સોનમ અને આનંદ આહુજા છે બોલીવુડના સૌથી અમીર કપલ્સ, કમાણીમાં આપે છે બધાને ટક્કર.

0
130

તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય એટલા કરોડ કમાય છે સોનમ અને આનંદ આહુજા, કહેવાય છે બોલીવુડની સૌથી…

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર હંમેશા તેના ઉત્તમ ફેશન સેંસને લઈને ચર્ચામાં રહે છે. તેની એક એક તસ્વીર ઉપર લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ મળે છે. સોનમ કપૂરે બોલીવુડ માંથી બહાર બિજનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે. આનંદના બિજનેસનું દુનિયામાં એક મોટું નામ છે.

આનંદ આહુજાની વાત કરીએ તો તેની વાર્ષિક કમાણી 450 મીલીયન યુએસ ડોલર છે, તેને જો ભારતીય રૂપિયામાં બદલીએ તો તે 300 કરોડ રૂપિયા થશે. આમ તો આનંદ અને સોનમ બોલીવુડના સૌથી શ્રીમંત દંપત્તિની યાદીમાં જોડાયેલ છે. આ દંપત્તિની કમાણી જો જોડી દેવામાં આવે તો બંનેની વર્ષની કમાણી 3085 કરોડ રૂપિયા છે. આમ તો તે ઇન્ડસ્ટ્રીના એક ઘણા સફળ અને સૌથી શ્રીમંત જોડી છે.

સોનમ-આનંદે જણાવ્યું લગ્ન કરવાનું સાચું કારણ : વર્ષ 2018માં સોનમ અને આનંદે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી મીડિયા સાથે વાતચીત કરતી વખતે બંનેએ કહ્યું હતું કે તે લગ્ન માત્ર કુટુંબ વાળાને કારણે થયા છે. જયારે અમે એક બીજાના લગ્ન પહેલા પણ ઘણા નજીકથી ઓળખતા હતા અને ડેટ કરી રહ્યા હતા. કુટુંબ વાળા અને મિત્રોની ખુશી માટે અમે એક બીજા સાથે લગ્ન કર્યા.

સોનમ અને આનંદે કહ્યું હતું કે અમારા બંનેના સંબંધ લગ્ન પહેલા જ એટલા મજબુત હતા કે લગ્નનું નામ મળે કે ન મળે અમને કોઈ ફરક પડતો ન હતો. સાથે જ એ પણ કહ્યું કે અમારા સંબંધ લગ્ન પહેલા જે હતા, તે લગ્ન પછી પણ જળવાઈ રહેશે. અમારા બંનેના સંબંધમાં દિવસેને દિવસે પ્રેમ ભળતો ગયો અને અમે એક બીજા સાથે હંમેશા મજબુતી સાથે ઉભા રહેશું.

મીડિયા અહેવાલ મુજબ આનંદ અને સોનમ એક બીજા સાથે વધુ સમય નથી પસાર કરી શકતા. બંને પોત પોતાની કારકિર્દીમાં વ્યસ્ત રહે છે અને એ કારણ છે કે તે એક બીજા સાથે વધુ ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા. તેના વિષે સોનમ માને છે કે વધુ ટાઈમ સ્પેન્ડ ન કરી શકવા છતાં પણ સંબંધોમાં કોઈ ફેરફાર નથી પડતો.

તેના ઈન્ટરવ્યુંમાં સોનમ કપૂરે કહ્યું હતું કે આનંદનું મુંબઈમાં હંમેશા કામ રહે છે અને તે તેનો મોટાભાગનો સમય મુંબઈમાં જ પસાર કરે છે. અને હું દિલ્હી અને લંડનમાં વધુ રહું છું, એ કારણે અમે અમારા કામના સમયમાં વધુ ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા. સોનમ કપૂરના વર્કફ્રંટની વાત કરીએ તો તેણે તેની અભિનય કારકિર્દીની શરુઆત વર્ષ 2007 માં રીલીઝ થયેલી ફિલ્મ સાંવરિયાથી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર એકદમ ફ્લોપ રહી પરંતુ સોનમે હિંમત ન હારી અને તે સતત આગળ વધતી રહી.

સોનમે સાંવરિયા પછી દિલ્હી-6, આઈ હેટ લવ સ્ટોરી, મૌસમ, ભાગ મીલ્લા ભાગ, રાંઝણા, નીરજા, પૈડમૈન અને વિરે દી વિદીંગ જેવી ઘણી ઉત્તમ ફિલ્મોમાં કામ કર્યું છે. સોનમ છેલ્લી વખત ફિલ્મ જોયા ફેક્ટરમાં જોવા મળી હતી. આ ફિલ્મને દર્શકોએ વધુ પસંદ ન કરી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.