સોનાક્ષી સિન્હાની માં આ અભિનેતા સાથે કરાવવા માંગે છે એના લગ્ન, નામ જાણીને કહેશો એકદમ સાચી ચોઈસ છે.

0
2728

મિત્રો એ વાત એકદમ સાચી છે કે, જેમ જેમ દીકરી મોટી થાય છે તેમ તેમ માં બાપને તેના લગ્નની ચિંતા થવા લાગે છે. અને માં ને આ વાતની સૌથી વધારે ચિંતા રહેલી હોય છે. દુનિયાની દરેક માં એવું જ ઈચ્છે છે કે, તેની દીકરી યોગ્ય ઉંમરમાં લગ્ન કરીને એક સારા ઘરમાં સેટ થઈ જાય. માં એવું જ ઈચ્છે છે કે, એની દીકરીને એક એવો પતિ મળે જે સુખ દુ:ખમાં એની દીકરીનો સાથ આપે.

પછી ભલે માં કોઈ સામાન્ય માણસની હોય કે સેલીબ્રેટીની, પોતાની દીકરી માટે તે સુરક્ષિત અને સુખી ભવિષ્યની કામના કરે છે. અને આ લગ્નની સિઝનમાં આજકાલ બોલીવુડની અભિનેત્રી સોનાક્ષી સિન્હાની માં પણ પોતાની દીકરીના લગ્નને લઈને ઘણી ટેન્શનમાં છે. તે એવું ઈચ્છે છે કે, તેમની દીકરી જલ્દી લગ્ન કરીને એક સારા ઘર-કુટુંબમાં સેટલ થઇ જાય.

એટલે હાલમાં સોનાક્ષીની માં પોતાની દીકરી માટે એક ઉત્તમ જમાઈ શોધી લીધો છે. બોલીવુડ ટાઉન માંથી મળેલા સમાચાર અનુસાર, સોનાક્ષી સિન્હાની માં પુનમ સિન્હાને જેવો જમાઈ જોઈએ છે, એવી ખાસિયત વાળો એક છોકરો બોલીવુડમાં જ રહેલો છે. અને પુનમ સિન્હાએ પોતે એક ટેલીવિઝન શોમાં કહ્યું હતું કે, તેમને સોનાક્ષીના પતિ તરીકે બોલીવુડનો એક કલાકાર ખુબ ગમે છે. અને તે પોતાની દીકરી માટે એવો જમાઈ ઈચ્છે છે.

મિત્રો, જાણકારી માટે જણાવી દઈએ કે, સોનાક્ષીની માં ને સોનાક્ષી માટે જે કલાકાર પસંદ છે, તે બીજો કોઈ નહિ પણ રણબીર કપૂર છે. આમ તો રણબીર કપૂર ઉપર લાખો છોકરીઓ ફિદા છે. અને અત્યારે તો રણબીર હાલમાં બોલીવુડનો મોસ્ટ એલીજીબલ બ્રેકચર છે.

પુનમ સિન્હાએ સ્ટાર પ્લસના શો ‘નચ બલીયે ૮’ ના ગ્રેડ ફિનાલેમાં એવું જણાવ્યું હતું કે, એમને રણબીર કપૂર જેવો સ્માર્ટ અને ગુડ લુકિંગ છોકરો પોતાની દીકરી માટે જોઈએ છે. અને જયારે એમને એવું પૂછવામાં આવ્યું કે, સોનાક્ષી ક્યારે લગ્ન કરશે? ત્યારે પુનમે જણાવ્યું કે, જયારે તે પોતે લગ્ન માટે તૈયાર થશે ત્યારે તેના લગ્ન કરાવી દેવામાં આવશે.

સોનાક્ષીનો જન્મ ૨ જુન ૧૯૮૭ ના રોજ પટના (બિહાર) માં થયો હતો. સોનાક્ષી સિન્હા પોતાના જમાનાના જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિંહાની દીકરી છે. અને સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ’ થી પોતાના હીટ કેરિયરની શરૂઆત કરનાર સોનાક્ષી સિન્હાનું નામ આજે બોલીવુડની ઉત્તમ અભિનેત્રીઓમાં શામેલ છે. અને સલમાન ખાનના કહેવા પર જ સોનાક્ષી ફિલ્મમાં આવી શકી હતી. સલમાન ખાનના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ ‘દબંગ’ સુપરહિટ થઇ અને આ ફિલ્મે રાતો રાત સોનાક્ષીને સ્ટાર બનાવી દીધી.

ત્યારબાદ ‘દબંગ ૨’ માં પણ સોનાક્ષી સિન્હાને જ મુખ્ય અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી. અને આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઇ. ત્યારબાદ તેમણે ‘આર રાજકુમાર’, ‘લુટેરા’, ‘રાઉડી રાઠોડ’, ‘ફોર્સ ૨’, ‘અકીરા’, અને ‘નુર’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. એમની દરેક ફિલ્મોમાં એમના અભિનયને દર્શકોએ વખાણ્યો છે. અને આજે સોનાક્ષી બોલીવુડની ટોપ હિરોઈનો માંથી એક છે.