દરેક પ્રકારના વિટામીન આપણા શરીર માટે જરૂરી હોય છે. એમાંથી એક છે વિટામીન બી ૧૨. એ પણ આપણા શરીર માટે એક જરૂરી પોષક તત્વ છે, જે સ્વસ્થ નસો અને લોહી કોશિકાઓને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. વિટામીન બી ૧૨ ને કોબાલામીનના નામથી પણ ઓળખવામાં આવે છે. માત્ર એટલું જ નહિ પણ તે ઉપરાંત લાલ રક્ત કોશિકાઓ દ્વારા ઓક્સીજનને લઇ જવામાં પણ તે ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે.
બીજા વિટામીનની જેમ બીમારી કે ખોટા ખાન પાનથી પણ શરીરમાં વિટામીન બી ૧૨ ની ઉણપ થઇ જાય છે. અને આમ થવાથી તમારા જુદા જુદા શારીરિક કાર્યોમાં ઘણા પ્રકારની અડચણ આવી શકે છે. જયારે આપણા શરીરમાં વિટામીન ૧૨ ની માત્રા ઘણી ઓછી થઇ જાય છે, ત્યારે વધુ ગંભીર લક્ષણ દેખાવા શરુ થાય છે. અને એવું થવા પાછળ શક્ય છે કે વર્ષો લાગી જાય. તેવામાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, કે ક્યાં કારણે વિટામીન બી ૧૨ ની ઉણપ થાય છે અને તેના લક્ષણ ક્યા ક્યા છે.
વિટામીન બી ૧૨ ની ઉણપના કારણ :
મિત્રો જો તમારી સાથે ક્યારેય પણ એવું થાય, કે જયારે તમારી સાથેના લોકોને ગરમી લાગી રહી હોય, પણ તમને ઠંડી લાગવાને કારણે પંખો ધીમો કરવો પડે, કે પછી અચાનકથી તમારા હાથ પગમાં ઝણઝ્ણાટી અને બળતરા થવા લાગે. તેમજ સાંધામાં દુ:ખાવો વધવા લાગે. હ્રદયના ધબકારા ઝડપી થાય અને સાથે-સાથે શ્વાસ પણ ચડવા લાગે. કાંઈ પણ યાદ રાખવામાં તકલીફ થાય. આવા પ્રકારના લક્ષણ તમારા શરીરમાં વિટામીન બી ૧૨ ની ઉણપ પ્રત્યે આગ્રહ કરે છે.
તેવામાં જો આ લક્ષણો પ્રત્યે તમે જાગૃત નથી રહેતા તો ચોક્કસ રીતે તમે તમારા જીવનને ભયમાં મુકીને નત નવી બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છો.
શરીરમાં વિટામીન બી ૧૨ નું પુરતું પ્રમાણ ન હોવું પણ વિટામીન બી ૧૨ ની કમી કહેવાય છે. એવી સ્થિતિમાં શરીર સામાન્યથી મોટા આકારના લાલ લોહી કોશિકાઓ બનાવે છે, જે પોતાનું કામ સારી રીતે નથી કરી શકતી. જણાવી દઈએ કે આપણા શરીરને દરરોજ ઓછામાં ઓછું ૨.૪ માઈક્રોગ્રામ વિટામીન બી ૧૨ ની જરૂરિયાત રહે છે.
તે ઉપરાંત આપણા શરીરે તેના વધુ પ્રમાણમાં એકઠું રાખવા, અને તેની સાથે જ પોતાની જરૂરીયાર મુજબ તેનો ઉપયોગ કરવાનું તંત્ર પોતાની જાતે જ ઢાળેલું હોય છે. માનવામાં આવે છે કે કોઈ પણ જાતની આપૂર્તિ વગર પણ આપણું શરીર વિટામીન બી ૧૨ ને લગભગ ૩૦ વર્ષ સુધી સુરક્ષિત રાખી શકે છે. કેમ કે બીજા વિટામીનોના વિરુદ્ધ, તે આપણી માંસપેશીઓ અને શરીરના બીજા અંગો ખાસ કરીને યકૃતમાં એકઠું રહે છે.
આવી રીતે ઓળખો વિટામીન બી ૧૨ ની ઉણપ :
૧. જો તમને દરેક વખતે ઘણો વધુ થાકનો અનુભવ થાય. જો સામાન્ય તપાસમાં પણ કારણ સ્પષ્ટ ન થઇ શકતા હોય.
૨. તમારા શરીરમાં રહી રહીને અચાનકથી હાથ પગમાં કારણ વગર ઝણઝણાટી થવા લાગે.
૩. ચામડીનો રંગ સામાન્યથી પીળા જેવો થતો જઈ રહ્યો હોય એ પણ એનું લક્ષણ છે.
૪. ઋતુ કોઈપણ હોય પરંતુ છેડે છેડેથી હોઠનું ફાટી જવું.
૫. હંમેશા ભૂખ દુર થઇ જવી, પરંતુ તેના કારણની ખબર ન પડવી કે છેવટે કેમ એવું થઇ રહ્યું છે.
૬. તેમજ વારવાર મોઢામાં ચાંદા (છાલા) પડવા.
૭. યાદશક્તિ ઓછી થતી જવી પણ વિટામીન બી ૧૨ ની કમીનું સૌથી મહત્વનું લક્ષણ માનવામાં આવે છે.