ગણપતિની પૂજા દરમિયાન બોલી દો આ મંત્ર, બાપ્પા પુરી કરી દેશે તમારી મનોકામના, જય ગણપતિ બાપ્પા

0
1032

ગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન દરેક ભક્ત ગણેશજીની વિશેષ પૂજા કરે છે, અને ૧૦ દિવસ સુધી બપ્પાને પોતાના ઘરમાં રાખે છે. ગણેશ ચતુર્થીનું પર્વ દર વર્ષે ભાદરવા સુદ ચતુર્થીના દિવશે શરુ થાય છે, અને ૧૦ દિવસ સુધી ચાલે છે. આ પર્વ દરમિયાન લોકો પોતાના ઘરમાં બપ્પાની મૂર્તિની સ્થાપના કરે છે, અને ૧૦ દિવસ સુધી અનંત ચૌદશ સુધી બપ્પાની પૂજા કરે છે. અને ૧૦ દિવસ સુધી પૂજા કર્યા પછી ધામધૂમ પૂર્વક બપ્પાને વિદાય આપવામાં આવે છે, અને ગણેશજીની મૂર્તિનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે.

ગણેશજીને વિઘ્નહર્તા અને પ્રથમ પૂજ્ય ભગવાનનું સ્થાન મળેલું છે. એવું માનવામાં આવે છે કે જો સારી રીતે ગણેશજીની પૂજા કરવામાં આવે, તો બપ્પા તમારા જીવનમાંથી તમામ દુઃખો દુર કરી દે છે. એટલું જ નહિ તમારા દરેક કાર્યને સફળ પણ બનાવી દે છે.

ભગવાન ગણેશજીની વિધિ વિધાન સાથે પૂજા કરવું ઘણું જ જરૂરી હોય છે. અને પૂજા કર્યા પછી બપ્પાની આરતી કરવી પણ ખુબ જ જરૂરી હોય છે. પૂજા કરતી વખતે બપ્પાને ઓછામાં ઓછા ૨૧ દુર્વા જરૂર ચડાવો. દુર્વા ઉપરાંત બપ્પાને ખાસ કરીને મોદકનો ભોગ પણ પૂજા દરમિયાન ચડાવવો જોઈએ. ખાસ કરીને ભગવાન ગણેશને મોદક અને દુર્વા ઘાસ અતિપ્રિય છે, અને તે કારણ છે કે ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે આ બંને વસ્તુનો ઉપયોગ પૂજા દરમિયાન જરૂર કરવામાં આવે છે.

પૂજા શરુ કરતા પહેલા તમે પૂજાની થાળીને સારી રીતે સાફ કરી લો. પછી તે થાળીમાં તમે લાલ સિંદુર, ૨૧ દુર્વા ઘાસ, મોદક, એક ઘીનો દીવડો ખાસ આપો. પૂજા કરતી વખતે તમે સૌથી પહેલા ઘી નો દીવડો પ્રગટાવી દો. દીવડો પ્રગટાવ્યા પછી બપ્પાને દુર્વા ઘાસ અર્પણ કરો, અને તેમની સામે મોદક મૂકી દો. ત્યાર પછી તમે તેમની પૂજા શરુ કરો અને નીચે જણાવ્યા મુજબ મંત્ર બોલો.

ગણેશજીની પૂજા શરુ કરતા પહેલા આ મંત્ર બોલો :

गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलचारु भक्षणम्ं।

उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्॥

પૂજા પછી ગણેશજીની આરતી ગાવ. આરતી ગાતી વખતે તમે ઘંટડી અને શંખ પણ જરૂર વગાડો. ગણેશજી સાથે જોડાયેલી સૌથી પ્રસિદ્ધ આરતી આ મુજબ છે. તમે આ આરતી પૂજા દરમિયાન જરૂર ગાવ.

ગણેશજીની સૌથી પ્રસિદ્ધ આરતી :

जय गणेश, जय गणेश, जय गणेश देवा।

माता जाकी पार्वती, पिता महादेवा।।

एकदंत, दयावन्त, चार भुजाधारी,

माथे सिन्दूर सोहे, मूस की सवारी।

पान चढ़े, फूल चढ़े और चढ़े मेवा,

लड्डुअन का भोग लगे, सन्त करें सेवा।। …

जय गणेश, जय गणेश, जय गणेश, देवा।

माता जाकी पार्वती, पिता महादेवा।।

अंधन को आंख देत, कोढ़िन को काया,

बांझन को पुत्र देत, निर्धन को माया।

‘सूर’ श्याम शरण आए, सफल कीजे सेवा।।

जय गणेश जय गणेश जय गणेश देवा .

माता जाकी पार्वती, पिता महादेवा।

दीनन की लाज रखो, शंभु सुतकारी।

कामना को पूर्ण करो जय बलिहारी।

સારી રીતે પૂજા કર્યા પછી તમે તમારા મનમાં તમારી કામના બોલી લો, અને બપ્પાના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો. અને પૂજા પૂરી થયા પછી તમે આ મંત્ર બોલો.

પૂજા પછી આ મંત્ર બોલીને ગણેશજીને નમન કરો.

विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धिताय |

नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते ||

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.