શું તમને આવડે છે શીરો બનાવતા, જો ના આવડતું હોય તો શીખો પ્રસાદ માટે સોજીનો શીરો કેવી રીતે બનાવવો.

0
2227

અમે તમારા માટે અવાર નવાર કુકિંગ રેસીપી લઈને આવતા રહીએ છીએ. અને આજે પણ અમે એક નવી રેસીપી લઈને આવ્યા છીએ. અને એ છે સોજીનો શીરો બનાવવાની રેસીપી. મિત્રો, જયારે પણ આપણા ઘરમાં કોઈ પણ સારો પ્રસંગ હોય, કે પછી સત્યનારાયણની કથા હોય ત્યારે સોજી(રવા)નો શીરો બનાવવામાં આવે છે. આજે આપણે એ જ સરસ મજાનો સોજીનો શીરો ભગવાનના પ્રસંગમાં કેવી રીતે બનાવવો તે શીખીશું. તો ચાલો આપણે ઘરે સોજીનો શીરો કેવી રીતે બનાવવો તે જોઈ લઈએ.

જરૂરી સામગ્રી :

1/3 કપ ચોખ્ખું ઘી,

1-1/4 કપ દૂધ,

થોડી સૂકી દ્રાક્ષ,

1/2 કપ સોજી (રવો),

1/3 કપ સાકર,

1/2 નાની ચમચી ઈલાયચી અને જાયફળનું પાઉડર,

થોડા કાજુ અને બદામ.

બનાવવાની રીત :

શીરો બનાવવા માટે સૌથી પહેલા એક કઢાઈમાં 1/3 કપ ચોખ્ખું ઘી ગરમ કરવા મૂકી દો. અને સાથે જ બીજા ગેસ ઉપર દૂધને ગરમ કરવા મૂકી દો. આ બાજુ ઘી ગરમ થાય એટલે એમાં થોડી સૂકી દ્રાક્ષ એડ કરવાની છે. અને એને થોડી સાંતળી લેવાની છે. અને તેમાં સોજી(રવો) એડ કરી દેવાની છે. અને સોજીને સ્લો ટુ મીડીયમ ગેસ ઉપર આછા બદામી રંગમાં સેકી લેવાની છે. સોજી જેટલી સરસ શેકાશે એટલો સરસ સીરો બનશે. અને તેને સારી રીતે હલાવી દેવાનું છે. સરસ અને સેકી લેવાની છે.

અને જયારે તે શેકાય જાય ત્યારે એમાં દૂધ એડ કરી દેવાનું છે. ધ્યાન રહે કે દૂધને એક સાથે એડ નથી કરવાંનું પણ થોડું થોડું ઉમેરતા જવાનું છે. અને તેને હલાવતા રહેવાનું છે, જેથી એના ગઠ્ઠા નહિ થઇ જાય. તમે ઈચ્છો તો શીરો પાણીથી પણ બનાવી શકો છે. પણ દૂધથી બનેલા શીરાનો સ્વાદ સારો હોય છે. અને હંમેશા પ્રસાદનો શીરો દૂધથી જ બનતો હોય છે. તમે ઈચ્છો તો કેસર એડ કરવી હોય તો પણ કરી શકો છો.

હવે બધું દૂધ એડ કર્યા પછી ગેસને મીડીયમ કરી દેવાનો છે. હવે બધું દૂધ સરસ રીતે સોજીમાં મિક્ષ થઇ જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે. અને તેને સતત હલાવતા રહેવાનું છે. દૂધ સરસ રીતે સોજીમાં મિક્ષ થઇ ગયું હોય ત્યારે એમાં સાકર એડ કરીશું. તમે જેટલું ઘી લીધું છે એટલી સાકર લેવાની છે. અને સાકર ઉમેરો ત્યારે એક કે બે મિનિટ ગેસ ફૂલ કરી દેવાનો અને તેને હલાવી દેવાનું છે, જેથી સાકર સારી રીતે મિક્ષ થઇ જશે.

આમ તો આમાં દરેક વસ્તુ માપ અનુસાર લેવાની હોય છે, તો પણ તમે તમારા ઘરના અનુસાર સાકર વધારે-ઓછી કરી શકો છો. 2-3 મિનિટ બાદ સાકર સારી રીતે મિક્ષ થઇ ગયી હશે, એટલે ગેસને ધીમે કરી દેવાનો છે. ત્યારબાદ એમાં ઈલાયચી-જાયફળનો પાઉડર અને થોડા કાજુ અને બદામ એડ કરીને તેને મિક્ષ કરી દેવાના છે. સાકરનું સેજપણ મોઈસ્ચર ના રહેવું જોઈએ, એનાથી સરસ છૂટો શિરો તૈયાર થઇ જશે. એમ થઇ જાય એટલે શિરો તૈયાર છે હવે ગેસને બંધ કરી લેવાનું છે.

હવે શીરાને સર્વ કરવાં માટે પ્લેટમાં કાઢી લેવાનો છે. તમે શીરાની ગાર્નીસિંગ કરવાં માટે ઉપરથી પણ સમારેલી બદામ અને કાજુ એડ કરી શકો છો. આ શીરો દૂધમાં બનાવેલ હોવાના કારણે તે ટેસ્ટમાં ખુબજ સરસ લાગતો હોય છે. તો તમે પણ આને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો. જો તમે ઘીને ઓછા પ્રમાણમાં લેવા માંગતા હોય તો પહેલા સોજીને સેકી લેવાનું છે, અને એમાં આના કરતા અડધા ઘી નો ઉપયોગ કરી શકો છો, તે રીતે પણ શિરો બનાવી શકો છો.

જુઓ વીડિયો :