દુનિયાના અમુક એવા દેશ, જ્યાં ક્યારેય થતી જ નથી રાત.

0
687

દુનિયામાં કેટલાક એવા પણ દેશ છે, જ્યાં રાત થતી જ નથી અને હંમેશા સૂર્ય ઉગેલો જ રહે છે, તો આવો જાણીએ આ વિષે.

આમ તો દિવસ અને રાત એક સામાન્ય પ્રક્રિયા છે પરંતુ દુનિયામાં અમુક એવા પણ દેશ છે, જ્યાં રાત થતી જ નથી અને હંમેશા સૂર્ય ઉગેલો રહે છે, તો આવો જાણીએ તે દેશો…

આ વાત વિચારવામાં અને સમજવામાં થોડી અટપટી જરૂર લાગે છે કેમ કે એક સામાન્ય પ્રક્રિયા દિવસ અને રાત એક ચક્રની જેમ ફરે છે. આ પ્રક્રિયામાં દિવસ પછી રાત અને રાત પછી દિવસ થઇ જાય છે, પરંતુ જરા વિચારો જો રાત થાય નહિ તો તમે શું કરશો? તમારા ન જાણે કેટલાં કામ અસ્ત-વ્યસ્ત થઇ જશે. સુવા અને જાગવાની પ્રક્રિયા પણ અલગ જ હશે અને આપણી દિનચર્યા ક્યારે શરુ થશે?

સાંભળવામાં થોડું અટપટુ જરૂર લાગે છે પરંતુ દુનિયામાં ઘણા એવા પણ દેશ છે, જ્યાં સુરજ નીકળે છે પરંતુ રાત થતી નથી અને હંમેશા દિવસનો પ્રકાશ જળવાઈ રહે છે. આવો જણાવીએ તે દેશો વિષે.

ફીનલેંડ

ફીનલેંડ દુનિયાનો એવો દેશ છે, જ્યાં સુરજ 23 કલાક ઉગેલો રહે છે. ફીનલેંડનો અમુક વિસ્તાર એવો પણ છે, જ્યાં ગરમીના દિવસો દરમિયાન 73 દિવસ સુધી સૂર્ય સતત ચમકતો રહે છે. તેને ઝરણાનો દેશ પણ કહેવામાં આવે છે કેમ કે ત્યાં લગભગ 1,87,888 ઝરણા છે. હજારો ઝરણા અને આઈલેંડસથી સુશોભિત થયેલો આ દેશ ઘણો સુદંર અને આકર્ષક છે અને પ્રવાસીઓને તેની તરફ આકર્ષિત પણ કરે છે અહિયાં આખો સમય સૂર્યની રોશનીનો ભરપુર આનંદ ઉઠાવી શકાય છે.

નોર્વે

નોર્વે પહાડોથી ઘેરાયેલો દેશ છે. નોર્વેને ‘લેંડ ઓફ ધ મીડનાઈટ સન’ ના નામથી ઓળખવામાં આવે છે. તેને એ નામથી ઓળખવાનું કારણ એ છે કે અહિયાં મે મહિનાની મધ્યથી જુલાઈ મહિનાના અંત સુધી એટલે કે લગભગ 76 દિવસ સુધી ક્યારે પણ સૂર્ય સંપૂર્ણ રીતે ડૂબતો નથી. અહિયાં રાત્રે પણ સંપૂર્ણ રીતે અંધારું થતું નથી, પરંતુ ઘણું અજવાળું રહે છે. તેના ઉત્તર ભાગમાં ઉનાળાના બે મહિના તો સૂર્ય ડૂબતો જ નથી માત્ર આછું અંધારું થઇ જાય છે.

આઈસલેંડ

ગ્રેટ બ્રિટેન પછી આ યુરોપનું સૌથી મોટું આઈલેંડ છે. અહિયાં તમે રાતના સમયે પણ સૂર્યની રોશનીનો ભરપુર આનંદ ઉઠાવી શકો છો. અહિયાં ફરવું તમારા માટે ઘણું રોમાંચક સાબિત થઇ શકે છે. આઈસલેંડમાં અડધી રાત્રે પણ સૂર્યની રોશની સંપૂર્ણ રીતે ફેલાયેલી રહે છે.

કેનેડા

કેનેડા ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. કેનેડા વર્ષના ઘણા દિવસો સુધી બરફથી ઢંકાયેલો રહે છે. અહિયાં ઉનાળાની ઋતુમાં ઘણા દિવસો સુધી સૂર્ય નથી ડૂબતો એટલે કે તે દિવસોમાં અહિયાં રાતનું અંધારું જોવા નથી મળતું.

અલાસ્કા

અલાસ્કા પોતાની સુંદરતા માટે પ્રસિદ્ધ છે. અહિયાં સુરજની રોશની તેને વધુ સુંદર તો બનાવે જ છે, સાથે જ પ્રવાસીઓને પણ આકર્ષિત કરે છે. અહિયાં મે થી જુલાઈ વચ્ચે હંમેશા સૂર્ય ચમકતો રહે છે. અલાસ્કા પોતાના સુદંર ગ્લેશિયર માટે ઓળખવામાં આવે છે. મે થી લઈને જુલાઈ મહિનામાં ચમકતો બરફ અહિયાંનું મુખ્ય આકર્ષણ છે. અહિયાં રાતના લગભગ 12.30 વાગ્યે સુર્યાસ્ત થાય છે અને 51 મિનીટ પછી ફરીથી સૂર્ય ઉદય થઇ જાય છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.