સ્લમડોગ મિલિયનેયર મુવી જેવી છે આ યુવકની સ્ટોરી, અમેરિકા પહોંચીને કમાઈ રહ્યો છે લાખો રૂપિયા.

0
871

મુંબઈની સ્લમ વસ્તીમાં પોતાનું જીવન પસાર કરનારા જયકુમાર આજે અમેરિકાના વજીનયા યુનીવર્સીટીમાં રીસર્ચ સ્કોલર તરીકે કામ કરી રહ્યા છે. જયકુમારનું જીવન કોઈ પ્રેરણાદાયક કહાનીથી ઓછું નથી. જયકુમારે પોતાના નાનપણથી જ ઘણો સંઘર્ષ કર્યો છે અને આજે જે સ્થાન તેમણે પોતાના જીવનમાં પ્રાપ્ત કર્યું છે, તે પ્રાપ્ત કરવાની ઈચ્છા કરોડો લોકો રાખે છે. ઘણા જ ગરીબ પરિવાર માંથી આવતા જયકુમાર આજે જે પણ બની શક્યા છે. તેની પાછળ તેની માતાનો ઘણો મોટો હાથ છે.

માતાને કાઢી મુક્યા હતા ઘરેથી :-

જયકુમાર જયારે નાના હતા ત્યારે તેની દાદી અને દાદાએ તેની માતાને તેના ઘરેથી કાઢી મુક્યા હતા. ઘરેથી કાઢી મુક્યાના થોડા વર્ષો પછી જયકુમારના પિતાએ તેની માતા સાથે છૂટાછેડા લઇ લીધા હતા. જયકુમારની તમામ જવાબદારી તેની માતા ઉપર આવી ગઈ હતી. તે ઘરેથી કાઢી મુક્યા પછી જયકુમારની માતા પોતાની માતા સાથે રહેવા લાગી. પરંતુ જયકુમારની નાનીની તબિયત અચાનકથી ખરાબ થઇ ગઈ. ત્યાર પછી ઘરની તમામ જવાબદારી જયકુમારની માતા ઉપર આવી ગઈ.

ઉઠી ગયા સ્કૂલમાંથી

જયકુમારના જણાવ્યા મુજબ તેની માતા પાસે એટલા પૈસા ન હતા કે તે તેની સ્કુલની ફી ભરી શકે. એક વખત સ્કુલની ફી ન ભરવાને કારણે જયકુમારને સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. સ્કુલ માંથી કાઢી મુક્યા પછી જયકુમારની માતાએ એક એનજીઓની મદદ માગી અને એનજીઓની મદદથી જયકુમાર પોતાનો અભ્યાસ ચાલુ રાખી શક્યો.

સંબંધિઓએ ન કરી મદદ

જયકુમારના જણાવ્યા મુજબ જે જગ્યાએ તે રહેતા હતા, ત્યાં તેના ઘણા સંબંધિઓના ઘર પણ હતા. પરંતુ તેમના ખરાબ સમયમાં કોઈએ પણ તેને સાથ ન આપ્યો અને તેની મદદ ન કરી.

ટીવીની દુકાન ઉપર કર્યું કામ

જયકુમારના જણાવ્યા મુજબ જયારે તે નાનો હતો ત્યારે તેની પાસે એટલા પૈસા ન હતા કે તે સ્કુલના બાળકો સાથે બહાર ફરવા જઈ શકે. એટલા માટે જયારે પણ સ્કુલ માંથી કોઈ પીકનીક જતી હતી તો જયકુમાર તેમાં પોતાનું નામ લખાવતો ન હતો. તેની માતાની મદદ કરવા માટે જયકુમારે ટીવીની એક દુકાનમાં ઘણો સમય કામ કર્યું હતું.

તે દુકાનમાં જયકુમાર ટીવી રીપેર કરવાનું કામ કરતો હતો અને તેને દર મહીને ૪ હજાર રૂપિયા પગાર તરીકે મળતા હતા. એટલું જ નહિ બાળકોના પ્રોજેક્ટ કરવામાં પણ જયકુમાર પૈસા કમાતો હતો. જેથી તે ઘર ચલાવવામાં પોતાની માતાની મદદ કરી શકે.

મળે છે ૨ હજાર ડોલર

જયકુમારે રાત દિવસ એક કરીને ઘણો અભ્યાસ કર્યો અને અભ્યાસને કારણે જ આજે તે વજીનયા યુનીવર્સીટીમાં સ્કોલર તરીકે કામ કરી હર્યો છે. જયકુમારના જણાવ્યા મુજબ તેને અહિયાં દર મહીને ૨૦૦૦ ડોલર આપવામાં આવે છે. જેમાંથી તે ૧૫૦૦ ડોલર પોતાની માતાને મોકલે છે. આ યુનીવર્સીટી માંથી પોતાની પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કર્યા પછી જયકુમારનું સપનું ભારત આવીને પોતાની એક કંપની શરુ કરવાનું છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.