ફક્ત 13,000 રૂપિયાથી શરુ કર્યો હતો બિઝનેસ, આજે દેશના ટોપ 100 અમીરોમાંથી છે શામેલ.

0
191

દેશના ટોપ 10 અમીરોમાંથી એક છે ચંદ્રમોગન, 13 હજારથી શરુ કર્યો હતો બિઝનેસ, આજે છે કરોડોનો કારોબાર. દેશની સૌથી મોટી એગ્રો કંપનીઓમાં શામેલ હટસન એગ્રો પ્રોડક્ટસના માલિક ચંદ્રમોગન આજે દેશના ટોપ 100 અમીરોમાંથી એક ગણાય છે. જોકે તેમનું જીવન એટલું સરળ નથી રહ્યું, અને પોતાની કારોબારી સફર તેમણે ફક્ત 13,000 રૂપિયાની મૂડીથી શરૂ કરી હતી. આ રકમ તેમણે પોતાના પિતા પાસેથી આઇસ્ક્રીમ કેંડીનું કારખાનું સ્થાપિત કરવા માટે માંગી હતી.

આજે ચંદ્રમોગનની સંપત્તિ 1.3 બિલિયન ડોલર એટલે 9600 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જેથી તે ભારતના ટોપ 100 સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક બની ગયા. ચંદ્રમોગનની હટસન એગ્રો પ્રોડક્ટસ કંપનીએ ડેરી ઉદ્યોગમાં ઘણી મોટી પ્રગતિ મેળવી છે, અને આજે તે દેશની સૌથી મોટી ખાનગી ડેરી કંપની છે.

તેમની કંપની 4 લાખથી વધારે ખેડૂતો પાસેથી સરેરાશ 33 લાખ લીટર દૂધ ખરીદે છે, અને પ્રોસેસ કરી વેચે છે. તે સિવાય પોતાની બ્રાન્ડ અરુણ આઈસ્ક્રીમ, આરોગ્ય મિલ્ક, હટસન દહીં, હટસન પનીર અને ઇબકોનું વેચાણ કરે છે. હટસન દુનિયાભરના 38 થી વધારે દેશોમાં વિશેષ રૂપથી અમેરિકા, મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાઈ બજારોમાં પોતાના ઉત્પાદનોની નિકાસ કરે છે. ભારતમાં કંપનીનું વધારે ધ્યાન દક્ષિણ ભારતીય બજાર પર રહે છે. ચંદ્રમોગન અનુસાર દક્ષિણ ભારતીય બજારમાં વેચાતા બધા દૂધમાં લગભગ 17 ટકા અને આઈસ્ક્રીમ બજારમાં 40 ટકાથી વધારે હટસન એગ્રો પ્રોડક્ટ વેચાય છે.

હટસન એગ્રો પ્રોડક્ટસના ચેયરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર ચંદ્રમોગનનું કહેવું છે કે, અમે દક્ષિણ ભારતમાં પ્રમુખ છીએ. આજે અમે જે ટર્નઓવર 30 મિનિટમાં કરીએ છીએ, તે અમારા વ્યવસાયના પહેલા 10 વર્ષોમાં અમે જે કરતા હતા તેના જેટલું છે. હટસન એગ્રો પ્રોડક્ટસની સ્થાપના 1970 માં ચેન્નઈમાં એક ભાડાની જગ્યા પર કરવામાં આવી હતી. જેને ચાર કર્મચારીઓની મદદથી શરૂ કરવામાં આવી હતી. આ કારખાનાની શરૂઆત માટે પરિવારની પૈતૃક સંપત્તિ વેચ્યા પછી રકમ ભેગી કરવામાં આવી હતી. આજે કંપનીની માર્કેટકેપ 13,000 કરોડ રૂપિયાથી વધારે છે, જેમાં આવક 5,300 કરોડ રૂપિયાથી વધારે છે.

ચંદ્રમોગન આગળ કહે છે કે, અમે એક નાની કંપનીથી એક સામાન્ય અને પછી તેનાથી મોટી કંપની તરફ વધી રહ્યા હતા. ચંદ્રમોગન અનુસાર હટસને મહારાષ્ટ્રમાં બે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કર્યા છે, અને સાથે જ ઓડિશામાં પણ પ્લાન્ટ સ્થાપિત કર્યા છે. અમે એક સમય પર એક જ રાજ્યમાં વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. તે આગળ કહે છે કે, બધું મળીને કંપની આખા દેશમાં 20 પ્લાન્ટનું સંચાલન કરે છે. તેમાંથી 9 મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ એકમ છે, જયારે 2 મિલ્ક પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ એકમ છે, અને 2 આઈસ્ક્રીમ નિર્માણ એકમ અને અન્ય બીજા એકમ શામેલ છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.