સીતાએ રાવણને જણાવી હતી એવી 4 વાતો, જે ક્યારેય સાભળી નહિ હોય, જાણો શું હતી તે ચાર વાતો…

0
2629

રામાયણની વાર્તા તો તમે સાંભળી જ હશે, જયારે રાવણ સીતાને પોતાની પત્ની બનાવવા માટે અપહરણ કરીને લંકામાં લઇ આવે છે. તો તે સીતાને પોતાના મહેલમાં રહેવા માટે સીતા સામે લગ્ન માટે પ્રસ્તાવ મુકે છે. પરંતુ માતા સીતા પતિવ્રતા હતા એટલા માટે તેમણે રાવણના મોઢા તરફ જોયું પણ નહિ અને તેના મહેલમાં રહેવા અને રાવણની પત્ની બનવાની સ્પષ્ટ ના કહી દીધી. સીતા પાસેથી આવો જવાબ મેળવીને રાવણને ઘણું અપમાનિત જેવો અહેસાસ થયો અને માતા સીતાને ધમકી આપી કે તે એક મહિનાની અંદર લગ્ન માટે રાજી નહિ થાય, તો તે તેની હત્યા કરી દેશે. રાવણની અહંકાર ભરેલી ધમકી સાંભળીને માતા સીતા એ તેને ચાર વાતો જણાવી હતી. આવો તમને જણાવીએ તે વાતો કઈ હતી.

સીતા માતાએ રાવણને જણાવી હતી આ ૪ વાતો :

સીતા એ રાવણને કહ્યું કે જે વ્યક્તિ કોઈ પર સ્ત્રી ઉપર ખરાબ દ્રષ્ટિ રાખે છે અને કોઈ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ તેને સ્પર્શવાનો પ્રયાસ કરે છે. તે માણસ સૌથી મોટો દુરાચારી અને પાપી હોય છે. તેને તેના જીવનમાં પાપની સજા જરૂર મળે છે. તેના પાપનો ઘડો એક દિવસ જરૂર ફૂટી જાય છે. અને એવા વ્યક્તિને નરકમાં પણ જગ્યા નથી મળતી.

બીજી વાતમાં સીતા એ રાવણને જણાવ્યું કે ભલે માણસ પોતાને કેટલો પણ શક્તિશાળી અને પૈસાદાર કેમ ન સમજે, જો તેને પોતાના ધન અને બળનું થોડું પણ ઘમંડ થઇ જાય, તો તેને તેના ધન અને બળનો કોઈ લાભ નથી મળતો. તે માણસ કોઈ ભિખારી જેવો બની જાય છે અને તેનો સર્વનાશ થવો નક્કી હોય છે.

માતા સીતાએ રાવણને કહ્યું કે અહંકાર માણસનો સૌથી મોટો દુશ્મન હોય છે. અહંકારને કારણે માણસની બુદ્ધી નાશ થઇ જાય છે અને તે પોતાને સર્વશ્રેષ્ઠ અને બીજા પ્રાણીઓને તુચ્છ સમજવા લાગે છે. તેને એ વાતનો જરા પણ આભાસ નથી થતો કે તે અહંકાર તેના અંતનું કારણ બની શકે છે. જેમ કે રાવણ સાથે થયું હતું. રાવણના અંતનું કારણ તેનો અહંકાર જ હતો.

માતા સીતાએ રાવણને ચોથી અને સૌથી મહત્વની વાત એ જણાવી હતી કે જો માણસ કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય. જો તે માણસ પોતાના બળનો યોગ્ય ઉપયગો નહિ કરે તો તેનું બળ જ તેના જીવ માટે નુકશાનકારક બને છે. જે વ્યક્તિ પોતાના બળનો ઉપયોગ ખોટા કામો માટે કરે છે. તેનું મૃત્યુ સમય પહેલા પણ થઇ જાય છે. રાવણને પોતાના બળ ઉપર ઘણું ઘમંડ હતું પણ તેનો જે અંત થયો તો તે તમને ખબર જ છે.

અમારા પેજ પર આવાજ માહિતી થી ભરપુર લેખ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક જરૂર કરજો અને તમારી કામની માહિતી શેયર કરી રાખજો. એટલે જ્યારે પણ જરૂર હોય બીજાને કહેવી હોય તો તમને મળી રહે.  અમે તમારા માટે આવી જ માહિતીઓ, જાણવા જેવું, અજબ-ગજબ વાતો, ખેતીને લગતી માહિતીઓ, આરોગ્યને લગતી જાણકારી, વિજ્ઞાન અને ટેકનોલોજીની માહિતી, રસોઈની ટીપ્સ અને રસોઈની નવી નવી રેસિપીઓ તેમજ હેલ્થને લગતી ટીપ્સ લાવતા રહીશું. અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.