શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ ‘Steamed Vegetables’, રાખો પોતાને ફિટ અને ફાઈન

0
205

શિયાળામાં ફિટનેસને ધ્યાનમાં રાખીને ખાવા સ્વાદિષ્ટ Steamed Vegetables, જાણો રેસિપી. શિયાળાની ઋતુમાં પોતાને ફિટ રાખવા ખુબ જરૂરી છે. આ ઋતુમાં શાકભાજીને સ્ટીમ કરીને એટલે કે બાફીને ખાવું સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારું માનવામાં આવે છે. વિંટર ડીશના રૂપમાં બાફેલા શાકભાજી (Steamed Vegetables) ઘણો સ્વાસ્થ્યવર્ધક વિકલ્પ છે. બાફેલા શાકભાજી બનાવવા ઘણા સરળ છે. તેને તમે ફટાફટ તૈયાર કરી શકો છો. આવો વિંટર રેસિપીમાં બાફેલા શાકભાજી બનાવવાની રીત જાણીએ.

પોષક તત્વોથી ભરપૂર છે સ્ટીમ્ડ વેજિટેબલ્સ બાઉલ : સ્ટીમ્ડ વેજિટેબલ્સ બાઉલ (Steamed Vegetables Bowl) સ્વાદની સાથે જ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેને બનાવવા માટે તમને બ્રોકલી, ઝૂકિની, પાલક અને વટાણા જેવા શાકભાજીની જરૂર પડે છે. તેને તમે બ્રંચ, લંચ અથવા ડિનરના રૂપમાં ક્યારેય પણ બનાવીને ખાઈ શકો છો. તે તમારી ભૂખ શાંત કરવાની સૌથી સારી અને હેલ્ધી રીત છે. આવો જાણીએ સ્ટીમ્ડ વેજિટેબલ્સની રેસિપી. (Steamed Vegetables Recipe)

કેટલા લોકો માટે : 2

બનાવવાનો સમય : 30 મિનિટ

સ્ટીમ્ડ વેજિટેબલ્સની સામગ્રી :

શતાવરી (Asparagus)

બ્રસલ્સ – એક પ્રકારની કોબીજ (Brussels)

સમર સ્કવોશ (કોળું, દૂધી, તૂરિયાં વગેરે વર્ગનું એક લીલોતરી શાક)

ઝૂકિની

વટાણા

બ્રોકલી

સ્વીટ કોર્ન

ફણગાવેલા કઠોળ

ફ્લાવર

કોબીજ

બીટ

ડુંગળી

બટાકા

સલગમ

સલગમના પાંદડા

સરસવના પાંદડા

શક્કરિયા

ગાજર

સ્ટીમ્ડ વેજિટેબલ્સ બનાવવાની રીત :

સ્ટીમ્ડ વેજિટેબલ્સ બનાવવા માટે પોતાની મનપસંદ દરેક શાકભાજીને મધ્યમ આંચ પર બાફો. જરુરી નથી કે તમને ઉપર જણાવી તે દરેક શાકભાજી હોવી જ જોઈએ. તમારા ઘરે અને બજારમાં જે શાકભાજી ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરો.

એ વાતનું ધ્યાન રાખો કે બધું પાણી વરાળ ન બની જાય. તમે શાકભાજીની માત્રા પોતાના હિસાબે નક્કી કરો.

શાકભાજી જલ્દી બફાઈ જાય તેના માટે તેને નાના ટુકડામાં કાપી લો.

શાકભાજીઓને સારી રીતે બાફો અને તેમને સ્ટીમરમાં પડની જેમ પાથરો જેથી તે સારી રીતે બફાઈ જાય.

જયારે પાણી ઉકલી જાય તો સ્ટીમર બાસ્કેટને પેનની ઉપર મૂકી દો.

ધ્યાન રહે કે પાણીની ઊંચાઈ 2.5 સેમી હોવી જોઈએ.

તમે ઈચ્છો તો શાકભાજીને તેલ નાખ્યા વગર અથવા થોડા ઓલિવ ઓઇલમાં સ્ટર ફ્રાઈ (Stir Fry) પણ કરી શકો છો.

રેસિપી નોટ : તમે પોતાના મન પસંદ શાકભાજી સ્ટીમ કરી શકો છો. આ શાકભાજીઓને પકાવવાની એકદમ ઉત્તમ રીત છે. સ્ટીમ્ડ વેજિટેબલ્સમાં પોતાની મનગમતી શાકભાજી નાખો. સ્ટીમ્ડ વેજિટેબલ્સની ઉપર સ્વાદ અનુસાર મીઠું અને લીંબુનો રસ નાખી દો. તેના સિવાય કોઈ મસાલો નાખવાની જરૂર નથી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.