શું ભેજને લીધે તમારા કપડાંમાંથી પણ અતિશય દુર્ગંધ આવે છે? તો એના અપનાવો આ ટિપ્સ

0
598

ચોમાસુ અને વરસાદની ઋતુ. બાળકોની સૌથી પ્રિય ઋતુ અને ખડૂતોની સૌથી મહત્વની ઋતુ. પહેલો વરસાદ પડે એટલે ગરમીથી કંટાળેલા લોકો પોતાનું કામ છોડીને વરસાદમાં પલળવા માટે ઘરની બહાર આવી જાય છે. અને આ ઋતુમાં પોતાના પ્રિય વ્યક્તિ સાથે ભજીયા તથા શેકેલી મકાઈ ખાવાની મજા જ કઈંક અલગ હોય છે. એટલે લોકોને વરસાદની ઋતુ ખૂબ જ ગમે છે. પણ વરસાદ આવે એટલે તેની સાથે કેટલીક સમસ્યાઓ પણ લઇને આવે છે. અને એમાંથી એક સમસ્યા છે કપડામાંથી આવતી દુર્ગંધ.

સ્વાભાવિક વાત છે કે વરસાદની ઋતુમાં ભેજ વધારે હોય છે અને કપડાને સુકાવા માટે જરૂરી તડકો પણ નથી મળતો, અને આ કારણોસર એમાંથી દુર્ગંધ આવવા લાગે છે. પણ હવે આ સમસ્યાથી વધારે ચિંતીતી થવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશુ, જેનાથી તમે કપડામાં આવતી દુર્ગંધને દૂર કરી શકશો.

ચોમાસામાં વાતાવરણ વાદળછાયું રહેવાને કારણે રોજ આપણા કપડાને તડકો મળતો નથી, અને તમે થોડાક ભેજ વાળ કપડાને પણ તિજોરી એટલે કે કબાટમાં મૂકી દો છો. આમ કરવાથી કપડામાંથી અતિશય દુર્ગંધ આવવા લાગે છે. એટલે તમારે આ ભૂલ કરવી જોઈએ નહિ. તે પૂર્ણ રીતે સૂકાઇ જાય પછી જ તેને કબાટમાં રાખો.

બીજી વાત એ કે, કબાટમાં તમારા કપડા મુક્તા સમયે ભારે કપડાને વેક્સ પેપર કે પછી પ્લાસ્ટિકના પેપરમાં ફોલ્ડ કરીને રાખો. આમ કરવાથી તમારા કપડા સીધા કબાટના સંપર્કમાં આવશે નહીં અને ખરાબ થવાથી બચી જશે.

તેમજ કબાટમાં કપડા મૂકતા પહેલા કબાટને બરાબર સ્વચ્છ કરી લેવો જોઈએ. ત્યારબાદ કપૂરના પાણીથી તેને સાફ કરી લો. અને તે સૂકાઇ જાય પછી જ તેમાં કપડા મુકવા જોઇએ. આ બધા ઉપરાંત તમે તમારા કપડાને કબાટમાં મૂકતા સમયે તેને ન્યૂઝ પેપરમાં લપેટીને પણ રાખી શકો છો. આમ કરવાથી કપડામાંથી દુર્ગધ નહી આવે.

મિત્રો, કપડામાંથી આવતી દુર્ગંધથી રાહત મેળવવા માટે તમે ખાવાનું બનાવવામાં વપરાતા બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. કપડા ધોતા સમયે તમે તેમાં થોડોક બેકિંગ સોડા ઉમેરી લો. એનાથી દુર્ગંધની સમસ્યા નહી થાય. તો તમે આ સરળ ટિપ્સ અપનાવીને તમારી સમસ્યાનું નિવારણ લાવી શકો છો.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.