ખરા જીવનના હીરો અક્ષય કુમાર અને સોનુ સૂદને ભારત રત્ન આપવાની સોશિયલ મીડિયા ઉપર માંગણી જોરમાંર

0
120

લોકોની મદદ કરી અસલી હીરો બન્યા અક્ષય કુમાર અને સોનુ સૂદ, સોસીયલ મીડિયા ઉપર થઇ ભારત રત્ન આપવાની માંગણી

સોશિયલ મીડિયા પર ફેન્સ પોતાના દિલની વાત ખુલીને કરે છે. ઘણીવાર તેઓ કોઈ માંગણી પણ કરે છે. એવામાં રવિવારે ભારત રત્ન ટ્વીટર પર ટ્રેંડ કરવા લાગ્યું. હકીકતમાં, ફેન્સ અભિનેતા સોનૂ સૂદ અને અક્ષય કુમારના કામોને જોતા તેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્ન આપવાની માંગણી કરવા લાગ્યા છે.

અક્ષયના વખાણ લોકો ફક્ત કોવિડ – 19 દરમિયાન પીએમ કેયર્સ ફંડમાં 25 કરોડ રૂપિયાના આર્થિક યોગદાન આપવા માટે જ નથી કરી રહ્યા છે, પણ વર્ષ 2019 માં થયેલા પુલવામાં અટેકમાં શહીદ થવાવાળા પરિવારોની મદદની સાથે સાથે અસમ, ચેન્નઈમાં આવેલ પૂર દરમિયાન કરવામાં આવેલી મદદ માટે પણ કરી રહ્યા છે.

તેમજ, સોનૂ સૂદ માટે પણ ભારત રત્ન આપવાની માંગણી થઈ રહી છે. સોનૂ સૂદની પ્રશંસા હજારો પ્રવાસી કામદારોને તેમના ઘરે પહોંચાડવા, કોરોના યોદ્ધાઓને રહેવા માટે પોતાની હોટલ આપવા અને પંજાબના ડોક્ટર્સ માટે પીપીઈ કીટ દાન કરવા માટે કરી રહ્યા છે.

ફેન્સે માંગણી કરી છે કે, તેમને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવવા જોઈએ. એક યુઝરે લખ્યું, ‘અક્ષય અને સોનુએ દિલથી લોકોની મદદ કરી છે. તે ભારત રત્નના હકદાર છે.’ એક યુઝરે લખ્યું કે, આ બંને કલાકારોએ દેશ પ્રત્યે પોતાનો પ્રેમ દેખાડ્યો છે. બંને જ સારા કલાકારની સાથે સાથે સારા માણસ પણ છે.

તમને જણાવી દઈએ કે, ભારત રત્ન ટ્રેંડ થવાનું ત્યારે શરૂ થયું જયારે બિઝનેસમેન અને સ્તંભકાર સુલેહ સેઠે પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવની જયંતિ પર તેમને ભારત રત્નથી સમ્માનિત કરવાની માંગણી કરી. આ પહેલા કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા ભૂપેન હજારિક (મરણોપરાંત), લતા મંગેશકર, રવિ શંકર જેવા દિગ્ગજોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી ચુક્યા છે.

તેમજ, જો અક્ષય કુમારની વાત કરીએ, તો તેમને વર્ષ 2009 માં ભારત સરકાર પદ્મશ્રીથી સમ્માનિત કરી ચુકી છે. તેના સિવાય તેમને રુસ્તમ અને પેડમેન માટે નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યો છે. જો કે, સોનૂ સૂદને અત્યાર સુધી કોઈ પણ એવું સમ્માન મળ્યું નથી. પણ સતત મદદ કરવાને કારણે તેમની ફેન ફોલોઇંગ ઘણી વધી ગઈ છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.