સાબુથી લઈને તેલ, બિસ્કીટ અને ચોકલેટ સુધી, બધું મળે છે 10 રૂપિયામાં, જાણો વધુ વિગત

0
1173

દેશની એફએમસીજી કંપનીઓએ સ્લોડાઉનના સમયમાં પણ પોતાનો ગ્રોથ જાળવી રાખવા માટે એક નવી ટ્રીક શોધી કાઢી છે. લોકો મોંઘી પ્રોડક્ટ ખરીદવાથી દુર રહેવા લાગ્યા છે, એટલા માટે કંપનીઓએ તે પ્રોડક્ટને નાના અને સસ્તા પેકેટમાં વેચવાનું શરુ કર્યું છે.

વેપારમાં ટકી રહેવા માટે કંપનીઓ ૧૦ રૂપિયાની કિંમતની રેંજમાં પ્રોડક્ટ ઉતારી રહી છે. એ કારણ છે કે, દુકાનો ઉપર ચોકલેટથી લઈને બિસ્કીટ અને ટુથપેસ્ટથી લઈને ડીટરજન્ટ સુધીની વસ્તુ ૧૦ રૂપિયામાં મળી રહી છે.

નવા ગ્રાહક જોડવામાં મળે છે મદદ :

Livemint માં છપાયેલા સમાચારો મુજબ દેશની અર્થવ્યવસ્થામાં થઇ રહેલા ઘટાડાના સમયે પ્રોડક્ટની માંગ બંધ થવાને લઈને ૧૦ રૂપિયાની પ્રોડક્ટસ લોકો વચ્ચે પહેલી પસંદ છે. છેલ્લા થોડા મહિનામાં ડોરીટોસ, ડાબર આમલા અને બબુલ જેવી પ્રસિદ્ધ કંપનીઓએ પોતાની પ્રોડક્ટસને ૧૦ રૂપિયાના પેકમાં બહાર પાડી છે. કંપનીઓને આશા છે કે, સસ્તા પેકેટસ દ્વારા નવા ગ્રાહકોને પોતાની સાથે જોડી શકાશે, ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં.

તમામ કંપનીઓ બહાર પાડી રહી છે આ રેંજની પ્રોડક્ટ :

ઈન્ટરનેટની સુવિધા ગામડા સુધી પહોચ્યા પછી ગ્રામીણ ગ્રાહક સસ્તા ભાવમાં પ્રીમીયમ પ્રોડક્ટસ ખરીદવામાં રસ ધરાવી રહ્યા છે. ડાબર ઇન્ડિયા લીમીટેડના ચીફ એકઝીકયુટીવ મોહિત મલ્હોત્રાના જણાવ્યા મુજબ, ૧૦ રૂપિયાની કિંમતના પેકેટ એટલા માટે જરૂરી છે, કેમ કે અમારું વેચાણ વધારે છે. તેના માટે જરૂરી છે કે અમે પેનીટ્રેશન વધારીએ. એટલા માટે ભલે સસ્તી બ્રાંડ હોય કે મોંઘી, તમામ આ કિંમત ઉપર આવી રહી છે.

વધી રહ્યા છે કંપનીઓના રેવેન્યુ :

૧૦ રૂપિયાની કિંમત રેંજમાં ઘણી ખરીદી કરવામાં આવી રહી છે. ઓવરઓલ વેપારમાં ઘટાડો હોવા છતાંપણ મેટ્રો કેશ એન્ડ કેરી હોલસેલ રીટેલર બ્રાંડમાં મે ૨૦૧૯ સુધી ૧૦ રૂપિયાની પ્રોડક્ટ્સની ખરીદીમાં ૧૫૦ ટકા ઈયર ઓન ઈયર વધારો નોંધાયો છે.

પાછળની ત્રણ ત્રિમાસિકમાં દેશના ગ્રામીણ વિસ્તારોમાં એફએમસીજીનો ઉપાડ ઘણો નીચો રહ્યો છે. એ કારણ છે કે એક રૂપિયામાં શેમ્પુ. બે રૂપિયામાં બિસ્કીટ અને પાંચ અને દસ રૂપિયામાં ચિપ્સ અને ચોકલેટનું વેચાણ વધુ થવાથી કંપનીઓનો રેવન્યુ વધે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.