જાણો શુક્રના મેષ રાશિમાં ઉદય થવાથી કઈ કઈ રાશિઓ માટે શરુ થશે સારો સમય.

0
185

મેષ રાશિમાં શુક્રનો ઉદય, આ રાશિઓને મળશે સારા પરિણામ, તો આમણે સાવચેતી રાખવાની છે જરૂર.

શુભ કાર્યો માટે મહત્વની ભૂમિકા ભજવવા વાળા મહાન ગ્રહ શુક્ર 18 એપ્રિલની રાત્રે 11 વાગીને 08 મીનીટે મેષ રાશિમાં ભ્રમણ કરી પશ્ચિમ દિશામાં ઉદય થઇ રહ્યા છે. તેમના ઉદય સાથે જ લગ્ન-પ્રસંગ, ગૃહ પ્રવેશ વગેરે તમામ શુભ કાર્ય શરુ થઇ જશે. પૃથ્વી ઉપર છવાયેલા મહામારીના સંકટમાં પણ ઘટાડો થવાનું શરુ થઇ જશે. વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર કન્યા રાશિમાં નીચરાશિગત અને મીન રાશિમાં ઉચ્ચરાશિગત સંજ્ઞક માનવામાં આવે છે.

જે લોકોની જન્મ કુંડળીઓમાં તે કેન્દ્ર અથવા ત્રિકોણમાં ભ્રમણ કરી રહ્યા છે તેમના માટે તો આ શુભ સંકેત છે. પણ જેમની કુંડળીમાં તે અશુભ ભાવમાં રહેશે તેમના માટે ફળ વધુ સારું નથી કહી શકાતું. શુક્રના ઉદય થવાથી તમામ રાશિઓ ઉપર કેવી અસર પડશે? આવો તેનું જ્યોતિષીય વિશ્લેષણ જોઈએ.

મેષ રાશિ : તમારી રાશિમાં શુક્ર ઉદય થવાના પરિણામ સ્વરૂપ આર્થિક બાબત મજબુત થશે. આરોગ્ય સારું રહેશે. કુટુંબ અને પાડોશીઓ સાથે સંબંધ સારા રહેશે. લગ્ન પ્રસંગ સંબંધિત ચાલી રહેલી વાતો સફળ થશે. દાંપત્ય જીવન સુધરશે અને સાસરીયા પક્ષનો પણ સહકાર મળશે. વિદેશી કંપનીઓમાં સર્વિસ અથવા નાગરિકતા માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળ રહેશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા વાળા વિદ્યાર્થીઓ માટે તો સમય વધુ અનુકુળ રહેશે.

વૃષભ રાશિ : રાશિના સ્વામી શુક્રનું બારમાં એટલે હાની ગૃહમાં ઉદય થવું તમારા માટે એટલા માટે સારું રહેશે કેમ કે, આ ગૃહ માટે આ શુભ યોગ કારક ગ્રહ છે જેના ફળસ્વરૂપ નવી વસ્તુઓની ખરીદી કરશો. સંતાનની ફરજની પૂર્તિ થશે. મકાન વાહનની ખરીદી સંબંધિત સંકલ્પ પણ પુરા કરી શકો છો. પ્રવાસનો લાભ મળશે. ધર્મ-કર્મ અને સામાજિક કાર્યોમાં પણ આગળ વધીને ભાગ લેશો. કેંદ્ર અથવા રાજ્ય સરકારના વિભાગોમાં અટકેલા કાર્ય પુરા હશે.

મિથુન રાશિ : રાશિના લાભ ગૃહમાં ભ્રમણ કરતા શુક્રનો ઉદય થવો તમારા માટે કોઈ આશીર્વાદથી ઓછો નથી, જેવી ધારો તેવી સફળતા પ્રાપ્ત કરી શકો છો. આવકની તકો વધશે પણ ખર્ચમાં પણ વધારો થશે. સંતાન સંબંધી ચિંતા દુર થશે, નવદંપતી માટે સંતાન પ્રાપ્તિ અને પ્રાર્દુભાવના પણ યોગ છે. વિદ્યાર્થીઓને શિક્ષણ- સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારી સફળતા મળશે. પ્રેમ સંબંધી બાબતોમાં મજબુતી આવશે. ત્યાં સુધી કે પ્રેમ લગ્નનો પણ નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકુળ રહેશે.

કર્ક રાશિ : રાશિના દશમાં કર્મ ગૃહમાં ઉદય થયેલા શુક્ર તમારા માટે શાસન સત્તાનો સંપૂર્ણ સહયોગ પ્રદાન કરાવશે. ઉપરી અધિકારીઓનો પણ સહકાર મળશે. વિદ્વાન લોકો અને નેતાઓ સાથે પણ સંબંધ સારા બનશે. વેપારીઓ માટે તો ગ્રહ-ભ્રમણ વધુ સારા રહેશે. કોઈ પણ પ્રકારનો નવો વેપાર શરુ કરવો હોય કે નવા કોન્ટ્રાક્ટ ઉપર સહી કરવી હોય તો તે દ્રષ્ટિએ પણ સમય સારો છે. જમીન-સંપતી સાથે જોડાયેલી બાબતોનો ઉકેલ આવશે. નવી વસ્તુઓનું પણ સુખ મળશે.

સિંહ રાશિ : રાશિ માંથી ભાગ્ય ગૃહમાં ઉદય થયેલા શુક્રનું ફળ મિશ્રિત રહેશે. તમારા સાહસ અને પરાક્રમના બળ ઉપર મુશ્કેલ પરિસ્થિતિઓ ઉપર પણ સરળતાથી વિજય પ્રાપ્ત કરી લેશો. લેવામાં આવેલા નિર્ણય અને કરવામાં આવેલા કાર્યોની પ્રસંશા થશે. ધર્મ-કર્મની બાબતોમાં રૂચી વધશે. સામાજિક પ્રતિષ્ઠામાં પણ દાન-પુણ્ય કરશો અને તીર્થ યાત્રાની પણ તક મળશે. કામ-ધંધામાં પ્રગતિ થશે. સામાજિક માન મોભો પણ વધશે. કુટુંબના વડીલ સભ્યોનો પણ સહકાર મળશે.

કન્યા રાશિ : રાશિના આઠમાં ગૃહમાં ઉદય થયેલા શુક્ર મિશ્ર ફળ પ્રદાન કરશે. આરોગ્ય પ્રત્યે ચિંતિત રહેવું પડશે. કોર્ટ કચેરી સાથે જોડાયેલા કેસ પણ એકબીજાને મળીને ઉકેલો. માન-સન્માનમાં વૃદ્ધી થશે. તમારા માટે કોઈ પુરસ્કાર અથવા સન્માનની જાહેરાત થઇ શકે છે. યોજનાઓ અને રણનીતિને ગુપ્ત રાખીને કાર્ય કરશો તો વધુ સફળ રહેશો. આ સમયગાળાની મધ્યે પિતૃક સંપત્તિનો સોદો કરવાથી દુર રહો અને લેવડ-દેવડની બાબતોમાં સાવચેતી રાખો.

તુલા રાશિ : રાશિના સાતમાં ગૃહમાં ઉદય થયેલા શુક્રની અસર તમારા માટે કોઈ આશીર્વાદથી ઓછી નથી એટલા માટે મોટા અધિકારીઓ અને શાસન સત્તાનો પૂરો લાભ ઉઠાવો. રોજીંદા વેપારીઓ માટે તો ગ્રહ-ભ્રમણ વધુ અનુકુળ રહેશે. વિલાસપૂર્ણ વસ્તુની ખરીદી કરવા વિચારી રહ્યા છો તો સમય અનુકુળ છે. માન-સન્માનમાં વધારો થશે. દાંપત્ય જીવનમાં પણ મધુરતા આવશે. લગ્ન-પ્રસંગ સાથે જોડાયેલી વાતો પણ સફળ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા વાળા વિદ્યાર્થીઓ માટે સમય વધુ અનુકુળ રહેશે.

વૃશ્ચિક રાશિ : રાશિના છઠ્ઠા ગૃહ એટલે કે શત્રુગૃહમાં ઉદય થયેલા શુક્રની અસર સ્વરૂપ તમારે તમારા દરેક કાર્ય અને નિર્ણય ઘણી સાવચેતી પૂર્વક કરવાના રહેશે. છુપા દુશ્મનો ઉભા થશે પણ જાતે જ નષ્ટ પણ થશે. વિરોધીઓ પણ તમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરશે. વાદ-વિવાદ અને કોર્ટ કચેરી સાથે જોડાયેલા કેસ પણ બહારથી ઉકેલવા યોગ્ય રહેશે. પ્રવાસનો લાભ મળશે. વિદેશી નાગરિકતા માટે પણ પ્રયત્ન કરવા માગો છો, તો સમય સારો રહેશે. લગ્ન-પ્રસંગ સાથે જોડાયેલી વાતોમાં થોડો વિલંબ થઇ શકે છે.

ધનુ રાશિ : રાશિના પાંચમાં ગૃહ એવા વિદ્યાગૃહમાં ઉદય થયેલા શુક્ર તમારા માટે દરેક રીતે લાભદાયક રહેશે. વિદ્યાર્થીઓ માટે તો તે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અપાવશે જ, સાથે જ સંતાન સંબંધી ચાલી રહેલી ચિંતા પણ દુર થશે. આરોગ્ય સારું રહેશે. પ્રેમ સંબંધી બાબતોમાં મજબુતી આવશે. કામ ધંધામાં પ્રગતિ અને નોકરીમાં પણ બઢતી મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોમાં અટકેલા કાર્ય પુરા થશે. કુટુંબના વડીલ સભ્યો અને મોટા ભાઈઓનો સહકાર મળશે.

મકર રાશિ : રાશિના ચોથા ગૃહ એટલે કે સુખ ગૃહમાં ઉદય થયેલા શુક્ર તમારા માટે આશીર્વાદરૂપ રહેશે. જેવી ધારો તેવી સફળતા પ્રાપ્ત કરશો. કુટુંબમાં શુભ કાર્યોનો અવસર આવશે. લગ્ન સાથે જોડાયેલી વાતો સફળ થશે. સરકારી વિભાગોમાં પણ સર્વિસ માટે અરજી કરવામાં સફળતાની સંભાવના વધુ રહેશે. મિત્રો અને સંબંધિઓ પાસેથી પણ સુખદ સમાચાર પ્રાપ્ત થવાના યોગ છે. મકાન-વાહનની ખરીદી કરવા વિચારી રહ્યા છો તો નિર્ણય અનુકુળ રહેશે. શાસન સત્તાનો પણ પૂરો સહયોગ મળશે.

કુંભ રાશિ : રાશિના ત્રીજા ગૃહ પરાક્રમ ગૃહમાં ઉદય થયેલા શુક્રની શુભ અસરથી તમારા સ્વભાવમાં વધુ સોમ્યતા આવશે. તમારા ઉદાર વ્યક્તિત્વને કારણે મુશ્કેલ પરિસ્થિતિ પણ સરળતાથી નિયંત્રિત કરી લેશો. સાહસ-પરાક્રમની વૃદ્ધી તો થશે જ સાથે જ તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને કરવામાં આવેલા કાર્યોની પ્રસંશા પણ થશે. ધર્મ અને આધ્યાત્મ પ્રત્યે રૂચી વધશે. સામાજિક સંસ્થાઓમાં પણ આગળ વધીને સહકાર આપશો. વિદેશી કંપનીઓમાં નોકરી અથવા નાગરિકતા માટે કરવામાં આવેલા પ્રયત્ન સફળ થવાના યોગ છે.

મીન રાશિ : રાશિના બીજા ગૃહ ધન ગૃહમાં ઉદય થયેલા શુક્રની અસર તમારા માટે ઘણી મિશ્રિત રહેશે. આરોગ્ય વિશેષ કરીને જમણી આંખ સાથે જોડાયેલી સમસ્યાથી સાવચેત રહો. મિત્રો અને પાડોશીઓ સાથે સારા સંબંધ જાળવી રાખો. તમારી યોજનાઓ ત્યાં સુધી ગુપ્ત રાખો જ્યાં સુધી તેને પૂરી ન કરી લો. આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ ઉભા થશે, ઘણા દિવસોથી આપવામાં આવેલું ધન પણ પાછું મળવાની આશા છે. કાર્યક્ષેત્રમાં પણ ષડ્યંત્રનો ભોગ બનવાથી ચેતો અને કોર્ટ કચેરીના કેસ પણ બહારથી ઉકેલો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.