સિંગલ વર્કિંગ પપ્પા છો, તો આ 6 ટિપ્સ જરૂર કામ આવશે.

0
1327

દર વર્ષે જુન મહિનામાં બીજા રવિવારે ફાધર્સ ડે મનાવવામાં આવે છે. જેવી રીતે એક બાળકના જીવનમાં માતાનું યોગદાન અજોડ છે. તેવી રીતે પિતાનો પ્રેમ, તેનો ઠપકો અને સમજ પણ બાળકોના ભવિષ્યને બનાવવામાં મહત્વનો ફાળો આપે છે. માટે જ ફાધર્સ ડેનો દિવસ પિતાને સારો અનુભવ કરાવવા માટે તો બને છે. એટલા સમય સુધી તો તમારા પપ્પાએ તમારી ખુશીઓ માટે શું શું નથી કર્યું, હવે તમારો વારો છે. તેમના ચહેરા ઉપર આનંદ લાવવાનો.

બાળકોનો યોગ્ય ઉછેર માટે માતા અને પિતા બન્ને હોવા જરૂરી છે, કેમ કે આ કામ સહેલું નથી. સિંગલ પેરેન્ટ્સ માટે બાળકને ઉછેરવું ઘણું જ મુશ્કેલ બની જાય છે. બાળકો સાથે સાથે ઓફીસ પણ સંભાળવી ઘણું મુશ્કેલી ભરેલું છે.

સિંગલ મધર્સ તો આમ પણ એક સાથે બન્ને કામ સાથે સાથે કરી લે, પરંતુ સિંગલ નોકરી વાળા પિતાઓ માટે બાળક અને ઓફીસની જવાબદારી સંભાળવી એક યુદ્ધ લડવા સમાન છે. એવું એટલા માટે કેમ કે સામાન્ય રીતે મહિલાઓ ઘર અને ઓફીસની જવાબદારીને સારી રીતે સંભાળતી આવી છે, જયારે પુરુષોએ માત્ર બહારના કામ અને નોકરી ઉપર જ ધ્યાન આપ્યું છે.

એટલે કે અમે અહિયાં સિંગલ ફાધર્સ માટે થોડી ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તે ઓફીસ અને બાળકો બન્નેને સારી રીતે સંભાળી શકે છે :

સૌથી પહેલા તો એ જરૂરી છે કે તમે બાળકો સાથે સાથે તમારું આરોગ્યનું પણ ધ્યાન રાખો. જયારે તમે પોતે ફીટ અને તંદુરસ્ત રહેશો ત્યારે તો બાળકોનો સારી રીતે ઉછેર કરી શકશો. એટલા માટે તંદુરસ્ત ડાયટ લો અને બાળકોને પણ ખવરાવો.

બાળક ઘણું નાનું છે, તો તેના ઉપયોગની તમામ વસ્તુ સ્વચ્છ રાખો, જેવી કે ડાયપર, બીબ, દૂધની બોટલ વગેરે. તે ઉપરાંત તેની રોગપ્રતિકારક અને માલીશનું પણ ધ્યાન રાખો.

વર્કિંગ સિંગલ પેરેન્ટ્સ માટે જરૂરી છે કે તે ટાઈમ ટેબલ બનાવીને કામ કરે. તેનાથી ન માત્ર તમામ કામ સરળતાથી સમયસર પુરા થશે પરંતુ તેનો સમય પણ બચી જશે. એટલા માટે ઘરનું કામ કરવાથી લઈને નાસ્તો, લંચ અને ડીનર જેવી વસ્તુને ટાઈમ ટેબલ મુજબ સેટ કરી લો.

ઘણી વખત એવું બને છે કે ઓફીસનું કામ કે કોઈ જરૂરી મીટીંગ કે બીજા કારણોથી તમે મોડા પડી જાવ છો. જો બાળક મોટું છે, તો પછી ફોન કરીને તેને જણાવી દો કે તમારે આવવામાં મોડું થશે અને તે દરવાજે લોક મારીને રાખે. જો બાળક નાનું છે, તો પછી આયાને થોડી વાર રોકાવા માટે કહો. નહિ તો પાડોશીને પણ ફોન કરીને કહી શકો છો કે તમારા આવવા સુધી બાળક પાસે રોકાઈ જાય.

પરિસ્થિતિ ભલે કેવી પણ હોય પરંતુ બાળક સાથે હંમેશા પ્રેમ પૂર્વક જ વર્તન કરો. જો તે કોઈ ભૂલ કરી પણ દે છે, તો તેને ખીજાવાને બદલે પ્રેમથી સમજાવો અને જણાવો કે એવું કરવું કેમ ખોટું હતું. બાળક સાથે મિત્ર જેવું વર્તન કરો કેમ કે તે ધીમે ધીમે મોટું થઇ રહ્યું છે અને દરેક વાત સમજવા લાગે છે.

ઘણી વખત એવું બને છે કે તમે ઘરમાં નથી હોતા કે પછી આવવામાં મોડું થઇ રહ્યું છે. એવી સ્થિતિમાં બાળક માટે અમુક વસ્તુ હંમેશા રાખો, જેવા કે જ્યુસ, ફ્રુટ્સ, ડ્રાઈ ફ્રુટ્સ, સેરલેક્સ વગેરે. બાળકોના રમકડા એવી એવી જગ્યાએ રાખો, જ્યાંથી તે તેને સરળતાથી લઇ શકે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.