સિક્કિમના આ મુખ્ય પકવાનનો સ્વાદ તમે પણ એક વખત જરૂર ચાખો, પોતે બનાવો ને પરિવારને ખવડાવો.

0
136

જો તમે ઘરે જ એકદમ અલગ રેસિપી બનાવવા માંગો છો, તો બનાવો સિક્કિમની આ ફેમસ વાનગીઓ. આજે આ લેખમાં અમે તમને સિક્કિમની થોડી મુખ્ય વાનગીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે સરળતાથી ઘરે બનાવીને બધાને ટેસ્ટ કરાવી શકો છો.

સીક્કીમની થોડી એવી વાનગી છે, જેના નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. જો રસોડામાં તૈયાર થનારી રોજની વાનગીઓથી તમારું મન ભરાઈ ગયું અને ટેસ્ટમાં સ્વાદમાં ફેરફાર કરવા માટે સિક્કિમની કોઈ ટેસ્ટી રેસીપીની શોધમાં છો, તો આજે અમે તમને સિક્કિમની થોડી મુખ્ય વાનગીઓની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ. આ વાનગી તમે ઘણી સરળતાથી ઘરે બનાવી શકો છો અને બધાને ટેસ્ટ કરાવી શકો છો. ઘરે આવેલા મહેમાનોની સામે પણ આ વાનગી પીરસીને પ્રસંશા મેળવી શકો છો. આવો જાણીએ આ રેસીપી વિષે.

સેલ રોટી :-

સામગ્રી

ચોખા-5૦૦ ગ્રામ પલાળેલા, બેકિંગ પાવડર- ½ ચમચી, ખાંડ પાવડર-100 ગ્રામ, બટર-50 ગ્રામ, તેલ- જરૂર મુજબ, ઈલાયચી પાવડર- ½ ચમચી, નારીયેલ પાવડર- ½ ચમચી

બનાવવાની રીત :-

સૌથી પહેલા તમે પલાળેલા ચોખાને મિક્સીમાં નાખીને સારી રીતે પેસ્ટ બનાવીને કોઈ વાસણમાં કાઢી લો.

ત્યાર પછી ટેનમાં ખાંડ પાવડર, ઈલાયચી પાવડર, નારીયેલ પાવડર, બટર અને બેકિંગ પાવડરને મિક્સ કરીને તેને સારી રીતે મિશ્રણ તૈયાર કરી લો.

એક સાઈડ તમે એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દો. જેવું તેલ ગરમ થઇ જાય વાસણની મદદથી તેલમાં કુંડાળા કરતા જઈને નાખતા જાવ.

તેને તમે સોનેરી થાય ત્યાં સુધી બંને સાઈડથી પકાવી લો. તૈયાર છે સેલ રોટી પીરસવા માટે.

થુક્કા :-

સામગ્રી

નુડલ્સ-100 ગ્રામ, ડુંગળી- 1 ઝીણી કાપેલી, ટમેટા-1 કાપેલું, લીંબુ રસ- 1 ચમચી, કોબી- ½ કપ, શિમલા મરચું- ½ કપ કાપેલું, ચીલી સોસ-૩ ચમચી, હળદર પાવડર-1 ચમચી સોયા સોસ-1 ચમચી, મીઠું સ્વાદમુજબ, જીરું પાવડર- ½ ચમચી, લસણ-આદુ પેસ્ટ-1 ચમચી, કાળા મરી પાવડર- ½ ચમચી

બનાવવાની રીત

સૌથી પહેલા નુડલ્સને ધીમા તાપ ઉપર સારી રીતે પાણીમાં ઉકાળ્યા પછી નુડલ્સને અલગ કરી લો. ધ્યાન રાખશો નુડલ્સના પાણીને ફેંકવાનું નથી.

ત્યાર પછી મિક્સરમાં કોબી અને મીઠું ભેળવીને પીસી લો અને એક વાસણમાં કાઢી લો.

ત્યાં એક કડાઈમાં તેલ ગરમ થયા પછી આદુ-લસણની પેસ્ટ, ડુંગળી અને મીઠું નાખીને થોડી વાર માટે પકાવો.

થોડી વાર પછી તેમાં ચીલી સોસ, સોયા સોસ, હળદર, ગરમ મસાલા, કાળા મરી પાવડર અને કોબી પણ નાખીને 5 થી 6 મિનીટ પકાવ્યા પછી તેમાં નુડલ્સ પણ નાખીને પકાવી લો.

6 મિનીટ પછી રાખવામાં આવેલું નુડલ્સ પાણીને તેમાં નાખીને 2 થી 3 મિનીટ પકાવ્યા પછી લીંબુ રસ નાખીને ગેસ બંધ કરી દો.

તલ પીઠા :-

સામગ્રી

ચોખા- 200 ગ્રામ પલાળેલા, ગોળ-150 ગ્રામ, કાળા તલ- ½ કપ

બનાવવાની રીત

સૌથી પહેલા તમે પલાળેલા ચોખાને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો.

ત્યાં એક કડાઈની મદદથી ધીમા તાપ ઉપર તલને સારી રીતે શેકીને ઠંડા થાય એટલે તેની છાલ કાઢી લો.

ત્યાર પછી ગોળને આ તલમાં સારી રીતે મિક્સ કરી લો અને અલગ મૂકી દો.

હવે એક બીજી કડાઈમાં તેલ નાખીને ગરમ કરો અને તેમાં ચોખાનો ઘોળને થોડા પ્રમાણમાં નાખીને સારી રીતે ફેલાવી દો.

એક થી બે મિનીટ પાક્યા પછી તેને ઉપરથી તૈયાર ગોળ અમે તલને મીક્ષરમાં નાખો અને સાઈડ માંથી સારી રીતે ફોડ કરી લો.

હવે તેને પ્લેટમાં કાઢીને પીરસો. આ એક હેલ્દી નાસ્તો પણ છે.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો તમારી ગુજરાતી લેખ સાથે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.