મજેદાર જોક્સ : સોનુ (પિન્ટુને) : શું થયું ઉદાસ કેમ છે? પિન્ટુ : પૂછ નહિ ભાઈ ઘણા દિવસોથી મારી ગર્લફ્રેન્ડ…

0
639

આજકાલના ભાગદોડ ભરેલા આ જીવનમાં લગભગ દરેક માણસ તણાવમાં રહે છે. તણાવમાં રહેવા પર માણસને જાત-જાતની બીમારીઓ ઘેરવા લાગે છે. ડોક્ટરોનું માનીએ તો વ્યક્તિ ત્યારે જ સ્વસ્થ રહેશે જયારે તે અંદરથી ખુશ રહેશે અને તમે તે કહેવત તો સાંભળી જ હશે કે ‘laughter is the best medicine’. એટલા માટે આજની આ પોસ્ટમાં અમે તમારા માટે અમુક એવા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે. અને અમને આશા છે કે તેને વાંચ્યા પછી તમે પણ હસ્યા વગર રહી નહિ શકો. તો રાહ કોની જોવી? ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સીલસીલો.

જોક્સ 1 :

ગુટખા અને માવા ખાવાવાળામાં ઉચ્ચ સંસ્કાર હોય છે.

તે ઘણા શાંત અને મૌન રહે છે.

તેઓ થૂંકીને ત્યારે જ બોલે છે, જયારે બોલવાની કિંમત ગુટખા કરતા વધારે હોય,

નહિ તો હું, હા, હમમમ વગેરે માં જ જવાબ આપે છે.

જોક્સ 2 :

એક પતિ સવાર-સવારમાં ન્યુઝ પેપર વાંચી રહ્યો હતો,

તેમાં એક જગ્યાએ લખ્યું હતું – ‘પત્ની છોડો, ઝોળો પકડો.’

આ વાંચીને પતિનું માથું ચકરાઈ ગયું.

પછી તેણે ફરીથી વાંચ્યું તો સમજપડી કે,

લખ્યું હતું – ‘પન્ની છોડો, ઝોળો પકડો.’

જોક્સ 3 :

પત્ની પાણીપુરી ખાઈ રહી હતી, 20-25 પુરી ખાધા પછી તેણે પતિને પૂછ્યું,

બીજી 10 ખાઈ લઉં?

પતિ : નાગણ ખાઈ લે.

પત્નીએ ગુસ્સામાં પ્લેટ ફેંકી દીધી અને કહ્યું,

નાગણ કોને બોલ્યા?

પતિ : અરે મેં કહ્યું ના ગણ, ખાઈ લે જેટલી ખાવી હોય એટલી.

જોક્સ 4 :

પતિ : આજે ગરમી લાગી રહી છે.

પત્ની : હા ગરમી તો લાગી રહી છે.

પતિ : ચાલ અગાસી પર ઠંડી હવા ખાવા જઈએ.

પત્ની : તમે જાવ, હું પ્લેટ અને ચમચી લઈને આવું છું.

જોક્સ 5 :

પપ્પુ : પોલીસ સ્ટેશન જઈને બોલ્યો,

પપ્પુ : ઇન્સ્પેકટર સાહેબ મને ફોન પર મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.

ઇન્સ્પેકટર : કોણ આપી રહ્યું છે?

પપ્પુ : વીજળી વિભાગવાળા. તેઓ કહે છે કે, બિલ નહિ ભર્યું તો કાપી નાખીશું.

જોક્સ 6 :

પત્ની દ્વારા છૂટાછેડા મળ્યા પછી એક વ્યક્તિને તેના મિત્રએ પૂછ્યું,

હવે તને ઘણી તકલીફ થતી હશે નઈ?

તેણે કહ્યું : ના, હવે તો હું વધારે સુખી છું.

પહેલા મારે બે જણાનું કામ કરવું પડતું હતું,

હવે એકનું જ કરવું પડે છે.

જોક્સ 7 :

સોનુ (પિન્ટુને) : શું થયું ઉદાસ કેમ છે?

પિન્ટુ : પૂછ નહિ ભાઈ ઘણા દિવસોથી મારી ગર્લફ્રેન્ડ કહી રહી હતી કે સરપ્રાઈઝ આપીશ.

સોનુ : પછી શું થયું? સરપ્રાઈઝ આપ્યું કે નહિ?

પિન્ટુ : મને શું ખબર હતી કે તે મને બ્લોક કરી દેશે.

જોક્સ 8 :

મહિલા : મારા પતિ એક અઠવાડિયાથી ગાયબ છે.

પોલીસ : તેમની કોઈ નિશાની છે?

મહિલા : હા, આ સુરેશ 6 વર્ષનો છે અને આ રમેશ 4 વર્ષનો છે.

જોક્સ 9 :

પત્ની : સાંભળો છો, તમારો દીકરો આજકાલ ઘણા પૈસા ઉડાવવા લાગ્યો છે,

જ્યાં પણ સંતાડું છું, ત્યાંથી શોધી કાઢે છે.

પતિ : તે નાલાયકની ચોપડીઓમાં સંતાડ્યા કર,

પરીક્ષા સુધી શોધી નહિ શકે.

જોક્સ 10 :

મેડમ (બાળકોને) : જે પણ મારા સવાલના જવાબ આપશે, તેને હું ઘરે જવા દઈશ.

પપ્પુ એ તરત પોતાનું બેગ બારીની બહાર ફેંકી દીધું.

મેડમે પૂછ્યું : આ બેગ કોણે બહાર ફેંક્યું?

પપ્પુ : મેં બહાર ફેંક્યું છે. અને હવે હું ઘરે જઈ રહ્યો છું, કારણ કે મેં તમારા સવાલનો જવાબ આપી દીધો છે.

મેડમ બેભાન…

જોક્સ 11 :

પપ્પા : મગન, બોલ જાન ક્યાંથી નીકળે છે?

દીકરો : બારીમાંથી.

પપ્પા : તે કઈ રીતે?

દીકરો : કાલે મોટી બહેને એક છોકરાને કહ્યું હતું,

જાન, બારીમાંથી નીકળી જા.