સોનુ નિગમ પોતાના દીકરાને ક્યારેય ભારતમાં સિંગર નહિ બનાવે, જણાવ્યું આ કારણ.

0
300

આ કારણે સોનુ નિગમ પોતાના દીકરાને સિંગર નથી બનાવવા માંગતા, કહ્યું – ભારતમાં… બોલીવુડમાં હંમેશા કલાકારોની સાથે સાથે તેમના બાળકોની પણ ચર્ચા થતી રહે છે. ફેન્સ કલાકારોની સાથે તેમના બાળકો વિશે જાણવા માટે પણ આતુર હોય છે. ન માત્ર અભિનેતા અથવા અભિનેત્રીઓ, પરંતુ સિનેમાના પ્રખ્યાત ગાયકો સાથે પણ આવું જ થાય છે. અને હાલમાં બોલીવુડના સૌથી મોંઘા અને લોકપ્રિય ગાયક સોનુ નિગમ સાથે પણ કંઈક આવું જ થયું.

આજના સમયમાં દેશ-વિદેશમાં પોતાની વિશેષ ઓળખ ધરાવનાર દિગ્ગ્જ ગાયક સોનુ નિગમે એક ઇન્ટરવ્યુમાં ભાગ લીધો હતો. અહીં તેમણે પોતાની સાથે જોડાયેલી ઘણી બધી વાતો કરી, અને તેમણે પોતાના પુત્રની કારકિર્દી વિશે પણ મોટો ખુલાસો કર્યો. જ્યારે સોનુ નિગમને તેમના પુત્રના ગાયક બનવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ખૂબ જ ચોંકાવનારો જવાબ આપ્યો.

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ગાયક સોનુ નિગમે મોટો ખુલાસો કર્યો છે. તેમને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, શું તેમનો પુત્ર પણ ગાયક બનવા માંગે છે? તેના જવાબમાં બોલીવુડ ગાયકે કહ્યું, “સાચું કહું તો હું નથી ઇચ્છતો કે તે ગાયક બને, ઓછામાં ઓછું આ દેશમાં નહીં. આમ તો હવે તે ભારતમાં રહેતો નથી. તે દુબઈમાં રહે છે, મેં તેને પહેલાથી જ ભારતમાંથી હાંકી કાઢ્યો છે.” સોનુ આગળ જણાવે છે કે, “મારો પુત્ર હાલમાં યુએઈનો ટોપ ગેમર છે.”

પોતાના દીકરા નેવાન વિશે વાત કરતાં સોનુ નિગમે કહ્યું કે, “એક ગેમ છે જેનું નામ ફોર્ટનાઇટ છે, અને તે તેમાં ટોચનો ગેમર છે. તે ખૂબ જ ટેલેન્ટેડ બાળક છે જેમાં ઘણી ક્વોલિટી છે. હું તેને જણાવવા નથી માંગતો કે તેણે શું કરવાનું છે. જોઈએ કે તે પોતાના માટે શું કરવા માંગે છે.”

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, સોનુએ વર્ષ 2002 માં અભિનેત્રી મધુરિમા સાથે લગ્ન કર્યા હતા. આ અગાઉ બંનેનો 7 વર્ષ સુધી લાંબો અફેર ચાલ્યો હતો. તે બંને વચ્ચે 14 વર્ષનું અંતર છે, જોકે તેમાં છતાં બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શાનદાર જોડીઓમાં શામેલ છે. સોનુ નિગમ જેટલા પોતાના ગીતો માટે હેડલાઇન્સમાં રહે છે, એટલા જ તે પોતાની લવ સ્ટોરીને કારણે પણ હેડલાઇન્સમાં રહે છે.

sonu nigam family
sonu nigam family

‘ઈશ્વર કા વો સચ્ચા બંદા’…

સોનુ નિગમના ચાહકોને તેમનું તાજેતરના રિલીઝ થયેલું ગીત ‘ઈશ્વર કા વો સચ્ચા બંદા’ ઘણું પસંદ આવી રહ્યું છે. આ નવા ગીત વિશે વાત કરીએ તો આ ગીત ‘વૈષ્ણવ જન’ નું હિન્દી વર્ઝન છે. ગાયક સોનુ નિગમે આ ગીત દુબઈમાં રહીને તૈયાર કર્યું છે. રિલીઝ થયા પછી આ ગીત ચાહકોની જીભ પર ચડી ગયું છે. સોનુ વીતેલા દિવસોમાં સતત આ ગીતનું પ્રમોશન કરતા જોવા મળ્યા હતા.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.