ઘરે દળેલા જવના લોટમાંથી બનાવી શકો છો આટલી બધી વાનગીઓ, ફટાફટ જાણો લો.

0
289

ગૃહિણીઓ માટે રોજ જમવામાં શું બનાવવું એ એક મોટો પ્રશ્ન હોય છે. તેઓ રોજ વિચાર કરે છે કે, આજે એવું શું બનાવવામાં આવે જે અલગ પણ હોય અને બધાને ભાવે પણ. તેના માટે અમે થોડા થોડા સમયે અલગ અલગ વાનગીઓની રેસિપી લઈને આવતા રહીએ છે. આજે અમે તમને એ જણાવીશું કે, તમે ઘરે દળેલા જવના લોટમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકો છો.

જણાવી દઈએ કે, જવના લોટમાંથી માત્ર એક બે નહિ પણ ઢગલાબંધ વાનગીઓ બનાવી શકાય છે. આજે અમે તમારા માટે તે વાનગીઓની યાદી લઈને આવ્યા છીએ. તમે આ યાદીમાંથી એક એક કરીને બધી વસ્તુઓ અલગ અલગ દિવસે બનાવીને ટ્રાય કરી શકો છો. તો આવો જાણીએ એવી વાનગીઓ વિષે જે જવના લોટમાંથી બનાવી શકાય છે.

જવના લોટમાંથી મુઠીયા, ઢોકળા, ઢેબરાં, હાંડવો, રોટલા અને મસાલા રોટલા બનાવી શકાય છે. તેમાંથી ભાખરી પીઝા પણ બનાવી શકાય છે, જે દરેકને ખુબ ભાવશે.

તેમાંથી ચુંગા પણ બનાવી શકાય છે. ચુંગા એ ભાખરીનો એક પ્રકાર છે. તે સામાન્ય ભાખરીથી થોડી જાડી હોય છે. તેના માટે થોડા જાડા લોટમાં મોવણ અલગ પડતું નાખીને થોડો કઠણ લોટ ગૂંદવાનો હોય છે. તેમાંથી નાની નાની ભાખરી બનાવીને મીડીયમ તાપ પર શેકવાની. તેના પર ભરપૂર ઘી હોય. પણ ઘી નું પ્રમાણ તમારી ચોઈસ પર હોય છે.

જવના લોટમાંથી લાડુ, હલવો (શિરો), ભરેલી પુરી પણ બનાવી શકાય છે, જે હેલ્ધી પણ હોય છે.

તમે જવના લોટમાં તલ, લીલા આદુ લસણની પેસ્ટ, સહેજ કસુરી મેથી, હળદર, મીઠું અને દહીં નાખી લોટ બાંધો. પછી ઢેબરાનો આકાર આપી તેને ડીપ ફ્રાય કરો. આ વાનગી ખાવાની મજા પડશે. ધ્યાન રહે તેમાં લાલ મરચુ નાખવું નહિ.

જવના લોટમાંથી બાટી, સુખડી, રાબ, થેપલા, લાપસી, કડક પુરી, ખીચુ, બ્રેડ, સક્કરપારા, વડા અને બિસ્કિટ પણ બનાવી શકાય છે.

આ બધા સિવાય પીઝાનો રોટલો પણ બનાવી શકાય છે. તેમજ મિક્સ વેજ સૂપ, દહીં સાથે મેળવીને કઢી સૂપ પણ બનાવી શકાય છે, જે પૌષ્ટિક, હળવું અને હેલ્ધી હોય છે.