બોટાદ તાલુકા ના જમરાળા ગામ ના ખેડૂતે આ નખાવી હવે વર્ષે બેઠા બેઠા કમાય છે 5 લાખ રૂપિયા જાણો કેવીરીતે

0
25980

બોટાદ તાલુકાના જમરાળા ગામ ના અંબરીશ સુતરીયા નામના ખેડૂતે પોતાના ખેતર મા સરકાર ની સ્કાય યોજના (સૂર્યશક્તિ કિસાન યોજના) નખાવી છે જે એક સોલાર દ્વારા વીજળી પેદા કરવા વાળી યોજના છે. અંબરીશ ભાઈ આ યોજના બાબતે જણાવતા કહે છે કે તેઓ એ યોજના નો લાભ લીધો છે જેમાં 3 કનેક્સન લીધા છે જે રોજના ૪૦૦ યુનિટ વીજળી પેદા કરે છે. ૧ યુનિટના ૩.૫૦ રૂપિયા તેમને મળે છે જે વર્ષે લગભગ ૫ લાખ રૂપિયા જેટલું થાય છે. એટલે કે એક વાર આ સીસ્ટમ નાખી દીધા પછી બેઠા બેઠા ૫ લાખ રૂપિયા કમાય છે.

અમે તેમને પૂછ્યું કે કેટલું રોકાણ તમારે કરવું પડયું? તો તેમણે જણાવ્યું કે આમાં ૫ % જેવું આપણું રોકાણ હોય છે, બીજી સબસીડી અને લોન હોય છે. લોન પણ સરકાર ભરે છે. અમે તેમને પૂછ્યું સરકાર લોન કેવી રીતે ભરે છે? તો તેમણે કહ્યું કે સરકાર ૭ રૂપિયા પ્રતિ યુનિટના ભાવ આપણને ચુકવે છે. જેમાં ૩.૫૦ રૂપિયા આપણને મળે અને બીજા ૩.૫૦ રૂપિયા લોન આપવા વાળાને ૭ વર્ષ સુધીમાં ચુકવે છે. એટલે કે જો ખેડૂત ત્રણ કનેક્શન નખાવે તો ૫ લાખ જેવો ચોખ્ખો નફો થઈ શકે. એક કનેક્શનમાં લગભગ ૫૦,૦૦૦ જેવું રોકાણ છે. જે તમને ૮ થી ૧૮ મહિનામાં રીટર્ન મળી જાય છે.

આવો જાણીએ આ યોજનાની સરકારી વિગત.

આપની સરકાર ખેડૂતો માટે અવાર નવાર કોઈ ને કોઈ યોજના લઈને આવતી રહે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યોજનાઓ માંથી એક છે “સ્કાય” યોજના. આને સૂર્યશક્તિ કિસાન યોજના પણ કહે છે. આજે આ લેખના માધ્યથી અમે તમને એના વિષે થોડી વિસ્તૃત જાણકારી આપીશું, કે શું છે આ સ્કાય યોજના અને ખેડૂતોને એનાથી કયા કયા લાભ થશે. તો માહિતી મેળવવા માટે આખો લેખ જરૂર વાંચજો. અને એને શેયર કરવાનું ભૂલતા નહિ. જેથી બીજા ખેડૂત મિત્રોને પણ એની માહિતી મળી શકે.

મિત્રો હવે ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે ખુશીના સમાચાર. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની વીજળીની સમસ્યા દુર કરવા માટે એક મહવની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ સૂર્ય શક્તિ કિસાન યોજના (સ્કાય યોજના) અંતર્ગત ખેડૂત પોતાની જાતે જ પોતાના ખેતરમાં વીજળી ઉત્પન કરી શકશે. અને તેને વેચી પણ શકે છે.

એના માટે એમણે પોતાના ખેતરમાં સૌર પેનલ લાગવવાની રહેશે. અને આ સોલર પેનલ પર સરકાર તેમને સબસિડી પણ આપશે. તેમજ આ સૌર પેનલ દ્વારા ઉત્પન થતી વીજળી ખેડૂત પોતાની જરૂરિયાત મુજબ વાપરી શકે છે. અને આ યોજનાની બીજી ખાસ વાત એ છે કે ખેડૂત વધારાની વીજળી અન્ય વીજ કંપનઓને વેચી પણ શકે છે. એટલે કે આ યોજનાની મદદથી ખેડૂતો વધારાની આવક પણ મેળવી શકશે. તો આવો જાણીએ સ્કાય યોજના વિશે.

આ યોજના કૃષિ વીજજોડાણ ધરાવતા ખેડૂતો માટેની યોજના છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરમાં સૂર્યશક્તિથી વીજ ઉત્પાદન કરવા માટે સોલાર પેનલ આપવામાં આવશે.

જે ખેડૂતે સ્કાય ફિડર પર અગાઉ અરજી નોંધાવી હોય અને યોજનામાં જોડાવા ઇચ્છતા હોય તો તેને તત્કાળ ધોરણે વીજજોડાણ આપવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર ફિડર પર આવતા બધા ખેડૂતો આ યોજનામાં જોડાય તો એ વધારે ફાયદાકારક રહેશે.

આ યોજના લેનાર ખેડૂતને રાજ્ય અને કેન્દ્ર સરકાર 60 % રકમ સબસીડી પેટે ચુકવશે. અને આ યોજનામાં જોડાવા પર બધા ખેડૂતોએ ઓછામાં ઓછા કુલ ખર્ચની 5 % રકમ ચુકવવાની રહેશે. અને રાજ્ય સરકાર બાકીની 35 % રકમની સસ્તા વ્યાજની લોન આપશે.

પણ જો કોઈએ વધારે રકમ ભરવી હોય તે ભરી શકે છે. તમે જેટલી વધારે રકમ ભરશો તમારે એટલી લોન ઓછી ભરવી પડશે. અને પરિણામ સ્વરૂપે આવક વધારે થશે. જણાવી દઈએ કે મળતી લોનનો સમયગાળો 7 વર્ષનો રહેશે.

હવે યોજનામાં મળતી સુવિધાની વાત કરીએ. આ યોજના અંતર્ગત એક હો.પા. (હોર્ષ પાવર) દીઠ તમને સવા કિલોવોટની સોલાર પેનલ આપવામાં આવશે. જો જોડાણ 10 હો.પા. નું હોય તો તમને 12.5 કિલોવોટની પેનલ મળશે.

જગ્યાની વાત કરીએ તો પ્રતિ કિલોવોટની ક્ષમતા માટે 10 X 10 ફૂટ જગ્યાની જરૂર પડશે. અને જો કોઈ ખેડૂત વધારે કિલોવોટની પેનલ લગાવવા ઈચ્છે છે એને નક્કી કરેલા નિયમો અનુસાર મંજૂરી આપવામાં આવશે.

વધારાની પેનલથી જે વીજળી ઉત્પન્ન થશે એને 3.50 રૂપિયા પ્રતિ યુનિટના દરથી ખરીદવામાં આવશે. એના પર રાજ્ય સરકારની સબસીડી મળશે નહિ.

થોડી ખાસ વાતો, સ્કાય ફિડર દીઠ યોજનામાં જોડાતા ખેડૂતોની સમિતિ બનાવવાની રહેશે. સ્કાય ફિડર ઉપર દિવસે 12 કલાક વીજળી મળશે, પણ જે ખેડૂત આ યોજનામાં નહિ જોડાય તેને 8 કલાક વીજ પુરવઠો મળશે.

તમારા ખેતરમાં વીજળીનું જે ઉત્પાદન થશે એનો વપરાશ કર્યા પછી વીજળીના જેટલા યુનિટ ગ્રીડમાં આવશે તેના યુનિટ દીઠ પહેલા 7 વર્ષ માટે તમને 7 રૂપિયા પ્રતિ યુનિટ ચુકવવામાં આવશે. એમાં 3.50 રૂપિયા પ્રતિ યુનિટ વીજ વિતરણ કંપની ચુકવશે અને બાકીના 3.50 રૂપિયા પ્રતિ યુનિટ (1000 યુનિટ પ્રતિ કિલોવોટ પ્રતિ વર્ષની મર્યાદામાં) ખેડૂતને રાજ્ય સરકાર સબસીડી રૂપે ચુકવશે.

ઉપર જણાવ્યા અનુસાર થતી કુલ રકમ માંથી ખેડૂતની લોનનો હપ્તો ભરપાઈ થયા પછી તે ખેડૂતના ખાતામાં સીધી જમા કરવવામાં આવશે. અને 7 વર્ષની લોનની મર્યાદા પુરી થયા બાદ બાકીના 18 વર્ષ સુધી ગ્રીડમાં અપાતી વીજળીના પ્રતિ યુનિટ માટે ખેડૂતને વીજ વિતરણ કંપની દ્વારા 3.50 રૂપિયા પ્રતિ યુનિટ ચુકવવામાં આવશે.

સોલાર સિસ્ટમની 7 વર્ષ માટે ગેરંટી તથા મેન્ટેનન્સ સિસ્ટમ પુરી પાડનાર એજન્સી દ્વારા કરવામાં આવશે. અને સોલાર પેનલનો વીમો રાજ્ય સરકાર લેશે. એટલે તમારે એની ચિંતા કરવાની જરૂર નહિ રહે.

હવે એનાથી મળતા ફાયદા જાણી લઈએ.

ખેડૂતને પોતાના વીજબીલમાં રાહત મળશે. તેમજ ગ્રીડમાં વધારાની વીજળી વેચવાથી કાયમી આવક પણ મળશે.

દિવસ દરમ્યાન 12 કલાક વીજ પુરવઠો મળશે. અને લોનની ભરપાઈ થયા પછી સોલાર સિસ્ટમની માલિકી ખેડૂતની થઈ જશે.

પેનલની ઊંચાઈ વધારવી હોય તો વધારી શકાશે. અને જ્યાં પેનલ લગાવી હોય તે નીચેની જમીન પર પાક પણ લઇ શકાય છે. સૌર ઊર્જા થકી ખેતરમાં દિવસે વીજળી-પાણી મળશે.

રાજ્ય સરકાર ૨૫ (7 વર્ષ લોન + 18 વર્ષ બીજા) વર્ષ સુધી લાભાર્થી ખેડૂત પાસેથી વધારાની વીજળી ખરીદશે. અને સ્કાય યોજના માટે ખેડૂત દ્વારા કરાયેલું મૂડી રોકાણ વીજ વેચાણથી 8 થી 18 માસમાં જ તેને પરત મળી જશે.

ઊર્જા મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે આ સ્કાય યોજનાના પાયલોટ પ્રોજેકટ તરીકે રાજ્યના તમામ 33 જિલ્લાઓના 137 ફીડરનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. 137 સ્કાય ફીડર ઉપર અંદાજે કુલ 12,400 ખેડૂતો, વીજભાર 1,42,000 હો.પા. અને 175 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા છે. આ પાયલોટ પ્રોજેક્ટની અંદાજિત કિંમત 870 કરોડ રૂપિયા છે.