સોમવારની સાથે સાથે શ્રાવણનો મંગળવાર પણ માનવામાં આવે છે ખાસ, કરો આ ઉપાય બજરંગબલી થશે પ્રસન્ન.

0
954

જેમ કે તમે બધા લોકો જાણો છો કે શ્રાવણ મહિનો દેવોના દેવ મહાદેવને સમર્પિત છે. શ્રાવણ મહિનામાં ભોલેનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ મહિનામાં ભક્ત શિવજીની પૂજા અર્ચના કરીને તેમના આશ્રીવાદ પ્રાપ્ત કરે છે, શ્રાવણ મહિનામાં જે સોમવાર આવે છે, તેને ખુબ જ વિશેષ રીતે માનવામાં આવે છે, પરંતુ શ્રાવણના સોમવાર સાથે સાથે શ્રાવણના મંગળવાર પણ ઘણા વિશેષ માનવામાં આવે છે. મહાબલી હનુમાનજી ભગવાન શિવજીનો જ અવતાર માનવામાં આવે છે.

જે રીતે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજી પોતાના ભક્તોની તમામ મનોકામના પૂરી કરે છે બસ એ રીતે શ્રાવણના મંગળવારે હનુમાનજી અન પોતાના તમામ ભક્તોની ઇચ્છાઓ પૂરી કરે છે. તમે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજી સાથે સાથે મહાબલી હનુમાનજીને પણ પ્રસન્ન કરી શકો છો અને તેમની પાસેથી ઇચ્છિત ફળ પ્રાપ્ત કરી શકો છો, આજે અમે તમને આ પોસ્ટમાં શ્રાવણના મંગળવારના દિવસે ક્યા ઉપાય કરવાથી તમે હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો અને તમારી મનોકામનાઓ પૂરી કરી શો છો, તેના વિષે જાણકારી આપવાના છીએ.

શ્રાવણના મંગળવારના દિવસે આ કાર્ય કરવાથી હનુમાનજી થશે પ્રસન્ન :-

જો તમે ઈચ્છો છો કે મહાબલી હનુમાનજી તમારી ઉપર પ્રસન્ન થાય તો તમે શ્રાવણ મહિનામાં જેટલા મંગળવાર આવે તેમાં તમે હનુમાનજીને ચોલા અર્પણ કરો, જો તમે મહાબલી હનુમાનજીને ચોલા અર્પણ કરવા સાથે ચમેલીના તેલનો ઉપયોગ કરો છો, તો તેનાથી મહાબલી હનુમાનજીના આશીર્વાદ તમારી ઉપર હંમેશા જળવાઈ રહેશે.

તમે ચમેલીના તેલથી એક દીવડો પ્રગટાવી હનુમાનજી સમક્ષ મૂકી દો, તેનાથી તમારા કુટુંબમાં સુખ સમૃદ્ધી આવશે અને કુટુંબની તકલીફો દુર થાય છે, તે ઉપરાંત તમે મહાબલી હનુમાનજીની પૂજા દરમિયાન આખા પાનના પાંદડા અને થોડો ગોળ અને ચણાનો ભોગ ચડાવો અને તેમને ગુલાબનું ફૂલ અર્પણ કરો, આમ કરવાથી હનુમાનજી ધન સંપદાના આશીર્વાદ પ્રદાન કરે છે.

શ્રાવણના મંગળવારે આ ઉપાય કરવાથી આર્થિક મુશ્કેલીઓ થશે દુર

જો તમે તમારા જીવન સાથે જોડાયેલી મુશ્કેલીઓથી છુટકારો પ્રાપ્ત કરવા માગો છો, તો તમે કોઈપણ હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીની પૂજા કરો અને ત્યાં તેમની મૂર્તિ ઉપર તમે જે માળા અર્પણ કરી છે. તેમાંથી એક ફૂલ તોડીને તમારા ઘરે લઇ જાવ અને આ ફૂલને તમારા ધન રાખવાના સ્થાન ઉપર મૂકી દો, તમે આ ફૂલને કોઈ લાલ કપડામાં લપેટીને પૈસા વાળા કબાટ કે તિજોરીમાં મૂકી શકો છો, આ ઉપાય કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબુત બનશે અને ધન સાથે જોડાયેલી તકલીફો દુર થઇ જશે.

શ્રાવણ મહિનામાં હનુમાનજીની સાધના કરવાથી તમામ સંકટ થશે દુર

મહાબલી હનુમાનજી એકાદશ રુદ્ર અવતાર માનવામાં આવે છે, તે શિવજીના અગ્યારમાં અવતાર છે, એવું માનવામાં આવે છે કે જો શ્રાવણ મહિનામાં હનુમાનજીની આરાધના કરવામાં આવે, તો તેનાથી વ્યક્તિને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે, જો તમે મહાબલી હનુમાનજીની ઉપાસના કરો છો, તો તેનાથી તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ ચાલી રહી છે. તે તમામ દુર થાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.