સાઉથની પ્રખ્યાત, હેલ્ધી અને ખુબ જ સ્વાદિષ્ટ આઈટમ “મેંદુ વડા” આ રીતે ઘરે જ બનાવો.

0
1862

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા રેસીપી સ્પેશીયલ લેખમાં સ્વાગત છે. અમે તમારા માટે સમયે સમયે અલગ અલગ પ્રકારની કુકિંગ રેસીપી લાવતા રહીએ છીએ. કારણ કે ગુજરાતી લોકો ખાવામાં કોઈનાથી પાછળ નથી રહેતા. આપણે ગુજરાતી વાનગીઓ તો ખાઈએ જ છીએ. પણ સાથે સાથે ભારતના અન્ય રાજ્યોની વાનગીઓ પણ ખાતા હોઈએ છીએ.

ગુજરાતની વાનગીઓ તો આપણે જાતે બનાવતા હોઈએ છીએ, પણ બીજા રાજ્યની વાનગીઓ હોય તો એ આપણે હોટલ કે રેસ્ટોરન્ટમાં જઈને ખાતા હોઈએ છીએ. પણ જો એ બધી વસ્તુ આપણને જાતે બનાવતા જ આવડતી હોય તો આપણે બહાર જવાની જરૂર નહિ પડે. કારણ કે હોટલ અને રેસ્ટોરેન્ટ વાળા એમાં વપરાતી વસ્તુઓ કેટલી શુદ્ધ વાપરે છે એ આપણે નથી જાણતા.

એટલે શક્ય હોય ત્યાં સુધી ખાવાની વસ્તુ ઘરે બનાવીને જ ખાવી જોઈએ, એનાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે, અને અલગ અલગ વાનગીઓ બનાવવાની આપણી કળા પણ વિકસે છે. અને આજે અમે તમને સાઉથની પ્રખ્યા આઈટમ મેંદુ વડા બનાવતા શીખવાડવાના છીએ. તો આવો જાણીએ કેવી રીતે ઘરે જ મેંદુ વડા બનાવવા.

જરૂરી સામગ્રી :

એક વાટકી અડદની દાળ,

બે વાટકી પાણી,

મીઠું સ્વાદ અનુસાર.

તળવા માટે તેલ.

બનાવવાની રીત :

મેંદુ વડા બનાવવા માટે સૌથી પહેલા એક તપેલીમાં એક વાટકી અડદની દાળ નાખી દો અને તેમાં બે વાટકી પાણી નાખી દો. ત્યારબાદ આ પલાળેલી અડદની દાળને 6 થી 8 કલાક સુધી ઢાંકીને રાખો. 6 થી 8 કલાક થયા પછી પલાળેલી અડદની દાળને મિક્સરમાં પીસી લો. તે ઘટ્ટ બને ત્યાં સુધી તેને મિક્સરમાં પીસો.

હવે પીસેલી અડદની દાળને એક તપેલામાં કાઢો, પછી આ પીસેલી અડદની દાળને 3 થી 5 કલાક ઢાંકીને રાખો. 3 થી 5 કલાક પછી આ મિશ્રણમાં આથો આવી જશે. હવે તેમાં મીઠું નાખી દેવું, અને એને સારી રીતે મિક્ષ કરી દેવી.

હવે એક કડાઈમાં એને તળવા માટે તેલ ગરમ કરો. પછી ભીની હથેળી વડે એના ચપટા ગોળા બનાવો, અને અગુંઠા વડે ગોળાને આકાર આપો. ગેસને મીડીયમ રાખી તેનો ગોલ્ડન બ્રોઉન કલર આવે ત્યાં સુધી તળો. તૈયાર છે તમારા મેંદુ વડા. આ ગરમા ગરમ મેંદુ વડાને ચટણી કે ઈડલીનો સંભાર બનાવતા હોય, એ દાળ સાથે સર્વ કરો. એ ખુબ જ સારા લાગશે.

જુઓ વીડિયો :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.