સ્ક્રીન પર જીત્યું લોકોનું દિલ, રિયલ લાઈફમાં દુશ્મન છે આ 8 જોડીઓ

0
269

લોકોને ખુબ પસંદ છે આ જોડીઓ પણ હકીકતમાં છે એકબીજાના કટ્ટર છે દુશ્મન. બોલીવુડ અને ટીવીની દુનિયા પણ ઘણી નિરાળી હોય છે. પ્રેમ અને પ્રેમલીલાની જેટલી વાતો અહિયાં સાંભળવા મળે છે, એટલી જ વાતો નફરતની પણ સાંભળવા મળી રહે છે. અહીયા સેલીબ્રેટી એક બીજા સાથે જેટલી મિત્રતા નિભાવે છે, જેટલો પ્રેમ એક બીજા સાથે શેર કરે છે, એટલી જ નફરતથી તે દુશ્મની પણ નિભાવે છે.

બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો વચ્ચે જોરદાર દુશ્મની જોવા મળે છે. મજાની વાત એ છે કે આ કલાકારો સાથે કામ કરી ચુક્યા છે, તે ઉપરાંત એક બીજાને જરા પણ ગમતા નથી. આમ તો એ વાત અલગ છે કે ઓનસ્ક્રીન તેની મિત્રતા જોયા પછી કોઈ તે વાત ઉપર વિશ્વાસ નહિ કરે. આજની આ સ્ટોરીમાં અમે તમને થોડા એવા જ કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર : કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચેનો ઝગડો જગજાહેર થઇ ગયો હતો. એક સમયે બંને સાથે મળીને દર્શકોને ઘણા હસાવતા હતા, પણ દુનિયાને હસાવતા હસાવતા ક્યારે બંને વચ્ચે અંદરો અંદર ઝગડો થઇ ગયો, તે વાતની ખબર તેમને પણ ન પડી. બંને વચ્ચે થયેલા ઝગડાથી તેમના પ્રસંશક ઘણા દુઃખી થયા હતા.

સ્મૃતિ ઈરાની અને એકતા કપૂર : સ્મૃતિ ઈરાની સૌથી પહેલા એકતા કપૂરના શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં જોવા મળી હતી. તે સીરીયલ ઘણી હીટ થઇ હતી. મીડિયા અહેવાલ મુજબ આ સીરીયલમાં કામ કરતી વખતે સ્મૃતિ ઈરાની અને એકતા કપૂર વચ્ચે કડવાશ ઉભી થઇ ગઈ હતી. સ્મૃતિ ઈરાનીથી નારાજ થઈને એકતા કપૂરે તેને રિપ્લેસ કરી ગૌતમી ગાડગીલને લીધી હતી. આમ તો ત્યાર પછી બંને વચ્ચે ગેરસમજણ દુર થઇ ગઈ અને આજે બંને એક બીજાની સારી દોસ્ત છે.

ગોવિંદા અને કૃષ્ણા અભિષેક : મામા-ભાણેજની આ જોડીને દર્શકો ઘણી પસંદ કરે છે. આમ તો એ વાત અલગ છે કે સમય સમયે તેમની વચ્ચે થયેલો અણબનાવ મીડિયા લાઈમ લાઈટમાં જળવાઈ રહ્યો હતો.

દીપિકા સિંહ અને અનસ સઈદ : દીપિકા સિંહ અને અનસ સઈદ ટીવીના જાણીતા કલાકારો છે. ટીવી સીરીયલ ‘દિયા ઔર બાતી હમ’ માં બંને ની જોડી ઘણી પસંદ કરવામાં આવી હતી. ભલે ઓનસ્ક્રીન આ બંનેની જોડી પરફેક્ટ લગતી હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં આ બંને વચ્ચે સંબધ સારા નથી. સીરીયલમાં કામ કરતી વખતે જ બંને વચ્ચે અણબનાવ શરુ થઇ ગયો હતો.

અમીષા પટેલ અને કુશાલ ટંડન : ઘણા લોકોને આ બંને વચ્ચેના વિવાદ વિષે ખબર નહિ હોય. પણ અમીષા પટેલ અને કુશાલ ટંડન એક બીજાને જોવા સુદ્ધા પણ પસંદ કરતા નથી. કુશાલ ટંડને એક વખત અમીષા પટેલને લઈને એક વિવાદિત ટ્વીટ કર્યું હતું, ત્યાર પછી અમીષાએ તેને જાહેરમાં જવાબ પણ આપ્યો હતો. ત્યાર પછી બંને વચ્ચેની દુશ્મની જગજાહેરથઇ ગઈ હતી.

હીના ખાન અને રંજન શાહી : હીના ખાન ટીવીની પ્રસિદ્ધ સીરીયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં મુખ્ય પાત્રમાં જોવા મળી હતી. સીરીયલમાં 8 વર્ષ સુધી કામ કર્યા પછી જયારે હીનાએ શો છોડ્યો તો શો ના પ્રોડ્યુસરે કમેન્ટ કરતા કહ્યું હતું કે જયારથી હીનાએ શો છોડ્યો છે ત્યારથી શો ના ટીઆરપી વધી ગયા છે. ત્યાર પછી હીના ખાને પ્રોડ્યુસરને જોરદાર જવાબ આપીને તેનું મોઢું બંધ કરી દીધું હતું.

વિકાસ ગુપ્તા અને શિલ્પા શિંદે : વિકાસ ગુપ્તા અને શિલ્પા શિંદે ‘બીગ બોસ 11’ માં સ્પર્ધક તરીકે જોવા મળ્યા હતા. આ સીઝન બંને વચ્ચે દુશ્મની ઘણી ચર્ચામાં રહી હતી. આ બંનેનો ઝગડો જોઇને એ વાત તો સ્પષ્ટ થઇ ગઈ હતી કે બંને એક બીજાને જરાપણ પસંદ કરતા નથી. તે આજે પણ એક બીજાના દુશ્મન છે.

રશ્મી દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લા : દર્શકોને ઓનસ્ક્રીન સિદ્ધાર્થ શુક્લા અને રશ્મી દેસાઈની જોડી ઘણી પસંદ આવી હતી, ત્યાર પછી બંને ‘બીગ બોસ 13’ માં સ્પર્ધક બનીને આવ્યા હતા, જેમાં તેમની વચ્ચેનો આંતરિક ઝગડાની જાણ લોકોને થઇ ગઈ હતી. સીરીયલ ‘દિલ સે દિલ તક’ માં કામ કરતી વખતે બંનેના સંબંધમાં કડવાશ આવી ગઈ હતી, જે હજુ પણ જળવાયેલી છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.