સોશિયલ મીડિયા ચેલેન્જે વેટ્રેસને બનાવી દીધી માલામાલ, ટીપમાં મળ્યા આટલા લાખ રૂપિયા

0
336

હંમેશા બહાર ખાવાનું ખાધા પછી લોકો વેટરને ટીપ આપે છે. ટીપ મેળવીને વેટર પણ ખુશ થઈને પોતાના કસ્ટમરને સારી સર્વિસ આપે છે. પણ શું થાય જયારે તે વેટ્રેસને 1.4 લાખની ટીપ મળી જાય અને એ પણ 1651 ના બિલ પર. આ વાત વાંચ્યા પછી તમે જરૂર વિચારી રહ્યા હશો કે, ભાઈ લોકો પાસે આટલા બધા વધારાના પૈસા છે કે આ રીતે વહેંચી રહ્યા છે.

આ સ્ટોરી છે અમેરિકાના ઇલિનોયસમાં રહેતી એક વેટ્રેસની, જેના માટે વર્ષ 2020 ની શરૂઆત તેનું જીવન બનાવનારી રહી. અમેરિકન સિંગર અને સોંગરાઇટર ડૉની વાહ્લબર્ગે વેટ્રેસને 2020 ડોલર એટલે કે 1.4 લાખ રૂપિયા ટીપમાં આપ્યા છે.

સીએનએનમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, તેમણે આવું સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા # 2020tipchallenge ને કારણે કર્યું. રસપ્રદ વાત એ છે કે, ડૉની જે રેસ્ટોરેન્ટમાં ગયા હતા, ત્યાં એમનું બિલ ફક્ત 23 ડોલર એટલે 1651 રૂપિયા આવ્યું હતું. પણ તેમણે ટીપના રૂપમાં કેટલાય ગણી વધારે રકમ વેટ્રેસને આપી અને તેનું નવું વર્ષ ખુશીઓથી ભરી દીધું અને યાદગાર બનાવી દીધું.

અંગ્રેજી વેબસાઈટ ‘ટુડે’ માં છપાયેલા રિપોર્ટ અનુસાર, ડૉની પોતાની પત્ની જેની સાથે 1 જાન્યુઆરીએ સેંટ ચાર્લ્સમાં આવેલી IHOP રેસ્ટોરન્ટમાં ગયા હતા. જેનીએ ટ્વીટર પર રેસ્ટોરેન્ટના બિલનો ફોટો શેયર કર્યો છે. તેમજ બીજી તરફ દયાળુ ગ્રાહક પાસેથી ટીપમાં 2020 ડોલર મેળવીને વેટ્રેસ ડેનિયલ ફ્રેંજોની ઘણી ખુશ છે.

શેલ્ટર હોમથી પોતાના ઘરમાં શિફ્ટ થઇ ડેનિયલ : જાણવા મળ્યું છે કે, ડેનિયલ નિરાધાર લોકો માટે બનાવેલા શેલ્ટર હોમમાં રહેતી હતી. તે એડિક્ટ રહી ચુકી છે અને હવે સારવારની પ્રક્રિયામાં છે. આ પૈસાથી સૌથી પહેલા ડેનિયલે પોતાના માટે ઘર લીધું છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ટ્વીટર પર થોડા સમય પહેલા 2020 ટીપ ચેલેન્જ ચાલી રહ્યો હતો. આ ચેલેન્જ અંતર્ગત લોકોને અપીલ કરવામાં આવી હતી કે, તેઓ પોતાના બિલના બરાબર ટીપ આપે. આમના સિવાય બીજા પણ ઘણા લોકોએ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો છે. જો કે, તેમણે 2020 ડોલરની જગ્યાએ 20.20 ડોલર ટીપ આપવું વધારે યોગ્ય સમજ્યું. પણ ડૉની વાહ્લબર્ગ અને એમની પત્ની જેનીની દરિયાદિલીની દુનિયા કાયલ થઈ રહી છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.