ફક્ત 3 વસ્તુઓમાંથી 10 મિનિટમાં બનાવો દિવાળીની સ્પેશિયલ બરફી.

0
231

દિવાળી પર આ વસ્તુઓની મદદથી ખુબ સ્વાદિષ્ટ બરફી બનાવો, એ પણ ગણતરીની મિનિટોમાં. દિવાળીના સમયે ઘરોમાં મીઠાઈઓ બનાવવાનું ચલણ છે, પણ દિવાળીનું કામ એટલું વધારે હોય છે કે, ઘણીવાર ઘરમાં કાંઈ પણ બનાવવાનો સમય નથી મળતો. પણ તેનો અર્થ એ નથી કે આપણે અમુક ઝટપટ બનતી રેસિપીનો આનંદ નથી લઇ શકતા. દિવાળીના સમયે જો તમારી પાસે વધારે કામ નથી અને ઘરમાં વધારે સામાન નથી, તો અમે તમને એક એવી બરફીની રેસિપી જણાવીએ છીએ જેને બનાવવામાં ફક્ત 10 મિનિટ લાગશે અને તે ફક્ત 3 વસ્તુઓ મળીને બની જશે.

જોકે, આ રેસિપીમાં વધારે સામગ્રી પણ નાખી શકો છો, પણ જો તમારી પાસે વધારે સામગ્રી નથી તો પણ ત્રણ મેન સામગ્રીથી કામ થઈ જશે. તો ચાલો જાણીએ દિવાળીની સ્પેશિયલ મિલ્ક પાવડરવાળી બરફીની રેસિપી. આ બરફીની રેસિપીમાં માવાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. એટલે તેને ઘરે બનાવવામાં કોઈ સમસ્યા નહિ થાય.

ટોટલ ટાઈમ : 10 મિનિટ.

તૈયારી માટે સમય : 5 min.

બનાવવાનો સમય : 5 min.

સર્વિંગ : 5.

કુકીંગ લેવલ : નીચું.

કોર્સ : મીઠાઈ.

કેલરી : 300

પ્રકાર : ભારતીય.

લેખક : શ્રુતિ દીક્ષિત.

જરૂરી સામગ્રી :

1.5 કપ ડેસિકેટેડ કોકોનટ એટલે કે છીણેલું નારિયેળ,

1 કપ મિલ્ક પાવડર,

1/4 કપ કંડેંસ મિલ્ક,

કેવડા એસેંસ (વિકલ્પ),

ફુડ કલર (વિકલ્પ),

સજાવટ માટે ડ્રાય ફ્રુટ (વિકલ્પ).

burfi
barfi image source google

બનાવવાની રીત :

જેવું કે તમે સામગ્રીમાં જોઈ ચુક્યા છો કે આ બરફીને બનાવવા માટે મુખ્ય 3 વસ્તુની જ જરૂર હોય છે, અને બાકી બધું વૈકલ્પિક છે. એટલા માટે સૌથી પહેલા આપણે મુખ્ય ત્રણ વસ્તુઓથી તેને તૈયાર કરીશું.

નારિયેળ, મિલ્ક પાવડર અને કંડેસ મિલ્કને મિક્સ કરીને એક નોન સ્ટિક પેનમાં થોડું પકવી લો. તેને મીડીયમ તાપે જ પકવવાનું છે અને તેને ફક્ત 2-3 મિનિટ જ ગેસ પર રાખવાનું છે. ફક્ત એટલું જ નહિ દરેક સામગ્રીને એક સાથે સારી રીતે મિક્સ કરવાની છે.

જો તમે ઈચ્છો તો તેમાં થોડું કેવડા એસેંસ નાખી શકો છો. તેને સારી રીતે મિક્સ કરી લો. જો તમે ફૂડ કલરનો ઉપયોગ કરી રહ્યા છો તો આ મિશ્રણને બે અલગ-અલગ ભાગમાં વહેંચી લો.

હવે બરફીને સેટ કરવાનો સમય છે. તમે તેને જે શેપ આપવા ઈચ્છો છો તે હિસાબે મિશ્રણને વેલણ અથવા હાથોથી પાતળું કરી લો.

જો તમે ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે તો એક ભાગમાં ફૂડ કલર મિક્સ કરો અને તેને બીજા ભાગની ઉપર રાખો.

હવે તેને ફ્રીઝરમાં અમુક મિનિટ માટે સેટ થવા માટે મૂકી દો. જો તમારી પાસે સમય ઓછો છે તો તેને બટર પેપરમાં લપેટીને ફ્રિઝરમાં રાખો, નહિ તો તમે તેને થોડા સમય માટે પ્લેટમાં મૂકીને રૂમ ટેમ્પરેચર પર પણ મૂકી શકો છો.

હવે તેને મનગમતા શેપમાં કાપો અને જો ડ્રાય ફ્રૂટ હોય તો તેનાથી શણગારો.

આ રેસિપીને સંપૂર્ણ રીતે પોતાના હિસાબથી કસ્ટમાઇઝ કરી શકાય છે, એટલા માટે તેને બનાવવામાં તમને કોઈ સમસ્યા નહિ થાય. આ દિવાળી પર ઝટપટ બનતી બરફીનો આનંદ ઉઠાવો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.