શ્રાવણ વિશેષ : સૌથી અલગ છે 1001 છિદ્રો વાળું સફેદ શિવલિંગ, દર્શન માત્રથી પૂર્ણ થાય છે મનોકામના

0
1709

તમને ૧૦૦૧ છિદ્રો વાળું શિવલિંગ વિશ્વના કોઈપણ મંદિરમાં જોવા નહિ મળે. રીવામાં આવેલા મહામૃત્યુંજય મંદિરમાં વિરાજમાન શિવલિંગની બનાવટ વિશ્વના બીજા શિવલીંગોથી અલગ છે. આ એક એવું શિવલિંગ છે, જે તમને બીજે ક્યાય બીજે જોવા નહિ મળે. અહિયાં ભગવાન શિવ મૃત્યુંજયના રૂપમાં ઉપસ્થિત છે. અહિયાં આવવા વાળા ભક્તોની દરેક મનોકામના ભગવાન શિવ પૂરી કરે છે. આ મંદિરમાં દર્શન કરવાથી તમામ રોગ દુર થઇ જાય છે. અહિયાં શિવલિંગ સફેદ રંગનું છે, જેની ઉપર કોઈ પણ ઋતુની કોઈપણ અસર થતી નથી.

ઋતુ સાથે બદલાય છે શિવલિંગનો રંગ :

શિવલિંગનો રંગ સામાન્ય રીતે સફેદ રહે છે, પણ ઋતુ સાથે તેનો રંગ બદલાતો જાય છે. શિવ પુરાણ મુજબ, દેવાધીદેવ મહાદેવે મહા સંજીવની મહામૃત્યુંજય મંત્રની ઉત્પતિ કરી હતી. અહિયાં ભગવાનના મહામૃત્યુંજય મંત્રના જાપથી તમામ મનોકામના પૂરી થાય છે. તેને કારણે જ શ્રદ્ધાળુ ભારતના ખૂણે ખૂણેથી મહામૃત્યુંજય ભગવાનના દર્શન માટે અહિયાં આવે છે.

શિવ પુરાણ મુજબ મહાદેવે જ મહા સંજીવની મહામૃત્યુંજય મંત્રની ઉત્પતિ કરી હતી. અને શિવે આ મંત્રનું ગુપ્ત રહસ્ય માતા પાર્વતી અને દેત્યોના ગુરુ અને મહાન શિવ ભક્ત શુક્રાચાર્યને જણાવ્યું હતું. મહામૃત્યુંજય મંત્રના જાપનો ઉલ્લેખ શિવ મહાપુરાણ ઉપરાંત બીજા હિંદુ ગ્રંથોમાં મળે છે. મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવનું જ એક સ્વરૂપ છે, જે અકાળ મૃત્યુ અને અશાધ્ય રોગના નાશક છે. પરંતુ વિશ્વમાં ભગવાન આશુતોષનું મહામૃત્યુંજય સ્વરૂપ પ્રતીકાત્મક શિવાલય દુર્લભ છે.

માન્યતા છે કે, અહિયાં શિવ આરાધના કરવાથી આયુષ્ય લાંબુ થાય છે અને આવનારા સંકટ દુર થાય છે. આ શિવાલયનું મહત્વ બાર જ્યોર્તિલિંગ સમાન માનવામાં આવે છે. અહી ૧૦૦૧ છિદ્રો વાળું આ અદ્દભુત સફેદ શિવલિંગ વિરાજમાન છે. માનવામાં આવે છે કે ભગવાન મહામૃત્યુંજય સમક્ષ મહામૃત્યુંજય મંત્રના જાપથી અકાળ મૃત્યુને પણ ટાળી શકાય છે, અને અલ્પાયુ દીર્ઘાયુમાં ફેરવાઈ જાય છે. અજ્ઞાત ભય, અડચણ અને અસાધ્ય રોગો દુર કરવા અને મનોકામના પૂરી કરવા માટે અહિયાં મંદિરમાં નારિયેળ બાંધવામાં આવે છે અને બીલીપત્ર ચડાવવામાં આવે છે.

બધેલ રાજવંશના ૨૧માં મહારાજા વિક્રમાદિત્ય દેવે આ વિસ્તારની પાસે શિકાર દરમિયાન એક હરણની પાછળ સિંહને ભાગતા જોયો. રાજા એ જોઇને આશ્ચર્યમાં પડી ગયા, જયારે સિંહ મંદિર વાળા સ્થળ નજીક હરણ પાસે આવી ગયો, તો તેનો શિકાર કર્યા વગર જતો રહ્યો. આશ્ચર્યચકિત રાજાએ તે સ્થળ ઉપર ખોદકામ કરાવ્યું, જેની અંદરથી મહામૃત્યુંજય ભગવાનનું સફેદ શિવલિંગ નીકળ્યું. આ સફેદ શિવલિંગની ચર્ચા શિવપુરાણમાં મહામૃત્યુંજય તરીકે કરવામાં આવી છે. એટલા માટે અહિયાં ભવ્ય મંદિર બનાવ્યું અને શિવલિંગ સ્થાપિત કરી દેવામાં આવ્યું.

મહામૃત્યુંજયના આશીર્વાદથી રીવા રહ્યું મુક્ત :

દેવ્યોગથી મંદિર પરિસરની બાજુમાં એક અધુરો કિલ્લો પડેલો હતો, જેને શેરશાહ સૂરીના પુત્ર સલીમ શાહના સમયનો માનવામાં આવે છે. મહારાજ વિક્રમાદિત્યએ આ અધૂરા કિલ્લાના પાયા ઉપર ભવ્ય કિલ્લો બનાવ્યો અને રીવાને વિન્ધ્યની રાજધાની તરીકે વિકસાવી દેવામાં આવી.

છેલ્લા ૪૦૦ થી વધુ વર્ષોથી આજે પણ આ કિલ્લો મહામૃત્યુંજય મંદિરની બાજુમાં રહેલો છે. કહેવામાં આવે છે કે મહામૃત્યુંજય ભગવાનના આશીર્વાદથી રીવા ક્યારેય કોઈના ગુલામ નથી રહ્યા. ન તો મુગલ સમયમાં અને ન તો અંગ્રેજોના સમયમાં.

આ માહિતી આઇનેક્સટલાઈવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.