તમારા બાળકના હાથમાં સ્માર્ટફોન અને ડ્રગ્સ એક સમાન છે, આ રીતે બચાવો તમારા બાળક ને

0
573

નાના બાળકોને સ્માર્ટફોન આપી દેવો એ આદત ડ્રગ્સ સમાન બની શકે છે, આ રીતે તમારા બાળકને બચાવો નહિ તો પસ્તાવાનો વખત આવશે.

રડતા બાળકોને સ્માર્ટફોન મળતા જ આંખો ચમકી ઉઠે છે. બાળક ખાવાનું ન ખાય તો મોબાઈલ ઉપર વિડીયો ચલાવીને આપો તો આખી પ્લેટ સાફ થઈ જાય છે. અને આ દરેક બીજા ઘરનું દ્રશ્ય છે. પણ શું તમે ક્યારે પણ એવું વિચાર્યું છે કે, બાળકની આ ખુશી ખાસ કરીને તેની એડીક્શન એટલે કે ટેવ બનતી જઈ રહી છે. આ ટેવ પણ એટલી જ ખતરનાક છે જેટલી દારુ, સિગરેટ અને બીજા નશીલા ઉત્પાદનોની છે.

દુનિયાભરના થેરેપીસ્ટ અને મનોચિકિત્સક એવું કહેવા લાગ્યા છે કે, નાના બાળકોના હાથમાં મોબાઈલ અપવાનો અર્થ છે તેના હાથમાં એક વાઈનની બોટલ, કે એક ગ્રામ કોકીન આપવા જેવું છે. તે દિશામાં કામ કરી રહેલા નિષ્ણાંતોનું માનવું છે કે, મોટાભાગના બાળકોમાં મોબાઈલ અને ઈન્ટરનેટના વધુ ઉપયોગની નકારાત્મક અસર સામે આવી રહી છે. ઈન્ટરનેટની દુનિયામાં આ બાળકો, કિશોરો અને યુવાઆનો પોતપોતાનો ખૂણો છે જેના વિચિત્ર એવા નામ છે. આવો આ ગૂંચવણને સમજીએ.

સામાજિક મનોવિજ્ઞાનના શબ્દ ‘લોસિંગ’ છે જેની ઉપરથી ‘લોફર’ શબ્દ બન્યો છે. ઈન્ટરનેટ પહેલા પણ ઘણા લોકો કોઈ કામ વગર આમ તેમ ભટકતા જોવા મળી રહ્યા હતા. તે કામ હવે ઈન્ટરનેટ ઉપર થઈ રહ્યું છે. કોઈ કારણ વગર ઈન્ટરનેટ સર્ફિંગ કરતા રહેવાથી મગજ ઉપર ઊંડી અસર પડે છે. કલીનીક સાયકલોજીસ્ટ ડો. સીમા શર્માના જણાવ્યા મુજબ કાંઈક આવા પ્રકારની અસર તેમાં જોવા મળે છે.

આપનું મગજ જૂની સંરચનાનું છે એટલા માટે ટેકનોલોજી સાથે ઘણા કલાકો રહેવાથી અસહજ થવા લાગે છે. તેને કારણે તે પોતાના સામાન્ય કાર્ય જેવા કે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ, ઇન્ફોર્મેશન કેટેલોગીંગ અને મેમોરી કંસોલીડેશનમાં ભટકવા લાગે છે.

મગજની કાર્યપ્રણાલીમાં જો કોઈ પણ એક્ટીવીટી જો ધ્યેય વિહીન છે, તો મગજ તેને ગ્રહણ નથી કરતું. આ ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરવાથી શક્તિ ગુમાવે છે. મગજને થાકવાને કારણે ભણવા ગણવા, સામાજિક કામ, સાચું ખોટાની પસંદગી વગેરેમાં ગડબડ થવા લાગે છે.

ટેકનોલોજીનો દુરુપયોગ કરવા વાળા બાળકોમાં ચડીયાપણું, અનિયંત્રિત ગુસ્સો, બગડેલો સામાજિક વ્યવહાર, વિદ્રોહી વર્તન વધેલું જોવા મળે છે.

કિશોરાવસ્થાના થોડા સામાજીક કૌશલ્ય શીખવા મહત્વના છે. તેવામાં જયારે બાળક મોબાઈલ, આઈપેડ, લેપટોપમાં રોકાયેલા રહે છે તો તે મહત્વની તકો ગુમાવી દે છે.

માણસના મગજને સામાજિક થવા માટે ઘણા હજાર વર્ષ લીધા છે. હવે જો તેણે સોશિયલ ક્યુ એટલે કે સામાજિક સંકેત મળે છે, તો મગજ એક કેદીના મગજની જેમ હતાશા, નીરાશા અને અવસાદથી ઘેરાઈ જાય છે.

તેનાથી પીડિત બાળકો કલીનીક્સમાં બગડેલા વ્યવહાર, બગડેલી સામાજીકતા અને બગડેલી ભાવનાત્મકતાના લક્ષણ સાથે લઇ જઈ રહ્યા છે.

આવી રીતે કરો ઉકેલ આવશે :

ઘરમાં ઈન્ટરનેટ ઉપયોગમાં લીમીટ નક્કી કરો.

ઈન્ટરનેટ ઉપર કામ કરવાનું વર્ક સ્ટેશન ઘરમાં કોમન બનાવો.

અલગ અલગ રૂમમાં બેસીને વાઈ ફાઈનો ઉપયોગ ન કરે.

ટેકનોલોજી ખરાબ નથી, તે રહેશે પણ એના માટે ઈન્ટરનેટ ન આપવાની ધમકી ન આપો.

સજા તરીકે બાળકોને મોબાઈલ કે ઈન્ટરનેટથી દુર કરવાને બદલે જવાબદારી પૂર્વક ઉપયોગ કરતા શીખવો.

જ્યાં સુધી જરૂરી ન હોય બાળકોને ઈન્ટરનેટ વાળો મોબાઈલ ફોન ન આપો.

બાળકો માટે કુટુંબી સ્વયં ઉદાહરણ બને. અનુશાસન રજુ કરો.

મેરઠની ડો. સીમા શર્મા જણાવે છે કે, ઘણા એવા બાળકોને કુટુંબીજનો લઈને આવી રહ્યા છે જે ભણવા, હળવા મળવા, રમવા વગેરેમાં ઘણા સારા હતા. પરંતુ હવે વાત વાતમાં ગુસ્સો, અસહનિયતા, ટેબલ કે પ્લેટ ફેંકવી, રૂમમાં એકલા ખાવું સંબંધીના ચરણ સ્પર્શ કરવાનું કહેતા ગુસ્સે થવા જેવું વર્તન કરવા લાગ્યા છે. આ કોઈ માનસિક બીમારી નથી પરંતુ પબજી જેવી વિડીયો ગેમ્સની મગજ ઉપર પડતી અસર છે.

આ ગેમમાં સતત હાર જીત ગુમાવવું-મેળવવું, મળવું જુદા પડવું વગેરેથી દરરોજ ઝઝૂમવાને કારણે બાળકોનું વર્તન બદલાઈ રહ્યું છે. ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે જ બનાવવામાં આવે છે. ત્યારે તે આકર્ષિત કરે છે. પણ વધુ ઉપયોગ ઘાતક સાબિત થઇ રહ્યું છે.

બાળકો પોતાના રોજીંદા શેડ્યુલને સાઈડ ઉપર મુકીને કોઈ હેતુ વગરનું ઈન્ટરનેટ સર્ફ કરતા ભટકતા રહે છે.

અમુક બાળકો ઈન્ટરનેટ ઉપર ઓનલાઈન પબજી ગેમ્સ રમવામાં વધુ સમય પસાર કરી રહ્યા છે. પ્રશ્નોના જવાબ મેળવવા માટે કુટુંબીજનો કે ગુરુજીને પૂછવાને બદલે ઈન્ટરનેટ ઉપર શોધતા રહે છે.

નકલી આઈડી બનાવીને છોકરા છોકરીઓ ઓનલાઈન અજાણ્યા લોકો સાથે કલાકો ચેટ કરી રિસ્ક લઇ રહ્યા છે, જે ખતરનાક છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.