આ વ્યક્તિ પાસે છે 7000 કારો, 22 કેરેટ સોનાના ડોમનો મહેલ, સોનાનું વિમાન, જેણે જોયું ચકિત રહી ગયો.

0
2111

આપણી દુનિયા ઘણી વિચિત્ર છે. અહી તમને દરેક જગ્યા પર ભિન્નતા જોવા મળશે. અને આ દુનિયામાં રહેલા લોકોના શોખ પણ અલગ અલગ હોય છે. જો કે પોતાના શોખને પુરા કરવા માટે પૈસાની પણ જરૂરત પડે છે. આપણી દુનિયામાં આમ તો ઘણા બધા અમિર લોકો છે, એમાંથી અમુક પોતાના પૈસાનો શો કરે છે, તો અમુક નથી કરતા.

આજે અમે તમને એક એવા પૈસાદાર વ્યક્તિ વિષે જણાવવાના છીએ જેમના શોખ બીજાથી અલગ છે. અને એ વ્યક્તિ છે બ્રુનેઇના સુલતાન હસનલ બોલ્કિયાહ (Hassanal Bolkiah). જણાવી દઈએ કે, એમની ગણતરી પણ દુનિયાના સૌથી રહીશ લોકોમાં થાય છે. હસનલ બોલ્કિયાહ સુલતાન તો છે, પણ સાથે સાથે એક બિઝનેસ મેન પણ છે.

અને સુલતાન હસનલ બોલ્કિયાહને પોતાની સંપત્તિ દેખાડવાનો શોખ છે. સુલતાન હસનલ બોલ્કિયાહ સોનાના વિમાનમાં મુસાફરી કરે છે. તેમનો સોનાથી બનેલો મહેલ છે અને તે મહેલનું નામ નુરૂમ પેલેસ છે. નુરૂમ પેલેસ 20 લાખ સ્કેવેર ફિટમાં બન્યો છે. આ મહેલને બનાવવા માટે 2 હાજર 387 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. આ મહેલ 1984 માં બનાવ્યો હતો. અને આ મહેલમાં 1788 રૂમ છે, જેમાંથી 257 ફક્ત બાથરૂમ છે.

આ મહેલ આખો સોનાનો નથી, પણ એનો ડોમ 22 કેરેટ સોનાથી મઢેલો છે. જે તમે ફોટામાં જોઈ શકો છો. સાથે આ મહેલમાં 110 કારોનું ગેરેજ, પોલોની રમતમાં ઉપયોગ થનારા ઘોડા માટે ઍરકંડીશનર તબેલો અને 5 સ્વિમિંગ પુલ છે. સુલતાનના આ મહેલને બીજિંગના ફોરવિંદન સીટી પછી દુનિયાનો સૌથી મોટો પેલેસ માનવામાં આવે છે.

જણાવી દઈએ કે સુલતાન હસનલને કાર પણ ખુબ પસંદ છે. તેમની પાસે તેમની મનપસંદ 7000 કરો છે. તેમજ તેમનું પોતાનું સોનાનું વિમાન પણ છે. જાણકારી મુજબ 2008 માં હસનલની સંપત્તિ 1373 અબજ રૂપિયા ગણવામાં આવી હતી. ત્યાં 2009 માં વૈશ્વિક મંદીના વચ્ચે પણ બ્રુનેઇ રૂઢિવાદી ઈકોનોમીના કારણે તેમની સંપત્તિમાં ત્યારે પણ કોઈ કમી આવી નહિ.

જાણકારી માટે જણાવી દઈએ કે, 1980 સુધી સુલતાન હસનલ બોલ્કિયાહ દુનિયાના સૌથી અમીર માણસ હતા. પણ 1990 માં દુનિયાના સૌથી આમિર માણસ બિલ ગેટ્સ બની ગયા. અને હવે જેફ બેઝોસ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. પરંતુ સુલતાન હસનલ બોલ્કિયાહ આજે પણ કોઈ જગ્યાએ જાય છે, તો એમને જોઇને લોકોના મોં ખુલા રહી જાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.