આ મહિને સોનમ કપૂરને બીજી વાર લાગ્યો ચૂનો, ગુસ્સામાં કરી એવી ટ્વીટ કે લોકોએ બરાબરની ટ્રોલ કરી

0
2335

બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અને સોશિયલ મીડિયા ટ્રોલર્સ વચ્ચે 36 નો આંકડો હંમેશાથી રહેલો છે. હાલમાં જ એમની એક ટ્વીટ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. ગુરુવારે એક્ટ્રેસે ટ્વીટ કરી બ્રિટિશ એયરવેઝ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. સોનમ કપૂરે પોતાની ટ્વીટમાં એ જણાવ્યું કે, એવી ત્રીજીવાર થયું છે જયારે મેં બ્રિટિશ એયરવેઝથી આ મહિને મુસાફરી કરી. અને આ બીજી વાર થયું છે જયારે આ એયરલાઈને મારા બેગ ખોઈ નાખ્યા. મને લાગે છે કે મેં હવે પાઠ શીખી લીધો છે.

સોનમની આ ટ્વીટ પછી લોકોએ એમના બેગ ખોવાઈ જવાના દુઃખમાં આશ્વાશન આપવાની જગ્યાએ તેમને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. લોકો તેમની ટ્વીટ પર જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે, અને તેમને ટ્રોલ કરી મજા લઇ રહ્યા છે. આવો જોઈએ લોકોએ તેમને કેવી ટ્રોલ કરી.

 

 

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.