માં માટે દીકરો બન્યો ‘ડુપ્લીકેટ’ જેથી મમ્મી પાસ કરી શકે ડ્રાઈવિંગ ટેસ્ટ

0
790

કોઈ પણ વ્યક્તિ માટે તેના જીવનમાં માં નું સ્થાન સૌથી ઊંચું હોય છે. માં માટે લોકો કાંઈ પણ નથી કરી શકે છે. પણ જો માં માટે કાયદો પણ તોડવો પડે તો તેનું પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવું પડે છે. એવો જ એક કિસ્સો બન્યો બ્રાઝિલમાં, જેને સાંભળીને તમે ચકિત રહી જશો.

આ વાત તો આપણને બધાને ખબર છે કે, ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે ગાડી ચલાવીને દેખાડવી પડે છે, જેને ડ્રાઈવિંગ ટેસ્ટ કહેવામાં આવે છે. પણ ઘણા લોકો એવા પણ છે, જે આ ટેસ્ટ આપ્યા વગર લાઈસન્સ મેળવવા માંગે છે. જેના માટે ઘણી વાર તેઓ જુગાડની મદદ લે છે. એવું જ કાંઈક બ્રાઝીલમાં થયું, જ્યાં એક દીકરાનો પ્રેમ પોતાની માતા માટે એટલો વધી ગયો કે, એણે પોતાની 60 વર્ષની માં નો વેશ ધારણ કરી લીધો.

એ પછી તે એમના વેશમાં એમની જગ્યાએ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે ગયો. એના માટે તેણે બહેરુપિયાની જેમ માં નો વેશ ધારણ કરતા એમના જેવો મેકઅપ વગેરે કર્યું, અને ટેસ્ટ આપવા પહોંચી ગયો. અને આ બધા વિષે તેની માં ને પણ ખબર ન હતી. જો ખબર હોત તો કદાચ આ દીકરો આટલી મોટી ભૂલ ન કરતે.

મામલો બ્રાઝીલના પોર્ટો વેલ્હોનો છે. અહીં રહેવા વાળી 60 વર્ષીય મારિયા ત્રણ વાર ડ્રાઈવિંગ ટેસ્ટ આપી ચુકી હતી, પણ એમને સફળતા મળી શકી ન હતી. એવામાં એમના 43 વર્ષીય દીકરા હૈટરે પોતાની માં નો વેશ ધારણ કરીને એમની જગ્યાએ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાનો નિર્ણય કર્યો.

તે એમના જેવો મેકઅપ કરીને, નેકલેસ પહેરીને, બ્લાઉઝ અને સ્કર્ટ પહેરીને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે પહોંચ્યો. એમણે લોકોને મુર્ખ બનાવી જ દિધા હતા, પણ એમનો પ્લાન ત્યારે ઉલ્ટો પડી ગયો જયારે ટેસ્ટ લેવા વાળાને શક થયો.

ડેલી મેલમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, રોન્ડોનીયા સ્ટેટ ટ્રાફિક ડિપાર્ટમેન્ટના (Rondonia State Traffic Department) એક એક્ઝામીનર એલીન મેન્ડોન્કાએ પોલીસને જણાવ્યું કે, ‘એનો વેશ સામાન્ય લાગી રહ્યો ન હતો, પણ મેં પાંચમા કેન્ડિડેટની ટેસ્ટ પુરી કરી હતી તો મારું એના પર થોડું ઓછું ધ્યાન હતું.’

‘જયારે હું કારમાં એમની બાજુમાં બેસી ગયો, તો અમને વિશ્વાસ થઈ ગયો કે તે મહિલાના વેશમાં કોઈ પુરુષ છે. એ પછી તેમણે ઓળખપત્ર માંગ્યું. તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. પછી શું? પોલીસે વ્યક્તને છેતરપિંડીના ગુનામાં પકડીને સાથે લઈ ગઈ.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.