરવાની સાથે જ વર્કઆઉટ કરવાનું શરુ કર્યું.

યંગ છોકરા પણ રહી ગયા પાછળ : 50 કિલો વજન ઓછું થતા જ તેમણે કામ માટે અરજી કરવાનું શરુ કરી દીધું. એક દિવસ તેમના પાડોશીએ તેમના ટ્રાંસફોર્મેશનનો ફોટો શેયર કરી દીધો, ત્યાર પછી દિનેશને મોડલિંગ માટે કોલ આવવા લાગ્યા. 50 વર્ષની ઉંમર પાર કરી ચુકેલા આ વ્યક્તિએ હિંમત કરી છેવટે ઓડીશન આપવાનો નિર્ણય લીધો. યંગ છોકરાઓ વચ્ચે તેમણે પોતાનો શૂટ પૂરો કર્યો અને પહેલા પ્રયત્નમાં જ સૌને પ્રભાવિત કરી દીધા.

60 ની ઉંમર પાર, પરંતુ કુલનેસ હજી પણ જળવાયેલી છે : દિનેશને મોડલિંગ એજન્સીએ સાઈન કર્યા અને ત્યારથી તે સતત કોઈને કોઈ લેબલ માટે શુટિંગ ઉપર જતા રહે છે. તેમની પ્રસિદ્ધી એટલી છે કે, ઘણી વખત અજાણ્યા લોકો પણ તેમને ઓળખી લે છે અને સેલ્ફીની પણ માંગણી કરવા લાગે છે. આજે દિનેશ 62 વર્ષના છે, પરંતુ તેમની મોડલિંગ કારકિર્દી ઉપર કોઈ ખરાબ અસર નથી પડી. સફેદ વાળ અને દાઢી તેમના કુલ લુકમાં વધારો કરતા હોય તેવું જોવા મળ્યું.

ક્યારેય મોડું નથી થતું : સોશિયલ મીડિયા ઉપર તેમના ફોટોશૂટસથી લઈને રેંપ વોક્સ સુધીના ફોટા મોટી સંખ્યામાં છે, જેને લોકોનો ઘણો પ્રેમ મળે છે. દિનેશ બીજાને પ્રેરણા આપતા જણાવે છે ‘It’s never too late’, જે શીખવે છે કે નવી શરુઆત ક્યારેય પણ કરી શકાય છે, પછી ભલે ઉંમર જે પણ હોય. તે વાત તો સાચી જ છે. મિત્રો, તેમની વાત સાચી છે ને?

આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.