જે ઝેરીલા સાપે ડંખ માર્યો તેને જીવતો લઈને હોસ્પિટલ પહોંચી ગઈ માં-દીકરી અને પછી…

0
924

સાંપ કરડવાના તમે ઘણા કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ શું તમે ક્યારેય એ સાંભળ્યું છે કે, સાંપ જેને કરડ્યો હોય તે વ્યક્તિ સાંપને પોતાની સાથે લઈને હોસ્પિટલ ગયા હોય? કદાચ નહિ. પણ મુંબઈમાં એવું થયું છે. અને એવું એટલા માટે આવ્યું, કે એનાથી ડોક્ટર તેના ઝેરને સમજીને યોગ્ય સારવાર કરી શકે. માયાનગરી મુંબઈના ધારાવી વિસ્તારમાં રૈટલ વાઈપર નામનો એક ઝેરીલો સાંપ માં અને દીકરીને ડંખ માર્યો હતો. માતાએ હિંમત દેખાડી અને સાંપને પકડીને લીધો અને એને લઈને હોસ્પિટલ પહોચી ગઈ.

મુંબઈમાં તે દિવસોમાં ભારે વરસાદને કારણે સામાન્ય લોકો જ નહિ જાનવર અને કીડી મકોડા પણ સુરક્ષિત સ્થળની શોધમાં હતા. ધારાવી બસ સ્ટેશન પાસે સુલતાના ખાન નામની મહિલા પોતાની ૧૮ વર્ષની દીકરી તૈશીન ખાન સાથે રહે છે.

રવિવારની સવારે સુલતાનાની દીકરી તૈશીન દરવાજા ઉપર ઉભી હતી, તે દરમિયાન રૈટલ વાઈપર નામનો ઝેરિલો સાંપ ક્યાંકથી આવ્યો અને તેને ડંખ માર્યો. તૈશીન બુમો પાડવા લાગી તો માતા સુલતાના દોડતી દોડતી દીકરીની મદદ માટે આવી, અને સાંપને ભગાડવાનો પ્રયાસ કરવા લાગી. પરંતુ સાંપ તેને પણ ડંખ માર્યો.

માં દીકરીને સાંપે ડંખ માર્યા પછી જે થયું તે ઘણું આશ્ચર્યજનક છે. સુલતાનાના પતિ ઘરમાં ન હતા, માં દીકરી બંનેને સાંપે ડંખ માર્યો હતો પરંતુ મહિલાએ હિંમત ન હારી. સુલતાનાએ સાંપની પૂંછડી પકડીને તેને પકડી લીધો. સાંપને પકડ્યા પછી બંને માં દીકરીએ તરત ટેક્સી બોલાવી અને સીધા હોસ્પિટલ પહોચી ગયા.

મહિલાના હાથમાં જીવતો સાંપ જોઇને હોસ્પિટલમાં રહેલા લોકો પણ ડરી ગયા. ત્યારે મહિલાએ જણાવ્યું કે, આ સાંપે તેને અને તેની દીકરીને ડંખ માર્યો છે. એટલા માટે સાંપને સાથે લઈને આવી છું, જેથી તરત તે બંનેની સારવાર શરુ કરી શકાય. જો કે ડોકટરોએ સાંપ પકડવા વાળી ટુકડીને સાંપ બતાવીને તરત તેના ઝેર વિષે માહિતી મેળવી, અને તે મુજબ એંટીબાયોટીક આપીને બંનેનો જીવ બચાવી લીધો.

રૈટલ વાઈપર નામનો આ સાંપ ઘણો જ ઝેરીલો અને ખતરનાક હોય છે. આ સાંપના ડંખ માર્યા પછી થોડા સમય સુધી સારવાર ન મળે તો કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થઇ શકે છે. અને ઈલાજ પછી તૈશીને જણાવ્યું કે, સાંપે ડંખ માર્યો એ પછી તરત તેના શરીરમાં અતિશય દુ:ખાવો શરુ થઇ ગયો, અને તેને લાગ્યું કે તેની નસો હવે ફાટી જશે. આમ તો સાંપ સાથે લાવવાને કારણે જ ડોકટરોને પણ ખબર પડી અને સાંપની ઓળખ કરવાથી ઈલાજ કરવામાં ઘણી સરળતા રહી.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.