શ્રાવણ મહિનામાં આ વખતે છે ઘણા શુભ સંજોગ, હરિયાળી અમાસ વખતે 125 વર્ષ પછી પાંચ મહાયોગનો સંયોગ

0
1411

શ્રાવણ મહિનામાં આ વખતે ઘણા શુભ અને મોટા સંયોગ ઉભા થઇ રહ્યા છે. ૧૭ જુલાઈના રોજ સૂર્યપ્રધાન ઉત્તરાસાઢા નક્ષત્રથી શ્રાવણ મહિનાની શરૂઆત થઇ રહી છે. આ દિવસે વજ્ર અને વિષ કુંભ યોગ પણ ઉભા થઇ રહ્યા છે. શ્રાવણમાં ચાર સોમવાર આવશે. તે ઉપરાંત ૧૫ ઓગસ્ટના દિવસે સ્વતંત્ર દિવસ અને રક્ષાબંધન એક જ દિવસે મનાવવામાં આવશે.

પહેલી ઓગસ્ટના રોજ હરિયાળી અમાસ ઉપર પંચ મહાયોગના સંયોગ ઉભા થઇ રહ્યા છે. દાવો છે કે આ સંયોગ લગભગ ૧૨૫ વર્ષ પછી આવી રહ્યો છે. બાબા કૂપેશ્વરનાથ મંદિરના પુજારી વિજયાનંદ શાસ્ત્રીએ જણાવ્યું કે ઘણા દિવસો પછી શ્રાવણમાં ઘણા મોટા સંયોગ ઉભા થઇ રહ્યા છે. પહેલી ઓગસ્ટના રોજ હરિયાળી અમાસ ઉપર પંચ મહાયોગના સંયોગ ઉભા થશે. જે લગભગ ૧૨૫ વર્ષ પછી આવી રહ્યો છે.

આ દિવસ પહેલા સિદ્ધી યોગ, બીજો શુભ યોગ, ત્રીજો ગુરુ પુશ્યાર્મુત યોગ, ચોથો સર્વાર્થ સિદ્ધી યોગ અને પાંચમો અમૃત સિદ્ધી યોગના સંયોગ છે. પંચ મહાયોગના સંયોગમાં કુળ દેવી-દેવતા અને માતા પાર્વતીની પૂજા કરવાથી મનમાં ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. સાથે જ પ્રકૃતિનું લીલુછમ રહેવાની શક્યતા છે.

શ્રાવણના ત્રીજા સોમવારના દિવસે નાગપંચમી :-

આ વખતે નાગપંચમીનો શુભ તહેવાર ભગવાન શિવના વિશેષ દિવસ સોમવાર(પાંચ ઓગસ્ટ)ના દિવસે છે. સોમવાર અને નાગપંચમી બંને જ દિવસ ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. એટલા માટે આ વખતે નાગપંચમીનું વિશેષ મહત્વ રહેશે. સંકટ મોચન દરબારના પુજારી ચંદ્રશેખર ઝા એ જણાવ્યું કે નાગપંચમીના દિવસે ચંદ્ર પ્રધાન હસ્ત નક્ષત્ર અને ત્રીયોગના સંયોગ પણ ઉભા થઇ રહ્યા છે. સર્વાર્થ સિદ્ધી યોગ, સિદ્ધી યોગ અને રવી યોગ એટલે ત્રીયોગના સંયોગમાં કાળ સર્પ દોષ નિવારણ માટે પૂજા કરવી ફલદાયક હોય છે.

ત્રિરંગાની રાખડીનો ઓર્ડર :-

૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન એક જ દિવસે આવે છે. બજારમાં આ વાતને ધ્યાનમાં રાખવામાં આવી છે. હડિયા પટ્ટીમાં રાખડીના વેપારી દીપકકુમારે જણાવ્યું કે ખુબ ઓછું આવું બને છે જયારે રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસ એક જ દિવસે હોય. એટલા માટે આ વખતે ત્રિરંગાની રાખડી અને તે ડીઝાઈનમાં રાખડીના ઓર્ડર આપવામાં આવ્યા છે. અહિયાં કલકત્તા માંથી મંગાવે છે.

મહત્વની તારીખો

૧૭ જુલાઈ શ્રાવણ માસનો પહેલો દિવસ

૨૨ જુલાઈ શ્રાવણ માસનો પહેલો સોમવાર

૨૯ જુલાઈ શ્રાવણ માસનો બીજો સોમવાર

૦૫ ઓગસ્ટ શ્રાવણ માસનો ત્રીજો સોમવાર

૧૨ ઓગસ્ટ શ્રાવણ માસનો ચોથો સોમવાર

૧૫ ઓગસ્ટ શ્રાવણ માસનો છેલ્લો દિવસ

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.