દીકરાઓના છે આલીશાન મકાન, છતાંપણ ભટકી રહ્યા છે ‘ભગવાન’, દુઃખ ભરેલી છે વૃદ્ધ માં-બાપની સ્ટોરી

0
2114

માતા પિતાને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે. એમની સેવા કોઈ તીર્થથી ઓછી નથી હોતી. પણ આજકાલના સમયમાં અમુક દીકરાઓ પોતાના વૃદ્ધ માં-બાપને બોજ સમજવા લાગ્યા છે. દીકરાઓ પોતાના આલીશાન મકાનમાં ભાડુઆત રાખી શકે છે, પણ પોતાના માં-બાપ માટે એમની પાસે જગ્યા નથી. અને એ જ કારણ છે કે આપણા દેશના વૃદ્ધાશ્રમોમાં દિવસે ને દિવસે વૃદ્ધોની સંખ્યા વધતી જઈ રહી છે. આગરાના રામલાલ વૃદ્ધાશ્રમમાં રહેતા અમુક એવા જ માં-બાપે પોતાનું દુઃખ લોકો સાથે વહેંચ્યું છે. એમનું કહેવું છે કે વહુ અને દીકરાઓએ અમારી સાથે પારકા જેવો વ્યવહાર કર્યો અને ઘરમાંથી કાઢી મુક્યા.

નાઈની મંડીના રહેવા વાળા ઉમેશ ચંદ્રની સ્ટોરી ઘણી દુઃખ ભરેલી છે. એમણે જે દીકરાના મોઢા પર સ્મિત લાવવા માટે નાની-મોટી ખુશીઓ ચોરી, એ જ દીકરાએ પોતાના પિતા પર ચોરીનો આરોપ લગાવી એમને ઘરમાંથી કાઢી મુક્યા. એમના દીકરાના બે મકાન છે, પણ પિતા વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબુર છે. એમનું કહેવું છે કે દીકરો ઘરમાં ભાડુઆત તો રાખી શકે છે, પણ પિતાને નથી રાખી શકતો. પહેલા તો એ કયારેક કયારેક મળવા માટે આવતો હતો, પણ હવે તો મળવા પણ નથી આવતો. ક્યારેક ક્યારેક દીકરી મળવા માટે આવે છે, તો એમાં પણ દીકરાને વાંધો પડે છે.

અર્જુન નગરના સુનહરીલાલ વર્માના ત્રણ દીકરા છે. એક દીકરો વિદેશમાં રહે છે. સુલ્તાનપુરામાં શરાફી(सराफा) ની દુકાન છે. એમની પાસે બધું હતું. અને જે દીકરાઓ માટે એમણે ધન સંપત્તિ ભેગી કરી હતી, એજ દીકરાઓએ એમને ઘરની બહાર કાઢી મુક્યા. ત્યારબાદ સુનહરીલાલે રામલાલ વૃદ્ધાશ્રમમાં શરણ લેવી પડી. એમનું કહેવું છે કે, કારોબાર હાથમાં આવ્યા પછી દીકરાઓ એમની સાથે પારકા જેવો વ્યવહાર કરવા લાગ્યા. એમને ન તો સમયસર જમવાનું મળતું હતું અને ન તો બીમાર થવા પર દવાઓ. કયારેક ક્યારેક દીકરાઓ મળવા આવે છે, પણ તે દીકરાને મળતા નથી. કારણ કે એવા દીકરાઓને શું મળવું જેમના જીવનમાં પિતાનું કોઈ મહત્વ જ ન હોય.

શહેરમાં ત્રણ મકાન અને એક દુકાનના માલિક છે ભગવાન સ્વરૂપ ગુપ્તા. પરંતુ સમય બદલાયો અને આજે બંને પતિ-પત્ની વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબુર છે. એમની વહુ એમને ગાળો દેતી હતી, અને દીકરો માં-બાપને મારવા માટે રોવોલ્વર સામે કરી દેતો હતો. દીકરાએ બંનેને એ કહીને ઘરની બહાર કાઢી નાખ્યા કે, ઘરમાં એમના માટે કોઈ જગ્યા નથી. એમનું કહેવું છે કે વહુ અને દીકરાએ પ્રોપર્ટી માટે મારુ મરણનું પ્રમાણપત્ર પણ બનાવી નાખ્યું. એક-બે વાર દીકરો મળવા માટે આવ્યો છે, પણ અમે એને મળવાની ના પાડી દઈએ છીએ.

ટેડી બગિયાના રહેવાવાળા રાજેન્દ્ર શર્મા અને એમની પત્ની ઓમવતીનું પોતાનું મકાન અને દુકાન છે. પણ માતા-પિતાને દીકરો પોતાની સાથે નથી રાખતો. વહુએ બંનેને એક દિવસ કહ્યું કે, તમને રૂમમાં બંધ કરીને કેરોસીન નાખીને સળગાવી દઈશ, જેથી એમનો પીછો છૂટી જાય. પોતાના લોકોના ધુત્કાર અને જુલમથી કંટાળીને વૃદ્ધ દંપતીએ પોતાનું ઘર છોડીને આશ્રમમાં આશરો લેવો પડ્યો. દંપતીનું કહેવું છે કે, અમને વહુના વ્યવહારથી કોઈ ફરક નથી પડતો. પણ જયારે અમારો દીકરાએ જ સાથ નહિ આપ્યો તો અમે ત્યાં કઈ રીતે રહી શકીએ છીએ.

રામલાલ વૃદ્ધાશ્રમના અધ્યક્ષ શિવ પ્રસાદ શર્માએ જણાવ્યું કે, આશ્રમમાં શહેરના એવા ઘણા બધા વૃદ્ધ લોકો છે, જે સમૃદ્ધ પરિવારમાંથી છે. એમના દીકરાઓ પાસે પૈસાની કમી નથી, પણ તેઓ માં-બાપને સાથે નથી રાખતા. આશ્રમમાં આવા વૃદ્ધોની સંખ્યા સતત વધતી જઈ રહી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.