દાંતોના ગેપમાં છુપાયેલા છે ભવિષ્ય સાથે જોડાયેલા આ સંકેત, તે શુભ છે કે અશુભ, જાણી લો.

0
357

તમારા દાંત સુંદરતા અને વ્યક્તિત્વ ઉપરાંત ભવિષ્યમાં તમારી લાઈફસ્ટાઈલ કેવી હશે તેના પણ સંકેત આપે છે, આ રીતે ઓળખો.

સુંદર દેખાવા માટે લોકો શું શું નથી કરતા. તેના માટે લોકો ફેસિયલ, હેયર સ્પા ઉપરાંત દાંત ઉપર પણ ધ્યાન આપવા લાગ્યા છે. આથી દાંતોના ક્લીનીંગ અને બ્લીચીંગનું ચલણ વધ્યું છે. પણ જો કોઈના દાંતમાં ગેપ હોય તો તે ચિંતિત થઈ જાય છે.

જો તમારા દાંત મોતીઓ જેવા ચમકદાર છે પણ દાંત વચ્ચે ગેપ છે તો મોંઘી ડેંટસ સર્જરી કરાવવા માટે દુઃખી થવાની અને મારા દાંતમાં આવો ગેપ કેમ છે? એવા પ્રશ્નોથી પોતાને દોષ આપવાની જરૂર નથી. કેમ કે જો તમારા દાંત વચ્ચે ગેપ છે કે ગેપ બની રહ્યો છે તો તે તમારા માટે શુભ સમાચાર વાળા સંકેત છે.

સામુદ્રિક શાસ્ત્ર દ્વારા સમજો : સામુદ્રિક શાસ્ત્ર મુજબ, જે માણસના દાંત વચ્ચે ગેપ હોય છે તે ખુબ જ નસીબદાર હોય છે. દાંતો વચ્ચે ગેપથી ભલે વ્યક્તિના ચહેરાની સુંદરતા થોડી ઓછી લાગે, પણ એવા લોકોને જોઈને તેમની વર્તમાન જીવન શૈલી અને તેમના ભવિષ્ય વિષે જાણી શકાય છે.

આવી રીતે સમજો દાંત વચ્ચેના ગેપનું રહસ્ય : (1) સામુદ્રિક શાસ્ત્ર મુજબ, જે લોકોના દાંત વચ્ચે ગેપ હોય છે તે ખુબ જ જ્ઞાની હોય છે. એવા લોકો અદ્દભુત પ્રતિભા ધરાવનારા હોય છે અને તે લોકો જીવનમાં ઘણા સફળ હોય છે. તેમનું વ્યક્તિત્વ ઘણું સરળ અને સહજ હોય છે અને એવા લોકો બીજાની સેવા – મદદ માટે હંમેશા તત્પર રહે છે. તેમનું જીવન સફળતાથી ભરેલું હોય છે.

(2) જેમના દાંત વચ્ચે ગેપ હોય છે, તે ખુબ જ ખુલ્લા વિચારો વાળા હોય છે. તેમના વિચારોમાં મજબુતી હોય છે. એવા લોકો કોઈ સાથે વેર ભાવ નથી રાખતા અને ન તો આધાર વગરની વાત કરે છે.

(3) જો નોકરી ધંધા વાળા લોકોનાં દાંત વચ્ચે ગેપ હોય છે તો તે એ વાત તરફ ઈશારો કરે છે કે, તે લોકો પોતાની કારકિર્દીના ક્ષેત્રમાં કોઈ મોટી સફળતા પ્રાપ્ત કરશે.

(4) જે લોકોના સામે વાળા દાંત વચ્ચે થોડો ગેપ હોય છે, તે સકારાત્મક ઉર્જાથી ભરેલા હોય છે. એવા લોકો કોઈ પણ કામને ઘણા ઉત્સાહ સાથે કરે છે અને તે ખુબ ભાગ્યશાળી પણ હોય છે.

(5) જે લોકોના દાંતનો આકાર સમાન હોવાની સાથે સાથે તેમાં ચમક પણ હોય છે, તે લોકો ખુબ સુખી જીવન પસાર કરે છે.

(6) જેમના સામેના દાંત વચ્ચે ગેપ હોય છે, તે લોકો ઘણા બિન્દાસ વ્યક્તિ હોય છે. જીવનમાં કોઈ પણ કાર્યમાં સફળતા ન મળવા પર તેઓ સરળતાથી હાર નથી માનતા. એવા લોકો તકલીફોના દિવસોમાં ગભરાતા નથી પણ ધીરજપૂર્વક તેનો સામનો કરે છે.

(7) દાંત વચ્ચે જગ્યા હોવી એક મોટી ખૂબી તરફ પણ ઈશારો કરે છે, એવા લોકો જાત જાતના સ્વાદિષ્ટ ભોજનના શોખીન પણ હોય છે.

(8) દાંત વચ્ચે ગેપ વાળા લોકો આર્થિક બાબતોમાં ઘણા સમજુ હોય છે. એવા લોકો ધનની બાબતમાં સમજી વિચારીને નિર્ણય લે છે, એટલા માટે તેમને જીવનમાં ક્યારે પણ પૈસાની અછત કે તકલીફ નથી પડતી.

નોંધ : (આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ અને જ્યોતિષીય ચર્ચા ઉપર આધારિત છે, તેનું કોઈ પણ વૈજ્ઞાનિક પ્રણામ નથી. લોકોની રૂચીને ધ્યાનમાં રાખીને રજુ કરવામાં આવ્યો છે.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.