શુક્રના તુલામાં ગોચરથી કુંભ સહીત આ લોકોનું બદલાશે નસીબ, 2 રાશિઓએ જોવી પડશે રાહ.

0
330

તુલા રાશિમાં થયું શુક્રનું ગોચર, દરેક રાશિ પર થશે અસર, જાણો કોનું બદલાશે નસીબ. ભૌતિક સુખ સુવિધાઓ અને સૌંદર્યનો પ્રતીક ગ્રહ એટલે કે શુક્રએ 17 નવેમ્બરની રાત્રે 1 વાગીને 1 મિનિટ પર પોતાની જ રાશિ તુલામાં ગોચર કર્યું છે. આ ગોચરનો સમયગાળો 17 નવેમ્બરથી લઈને 11 ડિસેમ્બર સુધી રહેવાનો છે. જણાવી દઈએ કે શુક્ર પ્રેમ, આકર્ષણ અને લગ્ન જીવનનો કારક ગ્રહ છે. એવામાં તુલા રાશિના લોકો માટે આ ગોચર ઘણું શુભ રહેવાનું છે. જોકે આ ગોચરનો પ્રભાવ દરેક રાશિઓ પર પડશે. તો આવો જાણીએ છેવટે કેવો રહેશે આ ગોચરનો પ્રભાવ.

મેષ રાશિ : શુક્રએ મેષ રાશિના સાતમા સ્થાનમાં ગોચર કર્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 7 મું સ્થાન પ્રેમ અને પરિણીત જીવનનું કારક હોય છે. એવામાં આ રાશિના સાતમા સ્થાન પર ગોચર થવાથી તમને પ્રેમ અને લગ્નની બાબતોમાં અનુકૂળ પરિણામો પ્રાપ્ત થશે. આ ગોચરની તમારી કારકિર્દી અને બેંક બેલેન્સની સ્થિતિ પર પણ સકારાત્મક અસર જોવા મળશે. ઉપરાંત આ ગોચર દરમિયાન જૂના અને અધૂરા કામો પણ પૂર્ણ થઈ શકે છે.

વૃષભ રાશિ : શુક્ર આ રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. જણાવી દઈએ કે, શુક્ર વૃષભ રાશિની કુંડળીમાં પ્રથમ અને છઠ્ઠા ભાવના સ્વામી છે. કુંડળીનો છઠ્ઠો ભાવ રમતગમત, સ્પર્ધા, નોકરી અને કાનૂની વિવાદથી સંબંધિત છે. આવી સ્થિતિમાં શુક્રનું આ ગોચર તમને મિશ્ર પરિણામ આપશે. તમારા ક્ષેત્રમાં તમારા દુશ્મનો તમારા માટે નવી જાળ ફેલાવી શકે છે, પરંતુ તે તેમની પોતાની જાળમાં ફસાઈ જશે. તમારી સાથે કામ કરતી મહિલા કર્મચારીઓથી પણ સાવચેત રહો, તેઓ તમારા માટે નવી સમસ્યા ઉભી કરી શકે છે.

મિથુન રાશિ : શુક્ર ગ્રહ આ રાશિના પાંચમા ભાવમાં પ્રવેશ કરવાના છે. શુક્ર, મિથુન રાશિના પાંચમા ભાવ અને બારમા ભાવના સ્વામી છે. પાંચમા ભાવને સંતાનનો ભાવ માનવામાં આવે છે, આ ભાવથી સંતાન અને તમારી રચનાત્મકતા નક્કી થાય છે. અને આ ગોચરથી આ સમયગાળામાં તમારી રાશિના લોકોને ઘણા સકારાત્મક પરિણામ મળવાના છે. આ રાશિના લોકોના રચનાત્મક કૌશલ્યમાં વિકાસ થવાનો છે. સાથે જ સંતાન તરફથી પણ અમુક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તેના સિવાય નિઃસંતાન દંપતીને આ દરમિયાન અમુક સારા સમાચાર મળી શકે છે.

કર્ક રાશિ : શુક્ર કર્ક રાશિથી ચોથા ભાવમાં ગોચર કરશે. શુક્ર આ રાશિના ચોથા અને અગિયારમા ભાવના સ્વામી છે. ચોથો ભાવ માતાપિતાના સ્વાસ્થ્ય, ભૌતિક સુખસુવિધાઓ, સ્થાવર-જંગમ મિલકત અને સામાજિક માન-સમ્માનનું પ્રતીક છે. આવી સ્થિતિમાં શુક્રનું ગોચર તમારા માટે આ દરેક ક્ષેત્રમાં શુભ ફળદાયી રહેવાનું છે. આ રાશિના લોકો ગોચરકાળ દરમિયાન તેમના પરિવાર સાથે ઘણો સમય પસાર કરશે. તમારા માતાપિતાની તબિયતમાં સુધારો આવશે. ઉપરાંત, તમે શારીરિક સુવિધાઓ માટે પૈસા ખર્ચ કરી શકો છો. જો કે, તે તમારી આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર કરશે નહીં.

સિંહ રાશિ : શુક્ર આ રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરશે. શુક્ર સિંહ રાશિના ત્રીજા અને દસમા ભાવના સ્વામી છે. ત્રીજો ભાવ તમારા સાહસ, ઇચ્છાશક્તિ, જિજ્ઞાસા, ઉર્જા, જોશ અને ઉત્સાહને સાબિત કરે છે. આ કિસ્સામાં, શુક્રનું ગોચર આ રાશિના લોકોના તમામ ભાવો માટે શુભ સાબિત થશે. ગોચરકાળ દરમ્યાન તમે તમારી ઇચ્છાશક્તિની મદદથી અધૂરા કાર્યો પૂરા કરી શકશો. સાથે જ સાહસ અને ઉર્જાથી તમે તમારા વિચારો અન્ય લોકો સામે અચકાયા વગર રજુ કરી શકશો.

કન્યા રાશિ : શુક્ર આ રાશિની બીજા ભાવમાં ગોચર કરશે. શુક્ર તમારી રાશિના બીજા અને 9 મા ભાવના સ્વામી છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વ્યક્તિના પરિવાર, તેની વાણી, પ્રાથમિક શિક્ષણ અને સંપત્તિ વગેરે બીજા ભાવથી સાબિત થાય છે. આવી સ્થિતિમાં કન્યા રાશિના લોકોને આ તમામ ક્ષેત્રોમાં શુભ પરિણામો મળશે. આર્થિક તંગી દૂર થશે અને આવકનાં નવા સ્રોત પણ ખુલી શકે છે. જો તમે વ્યવસાય ક્ષેત્રે સક્રિય છો તો તમને લાભ મળશે. આ સમયગાળા દરમિયાન પરિવારનું વાતાવરણ સકારાત્મક રહેશે.

તુલા રાશિ : તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે અને તે તમારી રાશિમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં તુલા રાશિના લોકો માટે આ ગોચર શુભફળદાયી રહેવાનું છે. ગોચરનો આ સમય તમારા માટે પ્રભાવશાળી રહેશે, સાથે સાથે તમારા સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન પણ જોવા મળી શકે છે, જેનાથી પારિવારિક વાતાવરણ સારું રહેશે. ગોચરના આ સમયગાળામાં તમને એવી ઘણી તકો મળશે, જેમાંથી તમે તમારા કાર્યક્ષેત્ર અથવા વ્યવસાયમાં નફો મેળવી શકો છો. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે માટે ગોચરકાળથી શુભ સમય બીજો કોઈ નહીં હોય. આવી સ્થિતિમાં તમે અચકાયા વગર રોકાણ કરી શકો છો.

વૃશ્ચિક રાશિ : શુક્ર આ રાશિના સાતમા અને બારમા ભાવના સ્વામી છે. આ રાશિના બારમા ભાવમાં શુક્રનું ગોચર થશે. આ ભાવથી ખર્ચ, ખોટ, મોક્ષ અને વિદેશ યાત્રાને જોવામાં આવે છે. એવામાં શુક્રનું આ ગોચર વૃશ્ચિક રાશિ માટે સામાન્ય કરતાં વધુ સારા પરિણામો લાવી રહ્યું છે. જો તમે વિદેશ પ્રવાસના સ્વપ્ન જુઓ છો, તો આ ગોચરના સમયગાળામાં આ સ્વપ્ન પૂરું થઈ શકે છે. ઉપરાંત, નોકરી કરતા લોકો માટે નોકરી બદલવા માટે સારો સમય છે, તમને કોઈ મલ્ટીનેશનલ કંપની તરફથી કોઈ મોટી ઓફર પણ મળી શકે છે.

ધનુ રાશિ : શુક્ર આ રાશિના છઠ્ઠા અને અગિયારમા ભાવનો સ્વામી છે. શુક્ર આ રાશિના 11 માં ભાવમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અગિયારમું ઘર આવક અને આર્થિક સ્થિતિ દર્શાવે છે. આ સિવાય જીવનની સિદ્ધિઓ, મિત્રો અને મોટા ભાઈ-બહેનની સ્થિતિ પણ આ ભાવથી પ્રદર્શિત થાય છે. તમને આ બધા ક્ષેત્રમાં શુભ પરિણામ જોવા મળશે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓ તમારી પ્રશંસા કરી શકે છે, સાથે સાથે બોસ તમારા કાર્યોથી ખુશ રહેશે. તમારા મિત્રો, સાથીઓ અને નજીકના સંબંધીઓ મુશ્કેલ સમયમાં તમારી મદદ કરશે.

મકર રાશિ : મકર રાશિના 10 માં ભાવમાં શુક્રનું ગોચર થવાનું છે. શુક્ર આ રાશિના 5 માં અને 10 માં ભાવના સ્વામી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 10 મો ભાવ પ્રોફેશન, પિતાની સ્થિતિ, રાજનીતિ અને જીવન લક્ષ્યને દર્શાવે છે. કુંડળીના 10 માં ભાવને કર્મ ભાવ પણ કહેવામાં આવે છે. શુક્રના ગોચરથી તમને મિશ્રિત ફળોની પ્રાપ્તિ થવાની છે. એવામાં કાર્યક્ષેત્રમાં તમારે કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે. સાથે જ તમારા માનસિક તણાવમાં વધારો થશે અને કોઈ અધિકારી અથવા સહકર્મી સાથે વિવાદ અથવા ઝગડો પણ થઈ શકે છે.

કુંભ રાશિ : શુક્ર આ રાશિના નવમા ભાવમાં ગોચર કરશે. શુક્ર કુંભ રાશિના ચોથા અને નવમા ભાવનો સ્વામી છે. કુંડળીનો નવમો ભાવ નસીબ, ગુરુ, ધર્મ, પ્રવાસના ભાવ દર્શાવે છે. એવામાં આ દરેક ક્ષેત્રોમાં શુક્ર ગ્રહ સારા પરિણામ આપશે. જો તમે આ ગોચર દરમિયાન સખત મહેનત કરો છો, તો તેના પરિણામ તમને ચોક્કસ મળશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો આ શ્રેષ્ઠ સમય છે. આ ગોચર અવધિમાં તમે જે પણ નિર્ણય લો, તમને સારા પરિણામો મળશે.

મીન રાશિ : આ રાશિના આઠમા ભાવમાં શુક્ર ગ્રહ ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ત્રીજા અને આઠમા ભાવના સ્વામી શુક્ર ગ્રહ છે, અને આઠમાં ભાવને આયુર્ભાવ કહેવામાં આવે છે. જો કે, મીન રાશિના લોકોને આ ગોચર અવધિમાં મિશ્રિત ફળની પ્રાપ્તિ થવાની છે. ગોચર અવધિ દરમિયાન તમારે કુટુંબ અને નોકરીમાં સંતુલન જાળવી રાખવું મુશ્કેલ રહેશે. આવી સ્થિતિમાં પારિવારિક તણાવ વધી શકે છે. તમે તમારી કારકિર્દીમાં પણ અડચણ અનુભવશો. જો કે જેઓ વેપારના ક્ષેત્રમાં છે, તેમને તેમની મહેનતનું ફળ ચોક્કસપણે મળશે.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.