આ ગુજરાતી બાઈક પર એકલા 75 દિવસ સાઉથ ઇન્ડિયા ફરી આવ્યો જાણો એની પાસેથી સસ્તા માં ફરવાની ટિપ્સ

0
1234

ભારત માં દર વર્ષે લાખો વિદેશી ફરવા આવે છે તે લોકો તેમના દેશ ના ગરીબ લોકો હોય છે. પણ ભારત જેવા દેશોમાં તેમના બે ત્રણ મહિના ની આવક માંથી આરામ થી 6 મહિના પણ ફરી લેતા હોય છે. તેમા સોલો ટ્રાવેલર એટલે કે એકલા જ ફરવા નીકળયા હોય તેવા ટ્રાવેલર પણ વધુ હોય છે. તેમાંના ઘણા લોકો 10 હજાર માં આખો મહિનો પણ કાઢી નાખે છે.(ખરેખર ઘણા તો ફક્ત 10 હજાર મા મહિનો કાઢી નાખે છે) આ લોકો પાસેથી આપડે પણ શીખવા જેવું છે કેવીરીતે સસ્તા માં વધુ દિવસો સુધી શાંતિથી ફરી શકાય.

આપડી માનસિકતા બની ગઈ છે કે બહાર જઇયે એટલે ખર્ચા નું નહિ વિચારવાનું એટલે જ્યા જેટલા હોય એટલા દે ધનાધન વાપરી નાખીએ ને પછી બે ત્રણ વર્ષ સુધી ક્યાંય નીકળવા જેવા નથી રહેતા. બજેટ ટ્રાવેલર એટલે કે ખર્ચ નું પણ વિચારસો તો સપરિવાર સસ્તામાં ખુબ બધી જગ્યાએ ફરી સકસો

બને ત્યાં સુધી જાતે જ પ્લાનિંગ કરો ટ્રેન ટીકીટ થી લઈને રૂમ બુકિંગ સુધી દરેક વસ્તુ આજે ઘરે બેઠા થઇ જાય છે. ફાલતું માં કોઈ ટુર પેકેજ વાડાઓ ને આપવાનો કોઈ અર્થ નથી. એક બે વાર જાતે પ્લાન કરી ને જશો તો પછી તમે જ બેસ્ટ પ્લાનિંગ કરી શકશો.

જો સોલો ટ્રાવેલર છો મીન્સ એકલા નીકળો તો 200 રૂપિયા કે તેનાથી પણ ઓછા માં તમને ઘણી સારી ઇન્ટરનેશનલ કક્ષા ની હોસ્ટેલ માં રહેવા મળી રહેશે. ઘણા લોકો હોસ્ટેલ એટલે જે છોકરાઓ ને ભણવા બહાર મુક્યા હોય તેમને રહેવાની જગ્યા નું સમજતા હશે પણ અહીં એ હોસ્ટેલ ની વાત નથી. આ હોસ્ટેલ એટલે રહેવા માટે નો એક પ્રકાર છે ડોર્મેટરી જેમાં ઘણા બધા બેડ હોય છે ને સામાન રાખવા લોકર પણ આપે છે. આ એવી ડોર્મેટરી જ છે પણ તેના કરતા સારી કક્ષા ની એટલે કે તમે તેને હોટલ માં જેમ 2 સ્ટાર થ્રિ સ્ટાર 5 સ્ટાર આવે તેમ આમાં પણ ખુબ સારી આવે છે તે તમે બુક કરાવો ત્યારે જ એના રેટિંગ, ફોટા અને રીવ્યુ પરથી નક્કી કરી શકો છો કે કયા મા રહેવું. (બુકિંગ માટે પહેલા પૈસા નથી આપવાના હોતા બુકિંગ કરાવવા બુકિંગ ડોટ કોમ કે અગોડા ની એપ કે વેબસાઈટ પરથી કરાવી શકો છો)

આવી હોસ્ટેલ તમે બુકીંગ ડોટ કોમ પરથી બુક કરાવી શકો છો જેમાં 70 રૂપિયા થી લઈને હજારો રૂપિયા ના ભાવ વાળી ખુબ સારી સારી હોસ્ટેલ તમને મળી જશે નીચે જ્યા રહ્યો હતો તેના ફોટા મુક્યા છે. આ ફક્ત 180 રૂપિયા માં એક નાઈટ ગોવા માં રહેવા મળી હતી આમાં ac, સ્વિમિંગ પુલ જેવી ફેસિલિટી પણ હતી. હોસ્ટેલ માં સૌથી મહત્વ નો ભાગ છે કોમન એરિયા આ જગ્યાએ જ બધા લોકો ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે. જનરલી આ હોસ્ટેલ ના શુક્ર શનિ રવિ ના ભાવ વધારે હોય છે.

હોસ્ટેલ તમને ટુરિસ્ટ પ્લેશ માં જ જોવા મળશે એમાં પણ ધાર્મિક ટુરિસ્ટ પ્લેસ માં પણ જોવા નથી મળતી. મીન્સ જ્યાં સૌથી વધુ વિદેશી કે મેટ્રોસીટી ની યંગ પબ્લિક જતી હોય એવી જ્ગ્યાયો માં તમને હોસ્ટલ મળી રહેશે. તમે બુકિંગ ડોટ કોમ ની વેબસાઈટ પર જઈને એમા સર્ચ કરો ગોવા ને તારીખ નાખી ને સર્ચ કરસો તો તમને ઘણી બધી પ્રોપર્ટી એના ભાવ સાથે દેખાશે તમે પ્રાઈઝ લો ટુ હાઈ કે બેસ્ટ રીવ્યુ વગેરે નાં ઓપ્શન થી પણ જોઈ શકશો. એ પ્રોપર્ટી નાં ફોટા અને રીવ્યુ જોઇને તમે નક્કી કરી શકો કે આ બુક કરવા જેવી છે કે નહિ. આમાં વધુ પડતા ત્યાં જઈને જ પૈસા આપવાના ઓપ્શન હોય છે. દરેક પ્રોપર્ટી ની અલગ અલગ સીસ્ટમ હોઈ શકે કોઈવાર બુક કરાવા માટે તમારે ક્રેડિટકાર્ડ પણ એટેચ કરવું પડે છે. પણ એ ખાલી કન્ફર્મ કરવા જ હોય છે મીન્સ એ લોકો ને એમ લાગે કે આ ખોટું ખોટું બુક કરે છે તો પણ એટેચ કરવું પડે છે પણ પૈસા તો ત્યાં જઈને જ આપવાના હોય અને જો તમે ત્યાં નાં જાઓ તો કેન્સલેશન ચાર્જ તમારા ક્રેડીટકાર્ડ થી કપાઈ શકે છે એટલે ખોટા બુક નાં કરતા.

ધાર્મિક જગ્યાએ જવાના હોય તો ગુજરાતી સમાજ ની ડોર્મેટરી માં રહી શકાય એ સેકન્ડ ઓપ્શન છે એ ફૂલ હોય કે એ ના મળે તો લોજ કે રૂમ રાખવો પડે એ આપડા બજેટ માં આવે એવા રિસર્ચ કરી ને શોધવા પડે એ પણ ના મળે એમ હોય તો સાથે એક ટેન્ટ રાખવો જોઈએ જ્યા પણ રહેવું હોય એટલે ખોલી ને રહી શકો. નીચે ના ફોટા માં જોઈ શકો છો નેશનલ હાઇવે ના ઓવરબ્રિજ નીચે એક દિવસ સુઈ ગયો હતો એક દિવસ બસ સ્ટેન્ડ માં તો એક દિવસ રોડ ની સાઈડ માં એક કન્સ્ટ્રક્ટ થતી ઇમારત માં ટેન્ટ નાખી ને સૂવું પડ્યું હતું પણ સાથે પાવરબેન્ક વગેરે જરૂરી સામાન હોય એટલે રૂમ રાખી હોય એના કરતા પણ સારો અનુભવ થાય છે ટ્રાય કરી જોજો કોઈવાર. (ટેન્ટ 1 હજાર રૂપિયા થી ઓછામાં ઓનલાઈન સાઈટ પરથી મળી રહે છે)

દરરોજ નાં લગભગ 500 થી ૮૦૦ રૂપિયા મા ફરી શકાય. ટોટલ 7800 કિલોમીટર ફર્યો જેમા સુરત થી સિલવાસા- નાસિક – ઔરંગાબાદ અજનતા ઇલોરા – પુણે- કોલ્હાપુર- ગોવા- ગોકર્ણા- મરુંડેશ્વર- ઉડુપી- શ્રીંગેરી- ધર્મસ્થલા- સુબ્રમણ્યમ – મૈંસૂર- કોઈમ્બતુર- ગુરુવાયુર- કોચીન- અલ્લપી- વરકલા – જટાયુ- ત્રિવેન્દ્રમ – કન્યાકુમારી – નમબી નારાયણ – ટેનકાશી – સબરીમલા – ઇડુકી- મુન્નાર – કોડાઈકન્નાલ – મદુરાઈ – રામેશ્વરમ – ત્રિચી- થાન્જાવુંર – કુંભકોનમ –  પોન્ડિચેરી – એરોવીલે – મહાબલીપુરમ – કંચિપુરામ- વેલ્લુર – તુરૂપતિ – લેપાક્ષી- હમ્પી – પંઢરપુર – નાસિક – રિટર્ન સુરત

રોજના ફક્ત 100 થી 150 KM જેટલું જ બાઈક ચલાવ્યું છે અને ખાસ નાઈટ મા નથી ચલાવ્યું જ્યાં સસ્તું ને સારું લાગે ત્યાં વધારે મા વધારે દિવસ રહેતો.

આ બધી વાતો થઇ સસ્તા મા સારી રીતે ફરવાની તમે જાતે જ અનુભવ કરસો તો જાતે જ મારા કરતા વધુ સારા પ્લાનર બની જશો ઘરે થી કોઈ પ્લાનિંગ કરી ને નહોતો નીકળ્યો જેમ જેમ આગળ જતા જઈએ ત્યાના લોકો આસપાસ ક્યા સારા જોવા લાયક સ્થળ છે એની માહિતી આપે અથવા પેલેથી આપળે જે સાંભળ્યા હોય જોવા ની ઇચ્છાઓ હોય ત્યાં જતા જવાનું ત્યાંથી અલગ અલગ સારા સારા સ્થાનો ની માહિતી મળતી જ જશે એ પ્રમાણે ગુગલ મેપ માંથી પ્લાન કરતા જવાનુ.

ગુગલ મેપ બેસ્ટ છે ફરવા જવા રસ્તા જોવા માટે એને તમે ઓફલાઈન પણ ચલાવી શકો બસ પહેલા એ રૂટ કે એટલો એરિયા ડાઉનલોડ કરવાનો પણ ઓપ્શન હોય છે. આગળના સ્થળ ની કે નજીકના પેટ્રોલપંપ રેસ્ટોરન્ટ ગેસ્ટહાઉસ  ની માહિતી જાણવા માટે ખુબજ ઉપયોગી થાય છે એ ના હેલ્પ કરે તો ભારત નાં લોકો ખુબ જ સારા છે તમને રસ્તો બતાવા કે બીજી જોઈતી હેલ્પ માટે જરૂર મદદ કરે છે.