90 કિલોની સોનાક્ષી સિન્હાએ આવી રીતે ઘટાડ્યું પોતાનું 30 કિલો વજન, તમારા માટે છે આ ટિપ્સ.

0
2925

બોલીવુડની હિરોઈન સોનાક્ષી સિન્હાએ ફિલ્મોમાં આવવા માટે પોતાનું વજન ૩૦ કિલો ઘટાડ્યું હતું. સોનાક્ષી ફિલ્મોમાં આવતા પહેલા ૯૦ કિલોની હતી. સોનાક્ષીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દબંગ સલમાન ખાનના કહેવાથી પોતાનું વજન ઓછું કર્યું હતું. પોતાના એક ઈન્ટરવ્યુંમાં સોનાક્ષીએ જણાવ્યું હતું કે, જીમ ગયા પછી તેમણે ક્યારે પણ પોતાનું વજન ચેક ન કર્યું. તો આવો જાણીએ સોનાક્ષીએ કેવી રીતે પોતાનું વજન ઓછું કર્યું? અને તમે કઈ ટીપ્સ અપનાવી શકો છો.

સોનાક્ષી સિન્હાએ વજન ઘટાડવા માટે શાહિદ કપૂરના ટ્રેનરને હાયર કર્યો હતો. તેમણે કાર્ડિયો, સાયકલીંગ, સ્વીમીંગ, પ્લેઇંગ ટેનીસ, જીમ અને હોટ યોગા સાથે જ ડાયટ પ્લાન ફોલો કરીને વજન ઘટાડ્યું હતું. સોનાક્ષી સિન્હા ફૂડ લેતી હતી. પરંતુ જયારે તેમણે વજન ઓછું કરવાનું નક્કી કર્યું તો હેલ્દી ફૂડ ખાવાનું શરુ કર્યું, અને પોતાને હાઈડ્રેટ રાખવા માટે વધુમાં વધુ પાણી પીવાનું શરુ કર્યું.

કસરત દરમિયાન સોનાક્ષી સિન્હાએ હાઈપ્રોટીન અને લો કર્બ ડાયટ લીધું. પોતાની કમરને પાતળી કરવા માટે સોનાક્ષીએ ઘણી કસરત કરી અને સંપૂર્ણ રીતે ડાયટ પ્લાનને ફોલો કર્યો. તેમણે મેટાબોલીઝમ એટલે કે ખોરાકનું પાચન વધારવા માટે દર બે કલાકના અંતરે થીડું થોડું ખાધું. મોડી રાત્રે ડીનર કરવાને બદલે વહેલા ડીનર કરવાનું શરુ કર્યું.

સૌથી પહેલા તો સવારે ઉઠીને એક ગ્લાસ ગરમ પાણી પીવો.

ગરમ પાણીમાં લીંબુ અને મધ ભેળવીને પીવો, તેનાથી તમને ફરક જોવા મળશે.

નાસ્તામાં ઓછી ચરબી વાળી વસ્તુ ખાવ. એક ટોસ્ટથી વધુ ન લો.

નાસ્તાના બે કલાક પછી તમે હાઈ ફૂડસ અને એક ગ્લાસ ગ્રીન ટી લો.

લંચમાં સલાડ સાથે જ ઘરની બનેલી રોટલી ખાવ.

જો વજન ઓછું કરવું છે, તો બહારનું ખાવાનું એકદમ બંધ કરી દો.

સાંજે એક ગ્લાસ ગ્રીન ટી અને ફળ ખાવ.

ડીનરમાં દાળ, શાક લો. જે લોકો માંસાહાર કરે છે તે માછલી લઈ શકે છે.

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એને રોજ નિયમિત રીતે અમલમાં મુકવામાં આવે તો તમે પણ પોતાનું વજન ઓછું કરી શકો છો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.