બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે આ 5 બોલીવુડ સ્ટાર કિડ્સ, છેલ્લાનું તો નામ પણ વિચાર્યુ નહિ હોય

0
2066

બોલીવુડમાં એ જમાનો હવે દૂર જતો દેખાઈ રહ્યો છે, જ્યાં લોકો દૂર દૂરથી હીરો હિરોઈન બનવાનું સપનું લઈને મુંબઈ આવતા હતા. એવું એટલા માટે કારણ કે વર્તમાન સમયની સાથે સાથે ભવિષ્યમાં પણ બોલીવુડ પર સ્ટાર કિડ્સનું રાજ હશે એવું દેખાઈ રહ્યું છે. એક તરફ જાન્હવી કપૂર, ઈશાન ખટ્ટર, સુરજ પંચોલી, આલિયા ભટ્ટ, વરુણ ધવન, સારા અલી ખાન ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ચુક્યા છે, પણ હજુ બીજા સ્ટાર કિડ્સ એવા છે જે ઘણા જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.

વર્ષ 2019 માં ઘણા સ્ટારના દીકરા અને દીકરીઓ બોલીવુડમાં પગ રાખવા જઈ રહ્યા છે. બોલીવુડમાં પોતાના માં-બાપનું નામ વધારે આગળ વધારવા માટે હવે એન્ટ્રી મારવા જઈ રહ્યા છે સિનેમા સ્ટાર્સના છોકરા. આજના આ લેખમાં અમે તમને તે સ્ટાર કિડ્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે 2019 માં પોતાની પ્રથમ ફિલ્મ સાથે સિનેમા જગતમાં ડેબ્યુ કરી શકે છે.

ખુશી કપૂર અને આર્યન ખાન :

બોની કપૂરની બીજી લાડકી છોકરી પણ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે, અને બોલીવુડ કિંગ શાહરૂખ ખાનનો છોકરો આર્યન ખાન અત્યારે સત્તર વર્ષનો છે, અને છોકરીઓ વચ્ચે શાહરૂખ ખાનની જેમ જ ફેમસ છે. ત્યાં જ હાલના દિવસોમાં બજાર ગરમ છે કે શ્રીદેવીની નાની છોકરી ખુશી કપૂર અને આર્યન ખાન સાથે ફિલ્મમાં નજર આવવાના છે. એ તો આપણે બધા જાણીએ છીએ કે શ્રીદેવીની મોટી છોકરી જહાનવી કપૂરે બોલીવુડમાં ધડક ફિલ્મથી ડેબ્યુ કરીને પોતાનો પગ જમાવી લીધો છે, અને હવે પોતાની બહેનની જ જેમ ખુશી કપૂર પણ જલ્દી જ બોલીવુડમાં નજર આવવાની છે. તેમજ તેમને પણ બીજા સ્ટાર કિડ્સની જેમ કરણ જોહર જ લોંચ કરવાના છે.

અનન્યા પાંડે :

ચંકી પાંડેની સુંદર છોકરી અનન્યા પાંડે પણ લાઇમલાઈટથી વધારે દૂર નથી રહેવાની. અનન્યા આ સમયે ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ દ યર 2’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. એની સાથે જ તે ગલી બોયનું શૂટિંગ પણ કરી રહી છે. જણાવી દઈએ કે સ્ટુડન્ટ ઓફ દ યર 2 જે કરણ જોહરની ફિલ્મ છે એમાં ટાઈગર શ્રોફ સાથે અનન્યા જોવા મળશે. અને ગલી બોયમાં તે રણબીર કપૂર સાથે જોવા મળશે. આ બંને ફિલ્મો બિગ બજેટ ફિલ્મો છે. એટલે કે અનન્યા જે પણ ફિલ્મથી ડેબ્યુ કરે એની ચર્ચા તો ઘણી થશે.

સુહાના ખાન :

કિંગ ખાનના દીકરા બોલીવુડમાં ડેબ્યુ કરવાના છે, તો બીજી તરફ એમની લાડકી દીકરી પર બોલીવુડમાં પોતાનો જલવો દેખાડશે. બોલીવુડમાં નવી એન્ટ્રીની લીસ્ટમાં સુહાના ખાનનું નામ સૌથી અગત્યનું માનવામાં આવે છે. તે સ્ટાર કિડ્સને પડદા પર જોવા ફેંસ માટે પણ ઘણું રસપ્રદ સાબિત થશે. સુહાના ખાન બોલીવુડની સૌથી વધુ પ્રસિદ્ધ સ્ટાર કિડ્સ છે. હાલમાં જ વોગ્યૂના કવર પેજ પર આવવાથી એણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. અને સાથે જ પોતાની બિકીની પીક્સથી પણ એણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આમ તો કરણ જોહર જ સુહાનાને ફિલ્મમાં લાવશે, પણ એવા સમાચાર છે કે સંજય લીલા ભણસાલી અને સુર્જા ઘોષ પણ સુહાનાને કાસ્ટ કરી શકે છે.

કરણ  દેઓલ :

સનીના દમદાર દીકરા કરણ દેઓલ જલ્દી જ પર્દા પર જોવા મળશે. તે પોતાના પિતા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ માંથી અભિનેતા તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સની પોતાના પુત્ર કરણ દેઓલને લોંચ કરી રહ્યા છે. ધર્મેન્દ્રની હીટ ફિલ્મ ‘બ્લેકમેલ’ ના સુપરહિટ ગીત ‘પલ પલ દિલ કે પાસ’ ના નામ પર ફિલ્મનું ટાઈટલ રાખેલું છે. હાલમાં કરણ પોતાના ગુડ લુક્સથી કૉક ઓફ ધ ટાઉન બની ચુક્યા છે.