ભાઈનો જીવ બચાવવા માટે દાન કર્યું લીવર, બોલી : મેં તેને ખોળામાં બેસાડી ખવડાવ્યું છે, કોઈ પણ ભોગે જીવ નહિ જવા દઉં.

0
1625

રક્ષાબંધનના એક મહિના પહેલા જ બહેને ભાઈને આપી જિંદગીની ભેટ

-પરિવારજનોએ સામાન્ય તાવ સમજી હોસ્પિટલમાં દાખલ કર્યો,ડોક્ટરોએ કહ્યું ૯૦% લિવર ડેમેજ થઈ ગયું છે.

ભોપાલ – જાહનવી.. જી હા, માં ગંગાનું આ પણ એક નામ છે, જેવી રીતે મા ગંગા ને જીવનદાત્રી કહેવામાં આવે છે, બસ તેવી જ રીતે રાજધાનીની જાહનવીએ બહેન તરીકેની ફરજ ખૂબ સારી રીતે નિભાવી છે. રક્ષાબંધન (૧૫ ઓગસ્ટ) ના બરાબર એક મહિના પહેલા પોતાના ભાઈને જિંદગીની ભેટ આપવાવાળી જાહનવીની જીવનદાયીની સુધીની દાસ્તાન બિલકુલ એક યોદ્ધા જેવી છે.

આકૃતિ ઇકો સિટીની નિવાસી જાહનવી દુબે (૪૧) કન્સલ્ટિંગ કંપની કેપીએમજી માં કાર્યરત છે. તેમનું પિયર જબલપુરમાં છે. તેમના ભાઈ જ્યેન્દ્ર પાઠક (૨૬) ને આશરે ૧૦ દિવસથી તાવ હતો. પરિવારના લોકો આ તાવને સામાન્ય સમજીને બેસી રહ્યા. ડોક્ટર પણ આ બીમારીને પકડી શક્યા નહિ. બીમારી વધતી ગઈ અને જાએન્દ્રને હોસ્પિટલમાં ભરતી કરવો પડ્યો. ડોક્ટરોએ જણાવ્યું કે જ્યેન્દ્રનું લિવર ૯૦% સુધી ડેમેજ થઈ ગયું છે. હવે તેમની બચવાની સંભાવના બિલકુલ નથી. આ વાતની જાણ ભોપાલમાં જાહનવી, તેમના પતિ પ્રવીણ દુબે અને દીકરા પ્રાચીસને થઈ ત્યારે બધા ઘભરાઈ ગયા.

દર્દીની બચવાની સંભાવના માત્ર ૧૦% , બહેનનું ફોકસ તે સંભાવના પર જ

ડોકટરો સાથે વાત કરી તો એમ કહ્યું કે દર્દીની બચવાની સંભાવના માત્ર ૧૦% છે. બસ હવે જાહનવીનું પૂરું ધ્યાન આ જ ૧૦% પર થઈ ગયું છે. તેમણે ડોક્ટરોને પૂછ્યું કે આ ૧૦% માં અમે શુ કરી શકીએ?

ડોક્ટર બોલ્યા- દર્દીને તાત્કાલિક દિલ્હી ની મેદાંતા હોસ્પિટલમાં લઈ જાવ અને જેટલુ જલ્દી બની શકે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવી લો, ત્યારે કદાચ જીવ બચી શકે છે

બહેન બોલી- ખોળામાં રમાંડયો છે, ૧૫ વર્ષ નાનો છે ભાઈ

પ્રવીણે જણાવ્યું કે ૧૪ જુલાઈએ હું, જાહનવી, અને અમારો ૧૪ વર્ષીય દીકરો પ્રાચીસ જબલપુર જવા રવાના થયા. જાહનવી આખા રસ્તા વચ્ચે એક જ વાત કરી રહી હતી – મેં મારા ભાઈને ખોળામાં રમાંડયો છે,તે મારા કરતાં ૧૫ વર્ષ નાનો છે હું તેને કોઈ પણ ભોગે જવા નહિ દઉં. હું તેને લિવર આપીશ. અમે જબલપુર પહોંચ્યા. બપોરે આશરે ૧૨:૩૦ વાગે એયર એમ્બ્યુલન્સ દિલ્હી જવા રવાના થઈ. જાહનવી પણ પોતાના ભાઈ સાથે દિલ્હી જતી રહી. તે જલ્દી પોતાના ભાઈનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માંગતી હતી.પ્રવીણે જણાવ્યું કે ૧૫ જુલાઈ ની સવારે જાહનવી અને તેના ભાઈનું ઓપરેશન થવાનું હતું. જબલપુરથી કોઈ ફ્લાઇટ હતી નહીં, આથી હું દીકરા સાથે ટ્રેનમાં દિલ્હી જવા રવાના થયો.

બનેવીએ પણ આપ્યો સાથ,કહ્યું- જિંદગી બચાવવા માટે રિસ્ક પણ લેવા તૈયાર છું

ડોક્ટરોએ જાહનવીના ઓપરેશનની પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં મારી સહમતી જોઈતી હતી. હોસ્પિટલના સિનિયર ડોક્ટરોએ મને ફોન કરી જણાવ્યું કે મારી પત્નીનો પણ જીવ જઈ શકે છે. શુ તમે આ માટે તૈયાર છો? મેં કહ્યું કે- હા હું તૈયાર છું. પછી ડોક્ટરોએ કહ્યું કે આ સર્જરીના બીજા ૧૩ પ્રકારના રિસ્ક પણ છે. ડોકટરો મને જાણકારી આપવા લાગ્યા. મેં તેમને માહિતી આપવાની ના પાડી અને કહ્યું કે – ઈશ્વર પર મને પૂરો વિશ્વાસ છે , તમે ઓપરેશન કરો. જાહનવી ઓપરેશન પહેલા મને અને દીકરાને મળવા માંગતી હતી,પણ ટ્રેન મોડી પડી આવામાં જાહનવીએ ઓટી માંથી એક ડોકટરના ફોન પરથી મારી સાથે વાત કરી. ઓપરેશન શરૂ થઈ ચૂક્યું હતું. હું અને મારો દીકરો આશરે એક કલાક પછી મેદાંતા હોસ્પિટલમાં પહોંચ્યા. ૧૩ કલાક સુધી હોસ્પિટલની લોબીમાં બેસી રહ્યા. સોમવાર રાતે આશરે ૯:૩૦ વાગે ઓપરેશન પૂરું થયું

દીકરાને પરીક્ષા અપાવવા માટે પાછા ભોપાલ આવવું પડ્યું.

દુબેએ જણાવ્યું કે ઓપરેશન પછી મેં દૂરથી જાહનવીને જોઈ, પણ અંદર બાળકને જવા દીધો નહિ. પ્રાચીસ ડરેલો ડરેલો હતો. તે મંગળવારે તેની માતાને મળી શક્યો. ગુરુવારે પ્રાચીસની પરીક્ષા હતી એટલે હું બુધવારની ફ્લાઈટથી તેની સાથે ભોપાલ આવી ગયો. પેપર આપ્યા પછી અમે શનિવારે દિલ્લી જવા રવાના થઈ જશું.

હવે ચહેરા પર સંતોષ

પ્રવીણે જણાવ્યું કે જ્યેન્દ્ર હવે હોશમાં આવી ગયો છે અને પરિવારજનોને ઓળખી પણ લીધા છે. સારી વાત તો એ છે કે જાહનવીનું લિવર તેના શરીરમાં કામ કરવા લાગ્યું છે. હવે તે પૂરી રીતે ખતરાથી બહાર છે. જાહનવીને હજુ ૧૫ દિવસ સુધી હોસ્પિટલમાં ભરતી રહેવું પડશે. તેના પછી પણ લાંબા સમય સુધી ડોકટરોની દેખભાળ ની જરૂર પડશે. એનેસ્થીસિયા ની અસર હવે ઓછી થતા જાહનવીને થોડી તકલીફ છે પણ ભાઈનું જીવન બચાવવાનો સંતોષ તેના ચહેરા પર છે.

ગર્વ છે કે જીંદાદીલ વ્યક્તિત્વ છે મારી પત્ની

પ્રવીણ દુબે જણાવે છે કે જાહનવી અને મારા લગ્ન ને ૧૬ વર્ષ થઈ ગયા છે. જયારે જહાંનવી નું લિવર ડોનેટ કરવાની વાત આવી તો હું ડરી ગયો હતો. પણ મેં નિર્ણય લઈ લીધો હતો કે હું કોઈ પણ ભોગે તેનો સાથ આપીશ. મને ગર્વ છે કે આવી જીંદાદીલ વ્યક્તિ મારી પત્ની છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.