22 જુને શુક્ર કરશે કર્ક રાશિમાં ભ્રમણ, આ 7 રાશિઓને થશે ફાયદો, બધી બાજુથી આવશે પૈસા.

0
184

કર્ક રાશિમાં શુક્રના ભ્રમણથી આ રાશિઓના ભાગ્ય ખુલશે, આર્થિક ક્ષેત્રમાં સતત પ્રગતિ પ્રાપ્ત થશે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ બધા ગ્રહ સમયની સાથે સાથે પોતાની રાશિ બદલાતા રહે છે. તેના લીધે જ તમામ રાશિઓ ઉપર સકારાત્મક અને નકારાત્મક અસર પડે છે. જ્યોતિષના જાણકારોના જણાવ્યા મુજબ જો કોઈ વ્યક્તિની રાશિમાં ગ્રહોની ચાલ સારી છે, તો તેના કારણે તેમને સુખદ પરિણામ મળે છે. પણ તેની ચાલ સારી ન હોવાને કારણે જીવનમાં ઘણી બધી તકલીફો ઉભી થવા લાગે છે. પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે અને તે સતત ચાલતું રહે છે. તેને રોકવું શક્ય નથી.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ 22 જુન 2021 ના રોજ શુક્ર ગ્રહ કર્ક રાશિમાં ભ્રમણ કરવાના છે અને તે કર્ક રાશિમાં 17 જુલાઈ 2021 સુધી બિરાજમાન રહેશે. શુક્રના રાશિ પરિવર્તનને કારણે તમામ રાશિઓ ઉપર શુભ-અશુભ અસર પડશે. તો આવો જાણીએ તમારી રાશિઓની સ્થિતિ કેવી રહેશે.

આવો જાણીએ શુક્ર ગ્રહનું ભ્રમણ કઈ રાશિઓ વાળા માટે રહેશે ફાયદાકારક :

મેષ રાશિ વાળા લોકો માટે શુક્ર ગ્રહનું આ ભ્રમણ સારા પરિણામ લઈને આવશે. આ સમય દરમિયાન તમને તમામ સુખની પ્રાપ્તિ થશે. ધન-સંપત્તિમાં વૃદ્ધી થવાના યોગ જોવા મળી રહ્યા છે. વાહન સુખની પ્રાપ્તિ થઇ શકે છે. આરોગ્ય સારું રહેશે. કુટુંબ વાળા સાથે તમે સારો સમય પસાર કરશો. આર્થિક ક્ષેત્રમાં સતત પ્રગતિ પ્રાપ્ત કરશો. કાર્યક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે, જેથી તમને સારો લાભ મળશે.

વૃષભ રાશિ વાળા લોકો માટે શુક્ર ગ્રહનું આ ભ્રમણ શુભ અને લાભદાયક સાબિત થશે. તમારા સાહસમાં વૃદ્ધિ થશે. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની પ્રશંસા થઇ શકે છે. કુટુંબ સાથે ચાલી રહેલા મતભેદ દુર થશે. તમારા વ્યક્તિત્વમાં સુધારો આવશે. ધર્મ-કર્મના કામોમાં રૂચી વધશે. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં જોડાવાની તક મળી શકે છે. માતા પિતા સાથે ધાર્મિક પ્રવાસ ઉપર જવાના યોગ છે. વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળી શકે છે.

મિથુન રાશિ વાળા લોકો માટે શુક્ર ગ્રહનું આ ભ્રમણ સારું સાબિત થશે. તમે ધનની બચત કરવામાં સફળ થઇ શકો છો. આર્થિક ક્ષેત્રમાં સતત પ્રગતિ પ્રાપ્ત થશે. આવક જળવાઈ રહેશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે પૈસા પાછા મળી શકે છે. તમે તમારી મધુર વાણીથી લોકોના દિલ જીતી શકો છો. વિદેશમાં કામ કરી રહેલા લોકોને મોટું નુકશાન થશે. વિદ્યાર્થીઓ માટે આ ભ્રમણ શુભ સાબિત થશે. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને સફળતા મળવાના યોગ છે. તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે. લગ્ન જીવન આનંદથી ભરપુર રહેશે.

કન્યા રાશિ વાળા લોકો માટે શુક્ર ગ્રહનું આ ભ્રમણ આર્થીક લાભ અપાવી શકે છે. આ સમયગાળા દરમિયાન ધન પ્રાપ્તિની તકો વધશે. આવક સારી રહેશે. કુટુંબની જરૂરિયાતો પૂરી થશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાની તક મળી શકે છે. સંતાન સાથે જોડાયેલી ચિંતા માંથી છુટકારો મળશે. નવા પ્રેમ પ્રસંગ ઉભા થઇ શકે છે. વાહન સુખની પ્રાપ્તિ થશે.

તુલા રાશિ વાળા લોકો માટે શુક્ર ગ્રહનું આ ભ્રમણ શુભ સાબિત થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતી થવાના યોગ છે. નોકરીમાં બઢતીની સંભાવના છે. સરકારી કામમાં સફળતા પ્રાપ્ત થશે. શાસન સત્તાનો પુરો સહયોગ મળશે. રાજકારણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો ને સફળતા મળવાના યોગ છે. આ સમય દરમિયાન કારકિર્દીમાં આગળ વધવાની તક મળી શકે છે. એટલા માટે તેનો ફાયદો ઉઠાવવો જોઈએ. તમે તમારા દુશ્મનોને પાછા પાડશો.

વૃશ્ચિક રાશિ વાળા લોકો માટે શુક્ર ગ્રહનું આ ભ્રમણ સારું સાબિત થશે. વિદેશ સાથે જોડાયેલી બાબતોમાં સફળતા મળવાના યોગ જોવા મળી રહ્યા છે. ધર્મ કર્મની બાબતમાં આગળ વધીને ભાગ લેશો. સામાજિક કાર્યોમાં સફળતા મળવાના યોગ છે. સમાજમાં તમારું માન સન્માન વધશે. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય અસરકારક સાબિત થશે. આ સમય દરમિયાન કામકાજમાં સિદ્ધી પ્રાપ્ત થઇ શકે છે. વિદ્યાથીઓને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પરિણામ મળશે.

મીન રાશિ વાળા લોકો માટે શુક્ર ગ્રહનું આ ભ્રમણ શુભ સાબિત થશે. તમને તમારા ભાગ્યનો પુરતો લાભ મળવાનો છે. ધર્મ કર્મના કામોમાં રૂચી વધશે. અટકેલા કાર્ય પ્રગતિ ઉપર આવશે. તમને કાંઈક નવું શીખવા મળી શકે છે. તમે તમારા બધા કામ સરળતાથી પુરા કરી શકો છો. આર્થિક સ્થિતિ મજબુત રહેશે. ખર્ચામાં ઘટાડો આવશે. નોકરી ધંધા વાળા લોકોને બઢતી મળવાના યોગ છે.

આવો જાણીએ બીજી રાશિઓની કેવી રહેશે સ્થિતિ :

કર્ક રાશિ વાળા લોકોને મિશ્ર પરિણામ પ્રાપ્ત થશે. પૈસાની લેવડ દેવડ ન કરશો. મનમાં કોઈ વાતને લઈને બેચેની ઉભી થઇ શકે છે. તમારે તમારા ધ્યેય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. અચાનક તમારી કોઈ યોજના સફળ નહિ થઇ શકે જેના કારણે તમે ઘણા દુઃખી રહેશો. જો તમે ક્યાંક પૈસા રોકાણ કરવા માગો છો તો ઘરના અનુભવી લોકોની સલાહ જરૂર લેવી.

સિંહ રાશિ વાળા લોકોએ ખોટા ખર્ચાનો સામનો કરવો પડશે. કુટુંબની જરૂરી વસ્તુમાં વધુ ધન ખર્ચ થશે. તમે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપશો. વધુ પડતા પ્રવાસને કારણે શરીરમાં થાકનો અનુભવ થઇ શકે છે. આ સમયગાળા દરમિયાન છુપા શત્રુ વધી શકે છે એટલા માટે તમારે ઘણું સાંભળીને રહેવું પડશે. કોર્ટ કચેરીની બાબતોથી દુર રહો.

ધનુ રાશિ વાળા લોકોનો સમય મુશ્કેલ રહેશે. આરોગ્ય ઉપર નકારાત્મક અસર પડી શકે છે. બહારના ખાવા પીવાથી દુર રહો નહી તો પેટ સાથે જોડાયેલી તકલીફો ઉભી થઇ શકે છે. માન સન્માનને નુકશાન પહોંચી શકે છે. તમે તમારા વિરોધીઓથી સતર્ક રહો કેમ કે તે તમને નીચા દેખાડવાનો પૂરો પ્રયત્ન કરશે. કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદ વધવા ન દેશો. અચાનક ધન પ્રાપ્તિના યોગ જોવા મળી રહ્યા છે.

મકર રાશિ વાળા લોકોનો સમય ઘણે અંશે ઠીક ઠાક રહેશે. લગ્નજીવનમાં મધુરતા આવશે. જીવનસાથી તમારી ભાવનાઓને સમજશે. પ્રેમ જીવનમાં ઉતાર-ચડાવની સ્થિતિ જોવા મળી રહી છે. વેપારમાં સફળતા મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે. જો ભાગીદારીમાં કોઈ નવો વેપાર શરુ કરવા માગો છો, તો ચર્ચા વિચારણા જરૂર કરો. કાર્યક્ષેત્રમાં અટકેલી પ્રગતિ પ્રાપ્ત થઇ શકે છે, જેથી તમારું મન પ્રફુલ્લિત થશે.

કુંભ રાશિ વાળા લોકોએ પોતાના દુશ્મનોથી સતર્ક રહેવાની જરૂર છે, કેમ કે તે તમારા વિરુદ્ધ ષડ્યંત્ર રચી શકે છે. કેટલાક લોકો તમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરશે એટલા માટે સતર્ક રહો. આરોગ્ય ઉપર ધ્યાન આપો. કોર્ટ કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. ખોટા કાર્યોથી દુર રહો. સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. વાહન સુખની પ્રાપ્તિ થઇ શકે છે. મકાન બનાવવાનુ સપનું વહેલી તકે પૂરું થશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.