ભાઈ ને કીડની આપીને આપ્યું જીવનદાન કહ્યું, પિતા પછી હવે ભાઈને નથી ગુમાવવા માંગતી

0
660

રક્ષાબંધનના ૧૦ દિવસ પહેલા ભાઈ-બહેનના સંબંધમાં લાગણીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. તે હરિયાણા અને પંજાબ બંને સ્થળ સાથે સંબંધ ધરાવે છે. ખાસ કરીને પંજાબના માનસા જીલ્લાના રહેવાસી યુવકની બંને કિડનીઓ ફેઈલ થઇ ગઈ હતી. પણ તેને હરિયાણાના ડબવાલીમાં પરણાવેલી તેની બહેને પોતાની કિડની આપીને બચાવ્યો છે.

આ બાબતે બહેનનું કહેવું છે કે, હું પહેલા જ પિતાને ગુમાવી ચુકી છું, હવે મારા ભાઈને નથી ગુમાવવા માંગતી. તે પોતાના સાસરીયા વાળાનો પણ આભાર વ્યક્ત કરે છે કે, જે ભાઈ બહેનના લાગણીસભર સંબંધોનું મહત્વ સમજ્યા અને તેને કિડની આપવાના નિર્ણયમાં સાથ આપ્યો.

યુવક સુરેન્દ્ર ઉર્ફ છીંદા પંજાબના માનસા જીલ્લામાં આવેલા ગામ ખોખાર ખુર્દના રહેવાસી છે. તેના પિતા જગદીશ સિંહનું લગભગ એક મહિના પહેલા ટ્રાંસપ્લાન્ટ ફેઈલ અને લીવર ફેઈલ થવાથી મૃત્યુ થઇ ગયું છે. અને તેની પોતાની પણ બંને કિડની ફેઈલ થઇ ગઈ હતી. આ કારણે એમણે અઠવાડિયામાં બે વખત ડાયલીસીસ કરાવવું પડતું હતું. પછી વાત કિડની ટ્રાંસપ્લાન્ટની આવી ગઈ, પરંતુ તેમાં પણ એક તકલીફ હતી કે માતા હેપેટાઈસીસ અને દીકરો પણ કિડનીનો દર્દી છે. અને એમની પત્નીની કિડની એમની સાથે મેચ નથી થતી. આથી કિડની મેળવવી મુશ્કેલ થઈ ગઈ હતી.

પણ 8 વર્ષની દીકરી અને 4 વર્ષના દીકરાની માતા હોવા છતાંપણ એમની 32 વર્ષની બહેન રાજવિન્દર કૌરે નાના ભાઈનું જીવન બચાવવા માટે પોતાની કિડની આપી છે. શનિવારના રોજ મોહાલીની એક હોસ્પિટલમાં ડોક્ટરોએ કિડની ટ્રાંસફર કરી ટ્રાંસપ્લાન્ટ કરી દીધુ. હોસ્પિટલમાં ભાઈ-બહેનના પ્રેમને વાચા આપનારી આ ઘટનાની ચર્ચા આખો દિવસ ચાલતી રહી.

પતિએ આપ્યું સોગંધનામુ :

હરિયાણાના સિરસા જીલ્લામાં ડબવાડી પાસે આવેલા ગામ લોહગઢમાં પરણાવેલી રાજવિંદર કૌરે પોતાના સાસરિયા વાળાની મંજુરી માંગી, તો તેમણે એનો પુરતો સહકાર આપ્યો. પતિ ભૂપીંદર સિંહે સોગંધનામુ આપ્યું કે, તેને કોઈ વાંધો નથી. તે નિવૃત્ત કાનુનગો હરદયાલ સિંહે કહ્યું, મને મારા પોતાના ઉપર ગર્વ થઇ રહ્યો છે કે, હું રાજવિંદર કૌરનો સસરો છું. તેમણે ભાઈ બહેનના સંબંધોનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની જેટલી પ્રસંશા કરવામાં આવે એટલી ઓછી છે. હું તેને સલામ કરું છું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.