તમે ભૂલથી કોઈ શીખને 12 વાગી ગયા એવું કહીને એમની મજાક તો નથી ઉડાવીને, જાણો 12 વાગ્યાનું રહસ્ય.

0
843

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો શું તમે જાણો છો કે, શીખોને ’12 વાગી ગયા’ એવું કહેવાનું ક્યાંથી શરુ થયું? જો ના તો આજે અમે તમને આ લેખમાં એના વિષે જણાવવાના છીએ.

આ વાત છે વર્ષ 1738-39 ની. એ સમયમાં અફઘાની જુલ્મી બાદશાહ નાદિર શાહે હિન્દુસ્તાન એટલે કે આપણા ભારત દેશ પર હમલો કર્યો હતો. વર્ષ 1739 માં તે લૂંટફાટ કરીને તેણે 70 કરોડ રૂપિયાની કિંમતના હીરા અને દાગીના અહીંયા સુધી કે, કોહિનૂર અને દરિયેનુર જેવા બહુમૂલ્ય હીરા પણ લૂંટી લીધા. તેણે દિલ્લી નષ્ટ કરી દીધી અને હાથી, ઘોડા, ઉંટ અને 18,000 હિન્દુસ્તાની જવાન છોકરીઓ તેમજ મહિલાઓને ઇનામ તરીકે લઈને ચાલ્યો ગયો.

અને આ સમાચાર દેશમાં જંગલની આગની જેમ ફેલાઈ ગયા. આથી લોકોએ મદદ માટે શીખોને ગુહાર લગાવી. અને શીખ જરનૈલોએ દેશની ઈજ્જત બચાવવાનો નિર્ણય કર્યો. એમણે દરરોજ રાત્રે 12 વાગે સતત ગોરિલ્લા આક્રમણ કર્યા અને હિન્દુસ્તાની મહિલાઓને કેદ માંથી મુક્ત કરાવી, અને તેમને સુરક્ષિત પોતાના ઘરે પહોંચાડી.

ત્યારબાદ જ્યારે પણ અહમદ શાહ, અબ્દાલી કે ઈરાનીએ હિન્દુસ્તાનને લુંટ્યું તો શીખોએ હંમેશા મહિલાઓની રક્ષા કરી છે. શીખોએ હંમેશા હિન્દુસ્તાનની આબરૂ પર હાથ નાખવાના તેમના પ્રયત્ન નિષ્ફળ કર્યા. તે પોતાના જીવની ચિંતા કર્યા વિના આક્રમણકારીઓ પર હુમલા કરીને પોતાનાથી થતી દરેક મદદ કરી દેતા હતા.

અને પછીથી લોકોએ પોતાની મદદ માટે શીખ સેના જોડે સંપર્ક કરવાનું શરુ કરી દીધું. શીખ લોકો અડધી રાત્રીના 12 વાગ્યાના સમયને હુમલાખોરો પર હુમલો કરવા માટે નક્કી કરતા. અને તેમને નિરંતર સફળતા મળતી હતી. અને એના પરથી આ વાત સ્પષ્ટ થાય છે શીખ ઘર્મ, રાષ્ટ્ર અને માનવતાની રક્ષા માટે અલોકિક શક્તિ સાથે સંપન્ન છે. અફગાની સિપાહીઓમાં આ સામાન્ય પ્રચલન થઇ ગયું કે રાત્રે કોઈ પણ આવાજ આવતો ત્યારે તે ગભરાઈને એક બીજાને પૂછતાં હતા “12 વાગી ગયા છે, જુઓ શું શીખ તો નથી આવી ગયા ને.”

પણ સમયની સાથે સાથે કેટલાક શરારતી લોકોએ એવી અફવા ફેલાવી કે, 12 વાગ્યે સીખોના હોશ ઉડી જાય છે. અને શીખોની મજાક ઉડાવતા તે લોકોએ એવું નાં વિચાર્યુ કે તે ખુબ મહાન છે. એ લોકો એમને ધન્યવાદ ના કરી શક્યા, જેમણે હિન્દુસ્તાન તમારા નામે કર્યુ. સારું થયું હતું કે શીખોનાં 12 વાગી ગયા હતા. હવે ક્યારેય કોઈ સરદારજીની મજાક ઉડાવતા પહેલા, એમણે દેશ માટે કરેલા કામ જરૂર યાદ કરી લેજો. અને આજે પણ દેશની રક્ષા કરવા માટે બોર્ડર પર તે લોકો જ મોટી સંખ્યામાં હોય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.