શો માં થઇ રહ્યા છે સીમરનના લગ્ન, પાતળી દેખાવા માટે દોઢ મહિનામાં ઘટાડયું 10 કિલો વજન, જાણો કેવી રીતે

0
1004

હિરોઈન સીમરન પરીન્જા હાલના દિવસોમાં સીરીયલ ‘ઈશારો ઈશારો મેં’ માં ગુંજનનું પાત્ર નિભાવી રહી છે. તેના અને યોગી(મુદિત નાયર) ના લગ્ન થવાના છે. તેમનું કહેવું છે કે લગ્નના ટ્રેક માટે તેને વજન ઓછું કરવાનું કહેવામાં આવ્યું છે. તે ઉપરાંત તે પોતે પણ ઈચ્છે છે કે, આ સિક્વેંસમાં થોડું પાતળું દેખાવું જોઈએ. મીડિયા સાથે વાતચીતમાં તેમણે પોતાના આ અનુભવ અને ડાયટ પ્લાન વિષે વાત કરી.

વાસ્તવિક લગ્ન જેવો અનુભવ :

૧. સીમરન કહે છે, હું મારા ગુંજનના પાત્રના લગ્નના અનુભવને લઈને ઘણી ઉત્સાહિત છું. હકીકતમાં મને આ ટ્રેક માટે વજન ઓછું કરવા માટે કહેવામાં આવ્યું છે. તે ઉપરાંત, હું નિયમિત રીતે બ્રાઈડલ ગ્રુમિંગ રૂટીન (કસરત, બ્યુટી ટ્રીટમેંટ, હેયર મેકઅપ અને હળદર ડાયટ) ફોલો કરી રહી છું. આ મારા માટે વાસ્તવિક જીવનના લગ્ન જેવું બની ગયું છે, જ્યાં ઘરની તમામ મહિલાઓ સાડી અને ઘરેલા ખરીદવામાં મદદ કરી રહી છે.

૨. સ્ક્રીન પર જાડી દેખાઉં છું :

સીમરન આગળ જણાવે છે, શો માં મારા લગ્ન થવાના છે, તો ઘણી વિધિ થશે. સંગીત, પીઠી, મહેંદી વગેરે. હું બધામાં સારી દેખાવા માગું છું, અને સાચું કહું તો હું પણ થોડી જાડી છું. જેને કારણે સ્કીન પર થોડી જાડી દેખાઉં છું. એટલા માટે જયારે મને ખબર પડી કે વેડિંગ સિક્વેંસ આવવાનું છે, તો મેં તરત ડાયટ ઉપર કામ કરવાનું શરુ કરી દીધું. આમ તો પહેલા પણ મેં ઘણી વખત ડાયટીંગ કર્યું છે, પરંતુ વધુ ફાયદો થયો નથી. આમ તો આ વખતે કાંઈક અલગ પ્રયાસ કરી રહી છું, અને ખુશ છું કે મહેનત કામ આવી રહી છે.

૩. દોઢ મહિનામાં ઓછું કર્યું ૧૦ કિલો વજન :

છેલ્લા દોઢ મહિનામાં સીમરને લગભગ ૧૦ કિલો વજન ઓછું કરી લીધું છે. ડાયટીંગ શરુ કરતા પહેલા તે ૬૩ કિલોની હતી અને હવે ૫૩ કિલોની થઇ ગઈ છે. તેના વિષે તે જણાવે છે કે, મેં લગભગ ૧૦ કિલો વજન ઓછું કર્યું છે. અને હાલમાં વજન ઘટાડવાના પ્રયાસ ચાલુ છે. હું વ્યવસ્થિત રીતે ડાયટ ફોલો કરું છું અને એવું ઓછું બને છે કે, મેં તેમાં ક્યારેય બાંધછોડ કરી હોય. મેં ભારે ખાવાનું સંપૂર્ણ બંધ કરી દીધું છે. મોટાભાગે પ્રોટીન અને ફાઈબર વાળું જ ખાવાનું ખાઉં છું. ડેરી પ્રોડક્ટ્સ તો એકદમથી બંધ કરી દીધી છે. અને જંક ફૂડ તરફ તો જોતી પણ નથી.

૪. સીમરનની કામગીરી અને ડાયટ પ્લાન :

સવારે ઉઠતા જ થોડી વાર માટે યોગાભ્યાસ કરું છું. ક્યારેક ક્યારેક શુટિંગ શેડ્યુલને કારણે સવારે યોગ નથી કરી શકતી તો પ્રયાસ કરું છું કે, દિવસમાં થોડો સમય તેના માટે કાઢી લઉં.

હું નોનવેજ બિલકુલ ખાતી નથી. પરંતુ ઈંડા જરૂર લઉં છું. સવારનો નાસ્તો ઈંડા વગર અધુરો છે, કેમ કે તેમાં ઘણું પ્રોટીન હોય છે. તેની સાથે જ બુલેટ પ્રૂફ કોફી લઉં છું. જેટલું અલગ તેનું નામ છે, એટલી જ અલગ તે કોફી છે. આ બ્લેક કોફીમાં એક ચમચી ઘી કે બટર નાખીને પીવું છું. તેને ફેટ બર્નર પણ કહેવામાં આવે છે. આ કોફીએ મને વજન ઓછું કરવામાં ઘણી મદદ કરી છે.

બપોરના ખાવામાં જુવારની એક રોટલી, થોડુ શાક અને ઘણું બધું સલાડ ખાઉં છું. મને ભાત વધુ ગમે છે, એટલા માટે દરરોજ દિવસમાં તેને પણ ખાવામાં સામેલ કરું છું.

સાંજે થોડા ડ્રાઈ ફ્રુટ્સ ખાઉં છું અને ગ્રીન ટી લઉં છું.

ડીનરમાં હું સૂપ અને સલાડ, તેમજ શાક લઉં છું. જો ક્યારેક વધારે ખાવાની ઈચ્છા થાય તો પછી ૬-૭ બોઈલ ઈંડા સુવાના થોડા સમય પહેલા ખાઈ લઉં છું. તે ડાયટ મને ઘણી ફાયદાકારક સાબિત થઇ રહી છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.