નાની આંગળીમાં આવી રીતે પહેરો પાણીમાં રાખેલ ચાંદીની વીંટી, તરત દેશાડશે ચમત્કાર.

0
2732

આપણા દેશની પ્રાચીન માન્યતાઓ અનુસાર ચાંદીને ભગવાન શિવના નેત્રમાંથી ઉત્પન થયેલ ધાતુ માનવામાં આવે છે. તેમજ શાસ્ત્રોની માન્યતા અનુસાર જ્યાં ચાંદી હોય છે, ત્યાં વૈભવ અને સંપત્તિ આવે છે. અને જો આપણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ, તો ચાંદી શુક્ર અને ચન્દ્ર ગ્રહ સાથે જોડાયેલ ધાતુ છે. તે આપણા શરીરમાં જળ તત્વ અને કફને નિયંત્રિત કરે છે. તે ઉપરાંત સુંદરતા અને સુખ સમૃદ્ધી વધારવામાં પણ તે ચમત્કારિક રીતે જ ફાયદાકારક છે.

ચન્દ્ર અને શુક્રની શુભતા માટે :

આ કારણ સર ચન્દ્ર અને શુક્ર ગ્રહના શુભ યોગ મેળવવા, અને તેના નિયંત્રણ માટે ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ આપણા શરીરમાંથી ટોક્સિન્સને બહાર કાઢવા માટે પણ ચાંદીનો ઉપયોગ થાય છે.

સકારાત્મક ઉર્જા મેળવવા માટે :

જણાવી દઈએ કે, ઘરમાં કોઈપણ પ્રકારે ચાંદીનું હોવું નકારાત્મક શક્તિને દુર કરીને સકારાત્મક ઉર્જાને વધારે છે. આ લેખમાં આગળ અમે તમને તેના થોડા પ્રયોગ જણાવીશું. જણાવી દઈએ કે, પાણીમાં રાખેલ ચાંદીના વીંટીનો ઉપાય તમને ચમત્કારિક ફળ આપી શકે છે.

આખી રાત પાણીમાં રાખેલ ચાંદીની વીંટી :

આ પ્રયોગ કરવાં માટે બજારમાંથી કોઈપણ ડીઝાઇનની તમારી પસંદની એક ચાંદીની વીંટી લઇ આવો. ત્યારબાદ કોઈપણ ગુરુવારની રાત્રે તેને આખી રાત પાણીમાં મુકીને રાખો. પછી બીજા દિવસે સવારે એને ભગવાન વિષ્ણુના ચરણોમાં રાખો અને વિધિપૂર્વક તેની પૂજા કરો. પૂજા પૂરી થયા પછી વીંટીને પણ ચંદન લગાવો, પછી અક્ષત(ચોખા) ચડાવો. આ રીતે તમારી વીંટી અભીમંત્રીત થઇ ગઈ છે. હવે તેને જમણા હાથથી સૌથી નાની આંગળી એટલે કે કનિષ્ઠા આંગળીમાં પહેરી લો.

ફાયદા :

જાણકારી માટે જણાવી દઈએ કે, તેનાથી તમને ઘણા બધા ફાયદા મળે છે. સૌથી પહેલા તો ચન્દ્ર અને શુક્ર સાથે જોડાયેલ હોવાને લીધે તે સુંદરતા વધારે છે. ચહેરાની ચમક વધારે છે અને ડાઘ-ધબ્બા પણ મટી જાય છે. તે ઉપરાંત તે તમારા મગજને શાંત કરે છે, અને જો તમને ખુબ ગુસ્સો આવે છે તો તેને પણ નિયંત્રિત કરશે.

મિત્રો નબળો ચન્દ્ર સૌથી પહેલા વ્યક્તિની માનસિક ક્ષમતાને ઓછી કરે છે. પણ ચાંદીનો આ અભિમંત્રિત પ્રયોગ ચંદ્રમાંને મજબુત કરીને તમારી માનસિક ક્ષમતાઓને વધારે છે. સાથે જ જો તમને કફ, આર્થરાઈટીસ, સાંધા અથવા હાડકા સંબંધિત પરેશાનીઓ હોય, તો તેમાં પણ તમારા માટે ચાંદી લાભકારી છે. અને સૌથી મોટી વાત એ છે કે, તમને આની અસર ખુબ જ જલ્દી દેખાય છે.

ચાંદીની ચેન :

સાથે સાથે એ પણ જણાવી દઈએ કે, જે લોકોને વીંટી પહેરવી ગમતી ન હોય તે આવી જ રીતે અભિમંત્રિત કરીને ચાંદીની ચેન પણ પહેરી શકે છે. આ તમારા વાત, કફ અને પિત્ત ત્રણેયને નિયંત્રિત કરે છે. આનાથી તમારી વાક-ક્ષમતા એટલે કે બોલવાની ક્ષમતામાં અદ્દભુત વિકાસ થાય છે. જેને બોલવામાં પરેશાની થાય છે અથવા હક્લાવાની સમસ્યા હોય તેમણે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ.

ચાંદીના વાસણોનો ઉપયોગ :

અને જો તમે આ પણ નહિ કરી શકો, તો તમારે ચાંદીના ગ્લાસમાં પાણી પીવું જોઈએ. એનાથી પણ તમારા કફની સમસ્યા દુર કરી શકે છે. તે ઉપરાંત ચાંદીનો વાટકો અથવા ચમચીથી મધ ખાવ, આનાથી જો તમને સાઈનસની સમસ્યા હોય અથવા વારં-વાર સર્દી-ખાંસી થતી હોય, તો તે દુર થાય છે. આનાથી શરીરના ઝેરીલા તત્વ નીકળી જાય છે અને તમે વારંવાર બીમાર પડતા નથી.