લગ્નની 17 મી વર્ષગાંઠ પર ભાવુક થઈ સોનાલી બેન્દ્રે, કહ્યું – ‘ગયા વર્ષ આ દિવસે….’

0
410

ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકેલી બોલીવુડ હિરોઈન સોનાલી બેન્દ્રે પોતાના લગ્નની એનીવર્સરી મનાવી રહી છે. આ સમયે તેમણે પોતાના પતિ માટે એક ભાવુક નોટ લખી. આ નોટમાં તેમણે પોતાના પતિનો આભાર પણ વ્યક્ત કર્યો. બોલીવુડ હિરોઈન સોનાલી બેન્દ્રે પોતાના જીવનમાં ઘણા બધા ઉતાર ચડાવ પણ જોઈ ચુકી છે. એટલું જ નહિ, થોડા દિવસો પહેલા તે જીવનની જંગને જીતી વતન પાછી ફરી છે, જેને કારણે જ આ વખતે તે એનીવર્સરી ઉપર ઘણી ભાવુક થઇ ગઈ, જેના માટે એક નોટ પણ શેયર કરી.

ફિલ્મી દુનિયાથી દુર થઈ ચુકેલી સોનાલી બેન્દ્રે આ દિવસોમાં પોતાના ડ્રેસિંગ સેંસને કારણે જ સમાચારોમાં છે. ખાસ કરીને ગયા વર્ષે જ સોનાલી બેન્દ્રે કેન્સરનો ભોગ બની ગઈ હતી, જેના માટે ઈલાજ માટે તે વિદેશ પણ ગઈ હતી. વિદેશમાં તેમણે પોતાનો ઈલાજ કરાવ્યો, અને પછી તે ભારત પછી આવી શકી. ભારત પાછા આવ્યા પછી સોનાલી બેન્દ્રેના ફેંસ ઘણા જ વધુ ખુશ જોવા મળ્યા. આમ તો હજુ પણ સોનાલી બેન્દ્રેની હાલત વધુ સારી નથી થઇ, પરંતુ તે હવે ભય મુક્ત છે.

એનીવર્સરી ઉપર ભાવુક થઈ સોનાલી બેન્દ્રે :

બોલીવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ પોતાની એનીવર્સરીના સમયે લખ્યું કે, ગયા વર્ષે આ દિવસે અમે બધા હોસ્પિટલમાં હતા, કેમ કે મારો કેન્સરનો ઈલાજ ચાલી રહ્યો હતો. તે સમયની સ્થિતિ વધુ સારી ન હતી. પરંતુ મને મારા કુટુંબે હંમેશા હિંમત આપી. ત્યાર પછી મારા કુટુંબે બે વસ્તુ જોઈ, જેમાં એક કેન્સરનો સમય હતો, તો એક તેના પછીનો. પરંતુ મેં હિંમત ન હારી અને તે બધું મારી ફેમીલીના કારણે જ થયું. જણાવી આપીએ કે સોનાલી બેન્દ્રેના પતિ ગોલ્ડીએ તેને તે સમયે એક મિનીટ માટે પણ નથી છોડ્યા અને તેની ઘણી જ કાળજી રાખતા હતા.

ગોલ્ડીએ મારું સંપૂર્ણ ધ્યાન રાખ્યું – સોનાલી બેન્દ્રે :

લગ્નની એનીવર્સરી ઉપર નોટ શેયર કરતા સોનાલી બેન્દ્રેએ લખ્યું કે, મારા પતિ એટલે ગોલ્ડીએ તે સમયે પોતાના કામને પણ મારા માટે ટાળી દીધા હતા, અને માત્ર મારું ધ્યાન રાખતા હતા, જેથી હું સાજી થઈ શકું. એટલું જ નહિ તે સમયે તે વસ્તુનું પણ ધ્યાન રાખતા હતા કે મને કોઈ વાતની તકલીફ ન થાય. સોનાલી બેન્દ્રેના પતિ તેની સાથે ઘણો પ્રેમ કરે છે. તેવામાં પોતાની પત્ની માટે તેમણે ઘણા કામ કાજ પણ છોડી દીધા અને તેણે ઠીક કરાવીને જ ભારત આવ્યા.

This day, last year… we were in New York at the hospital. Since then, the Bendre-Behls have identified two time…

Sonali Bendre Behl ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಮಂಗಳವಾರ, ನವೆಂಬರ್ 12, 2019

પતિનો માન્યો આભાર – સોનાલી બેન્દ્રે :

પોતાના કેન્સરના દિવસોને યાદ કરતા સોનાલી બેન્દ્રેએ પોતાના પતિનો આભાર વ્યક્ત પણ કર્યો. તે દરમિયાન તેમણે જણાવ્યું કે, હું તમને ઘણો પ્રેમ કરું છું અને તમે મારો હંમેશા સાથ આપ્યો. તેના માટે આભાર. સોનાલી બેન્દ્રે માટે ગોલ્ડી ઘણા જ વધુ સેંસેટીવ છે અને તેના માટે કાંઈ પણ કરવા તૈયાર રહે છે. એટલું જ નહિ બંને એક બીજા સાથે જ પોતાને પૂર્ણ અનુભવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.